Abtak Media Google News

રાજકોટ નગર આજી નદીના કાંઠે ઈ.સ ૧૬૧૦ સાલમાં વસ્યું. એ સમયના ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ૨૮૨ માઈલ અને ૬૪ ગામો  ધરાવતું રાજ્ય હતું. ૧૭૨૦ સાલમાં સોરઠ  પ્રાંતના નાયબ ફોજદાર માસૂમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઈમાં હરાવ્યા અને રાજકોટ સર કર્યું. રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરવામાં આવ્યું. ફરી પાછું ૧૭૩૨માં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધો. આ વિજયની સાથે આ નગરનું નામ રાજકોટ રખાયું. આઝાદી પહેલા રાજકોટ ઠાકોર પાસેથી ૬૩૮ એકર જમીન ભાડે લેનાર અંગ્રેજો આગળ જતાં સર્વોપરિ બન્યા. અંગ્રેજોના શાસનકાળ ૧૮૨૨ની સાલમાં રાજકોટમાં બ્રિટિશ એજન્સીની સ્થાપના થઈ અને તેને કાઠીયાવાડ એજન્સી નામ અપાયું પોર્ટ બહાર રાજકોટની પશ્ચિમએ અંગ્રેજોની કોઠી , લશ્કરી થાણું, અમલદારોના બંગલા , કચેરીઓ , પારસી અગિયારી, સિવિલ સેટેશન , રેસકોર્સ વગેરેની રચના થઈ. સદર વિસ્તારને સિવિલ સેટેશન તરીકે ઓળખવામાં આવતો હતો.

રાષ્ટ્રીય શાળા :

Rashtriya Shala
Rashtriya Shala

૧૯૨૫માં મહાત્મા ગાંધી રાજકોટ આવ્યા અને રાષ્ટ્રીય શાળાની પ્રવૃતિનો પ્રારંભ થયો.આજે તે ખાદી અને ગ્રામોધ્યોગ  પ્રવૃતિ અને પ્રખ્યાત પટોળાં માટેનું મહત્વનું કેન્દ્ર બની ગયું, ઐતિહાસિક આઝાદી સંગ્રામનું કેન્દ્ર રાષ્ટ્રીય શાળા નાગરિકો માટે પ્રેરક બળ બની રહી છે.૧૯૩૭માં રાજકોટના દીવાન વીરાવાળાના જુલમી તંત્ર સામે બેચરવાલા વાઢેરએ તહોમતનામું પોકાર્યું અને ૧૮૩૮માં રાજકોટ સત્યાગ્રહ શરૂ થયો, જેનું સરદાર વલ્લભભાઈ પટેલે આવીને સમાધાન કરાવ્યુ. પણ પાછળથી તેનો ભંગ થયો એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં ઉપવાસ શરૂ કર્યા.૧૯૪૨ની હિન્દ છોડો ચડવળ સમયે રાજકોટ ભૂગર્ભ લડત પ્રવૃતિનું કેન્દ્ર બની ગયું.

 

ઢેબરભાઈ :સૌરાષ્ટ્ર રાજયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ઉચ્છરંગરાય ઢેબર બન્યા.સ્વ. ઢેબરભાઈએ જમીનદારી પ્રથાને નાબૂદ કરતી જમીનસુધારણાનું વિરત પગલું લીધું . સ્વ. ઢેબરભાઈના ધડતરમાં પૂ.ગાધીજીનો જબરો પ્રભાવ રહ્યો.

કબા ગાંધીનો ડેલો :

Kaba Gandhi Delo
Kaba Gandhi Delo

કબા ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતુ રાજકોટ શહેરનું આ સ્થળ એટલે ભારતદેશનાં રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર વિશ્વવિભુતી એવા મહાત્મા ગાંધીનું બાળપણનું મકાન. આ મકાન રાજકોટ શહેરનાં જુના વિસ્તારમાં ધર્મેન્દ્ર રોડની બાજુમાં આવેલું છે. આ મકાન મહાત્મા ગાંધીનાં પિતાશ્રી કરમચંદ ગાંધી જયારે સૌરાષ્ટ્રનાં નવાબનાં દિવાન હતા તે સમયે ઈ.સ. ૧૮૮૦-૮૧ માં બનાવ્યું હતું. મહાત્મા ગાંધી પોતાનો શરૂઆતનો અભ્યાસ પોરબંદરમાં પુર્ણ કરીને પોતાના પિતાની સાથે રાજકોટ આવીને રહયા હતાં અને અહીં તેમનો આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.

