Abtak Media Google News

પીજીવીસીએલના નવા એમડી તરીકે ઓર્ડર થતા વેંત જ અરૂણકુમાર બરનવાલ પોતાની જવાબદારી સંભાળી કામે લાગી ગયા : ગઈકાલે એન્જીનિયરોને મળ્યા બાદ આજે પત્રકારોને મળી સમસ્યાઓ જાણી, ટાઉત્તેથી ઉદ્દભવેલા પ્રશ્નોનું જાત નિરીક્ષણ કરવા તેઓ અમરેલી પણ દોડી ગયા

કર્મચારીઓ – ઇજનેરોના પ્રશ્નો અને વીજળી અંગેની ગ્રાહકોની મુશ્કેલીઓ સહિતની સમસ્યાઓ નિવારવા સતત કાર્યશીલ રહેવાનો નિશ્ચય 

અબતક, રાજકોટ : પીજીવીસીએલમાં છેલ્લા થોડા  સમયથી મેનેજમેન્ટના અણધણ વહીવટથી કર્મચારીઓ અને અધિકારીઓ રોષે ભરાયા હતા. પણ હવે તેઓ માટે નવી આશાઓ જાગી છે. કારણકે નવા મેનેજીંગ ડિરેકટર તરીકે કાર્યરત થનાર અરૂણ બરનવાલે હું એમડી નહિ પણ તમારો સહદય એટલે કે સાથી કર્મી છું. એવુ સ્પષ્ટપણે જણાવીને અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી પીજીવીસીએલને નવા આયામો સર કરાવવાનો નિશ્ચય જાહેર કર્યો છે.

રાજ્‍ય સરકારે પીજીવીસીએલના નવા એમડી તરીકે અરૂણકુમાર બરનવાલની ગઇકાલે નિમણૂંક કરી છે. તેઓએ આ નવી જવાબદારી હર્ષ ભેર સ્વીકારીઓને ગઈકાલે એન્જીનિયરો સાથે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત આજે તેઓએ પત્રકારોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેઓ અમરેલી જઇ રહ્યા છે.  તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જયા બાદ અમરેલી શહેર – જિલ્લામાં ટ્રાન્‍સફોર્મર રીસ્‍ટોર તથા અન્‍ય ચાલતી કામગીરીના નિરિક્ષણ અર્થે તેઓ દોડી ગયા છે.

 

તેઓ સોમવારે વડોદરા અને મંગળવારે ગાંધીનગર જઇ રહ્યા છે. ત્યારબાદ બુધવારથી વિધીવત ઓફિસમાં બેસશે. કર્મચારીઓ – ઇજનેરોના પ્રશ્નો, સૌરાષ્‍ટ્રમાં અમુક વિસ્‍તારમાં ખેડૂતોને અપાતી અપૂરતી વીજળી, વીજચોરી, રેવન્‍યુમાં વધારો, રાજકોટમાં ડિવીઝનના બાયફરકેશન, નવા સબ સ્‍ટેશનો સહિતની બાબતો હાથ ઉપર લેવાશે તેમ તેઓએ જણાવ્યું હતું.

વધૂમાં તેઓએ કહ્યું હતું કે પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓનો પ્રશ્ન એટલે એ મારો પ્રશ્ન છે. હું તેઓ માટે એમડી નહિ પણ સાથી કર્મી તરીકે કામ કરીશ. આ ઉપરાંત તેઓએ દિવાળીના તહેવાર ઉપર વીજ વિક્ષેપ ન પડે એટલા માટે એલર્ટ રહેવાનું પણ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના સામાન્ય પરિવારમાંથી આવતા અરૂણકુમાર એકદમ ડાઉન ટુ અર્થ

અરૂણ કુમાર બરનવાલનું પીજીવીસીએલના એમડી તરીકે પોસ્ટિંગ થયું તે પૂર્વે તેઓ રાજકોટ નગરપાલિકાના રિઝનલ કમિશનર તરીકે કાર્યરત હતા. તેઓ મહારાષ્‍ટ્રના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓના પિતાને સાયકલના પંચરની દુકાન હતી. સખત મહેનત કરી તેઓ 2018-19ની બેચના આઇએએસ ઓફિસર બન્‍યા છે. તેઓની ખાસિયત એ છે કે તેઓ એકદમ ડાઉન ટુ અર્થ છે. તેઓ નાનામાં નાના કર્મચારીઓનું પણ વિશેષ ધ્યાન રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.