હું નીકળ્યો છું મારા સફરમાં

ક્યારેક સૂરજના અજવાળામાં તો ક્યારેક રાતના અંધારા વચ્ચે
હું નીકળું છું મારી ધૂનમાં આડા ચુકા રસ્તાઓ વચ્ચે

જંગલના ઉંડાણમાં વૃક્ષોની ઉંચાણમાં
મોહિત થાય છે મારું મન પક્ષીઓના અવાજ વચ્ચે

કુદરતની સુંદરતાને નિહાળી રહ્યો છું વાતાવરણમાં
શહેરથી દૂર આવી ગયો છું જંગલોની માયા વચ્ચે

ક્યારેક દરિયાના ઉંડાણમાં તો ક્યારેક ઉંચા પર્વતોમાં
મળું છું મારી જાતને આ ગુંજતા કિલ્લાઓ વચ્ચે

બાઈક છે હમસફર મારુ આ દિવસોની સંગાથમાં
ભોજનનો સ્વાદ માણું છું અજાણ્યા લોકો વચ્ચે

કેમેરાથી મિત્રતા અને સૂર્યાસ્તના દ્રશ્યો વચ્ચે
નીકળો છું મારી ધૂનમાં ,મારી મંઝિલે પહોંચવાના રસ્તે