રામમંદીર બનાવવાના કાર્યમાં ભાગ બનવાનો મને ગર્વ છે: ઉમા ભારતી

uma-bharti-| national | government
uma-bharti-| national | government

અયોઘ્યામાં રામ મંદીર બનીને જ રહેશે

બાબરી મસ્જીદ કેસમાં ભાજપના નેતા એલ કે. અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી સહીતનાઓ સામે અપરાધિક ગુનાનો કેસ ચલાવવાની સીબીઆઇની અરજી સુપ્રીમે માન્ય રાખી છે. સુપ્રીમના આ નિર્ણય બાદ ભાજપમાં હડકંપ મચ્યો છે. સુપ્રીમના આદેશો ભાજપના ઉચ્ચ નેતાઓની એક બેઠક પણ મળી હતી જેમાં આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બાબતે ઉમા ભારતીએ કહ્યું હતું કે, તેમને બાબરી ઘ્વંશનો ભાગ બનવાનો મોકો મળ્યો તેના ઉપર ગર્વ છે આ ઉપરાંત ઉમેર્યુ હતું કે અયોઘ્યામાં ભગવાન રામનું મંદીર બને તેવું સપનું છે અને આ સપનાને પુ‚ કરવા માટે તે ફાંસીએ ચડવા અને જેલમાં જવા પણ તૈયાર છે.

આ ઉપરાંત કહ્યું હતું કે, બાબરી મસ્જીદ ઘ્વંશમાં જે કાંઇ થયું તે ષડતંત્ર ન હોતું પરંતુ તમામ વસ્તુઓ જાહેરમાં જ થઇ હતી. જેમાં તેમણે ગર્વભેર ભાગ લીધો હતો. ઉમા ભારતીએ એમ પણ કહ્યું હતું કે, રામ મંદીર બનશે અને તેને કોઇ અટકાવી નહીં શકે. બીજી તરફ રાજયસભા એમ.વી. વિનય કટીયોર પણ કહ્યું હતું કે, બાબરી કેસમાં જે કાંઇ બન્યુ તે લોકોની નજર સમક્ષ જ છે માટે આપરાધીક ગુનાનો કેસ ચાલવો ન જોઇએ.