મહાત્મા ગાંધીએ બાળપણથી યુવાનકાળ સુધીનો સમય રાજકોટમાં આ સ્થળે પસાર કર્યો હોવાથી ગુજરાત સરકારે આ સ્થળને ગાંધી સ્મૃતિનાં નામથી જતન કરીને લોકોને જાણકારી મળી રહે તે માટે વિકસાવેલ છે. આ સ્થળે રાજકોટની મુલાકાતે આવતા પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. મહાત્મા ગાંધી તે સમયે જે જે વસ્તુનો ઉપયોગ કરતા તે વસ્તુ તથા તેમના બાળપણનાં ફોટોગ્રાફ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.

મ્યુઝીયમએ જ્ઞાન અને કેળવણી આપનારી કલા અને સંસ્કૃતિના પ્રતિકરૂપ વિશિષ્ટ સંસ્થા કહેવાઈ છે સાથે સાથે આપના સાંસ્ક્રુતિક વરસનું જતન કરે છે. સદીપુરાણા રાજકોટના વોટસન મ્યુઝીયમે પુરાતત્વ, કલા-સંસ્કૃતિ, હુન્નર અને વિજ્ઞાન વિષયક બહુહેતુક મ્યુઝીયમ તરીકે આગવી નામના મેળવી છે. ઈ.સ ૧૮૮૮માં વોટ્સન મ્યુઝીયમની સ્થાપના મેમોરિયલ ઈન્સ્ટિટયુટના મકાનોમાં થઈ.

લેંગ લાઈબ્રેરી :

Leng Library
leng library

માનવ સંસ્કૃતિનો વિકાસ જ્ઞાનના વિકાસના ફળ સ્વરૂપે થયેલો છે, વિશ્વમાં રહેલા જ્ઞાનના વૈવિધ્યને એકત્રીઠ કરતું આલય એટલે ગ્રંથાલય. રાજકોટ શહેરના ઐતિહાસિક વારસાને જાળવી રાખતા ગ્રંથાલયોએ રાજકોટ શહેરને આગવી ગરીમા આપી છે. ૧૮૫૬માં કેટલાક બુદ્ધિજીવીઓએ ગુણગ્રાહક મંડળી નામના નાના પુસ્તકાલયની સ્થાપના કરી હતી. એ સમયે આ પુસ્તકાલયનો પ્રારંભ અંગ્રેજી નિ:સલના એક નાના ઓરડામાં થયો હતો. ઈ.સ ૧૮૬૪માં કોઠી કમ્પાઉન્ડમાં પોતાના મકાનમાં આ પુસ્તકાલય ફેરવવામાં આવ્યું હતું. અને ૧૮૯૩થી આ પુસ્તકાલય જ્યુબેલી બાગમાં પોતાના ભવ્ય મકાનમાં બેસે છે. તેના પછી લેંગ લાઈબ્રેરીની સ્થાપના થઈ એવો વિદ્ધાનોનો મત છે.

અરવિંદભાઈ હોલ :

Arvindbhai Maniaarhall
Arvindbhai ManiaarHall

જ્યુબેલીના આગળના ભાગમાં મોટો હોલ છે જે અગાઉ કોનોટ હોલ તરીકે જાણીતો હતો અને એચએએલ અરવિંદભાઈ મણિયાર હોલ તરીકે ઓળખાઈ છે.

આ હોલમાં દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાય છે શહેરની મધ્યમાં આવેલ હોયને અનુકૂળ પડે છે. આ હોલમાં એક સમયે સૌરાષ્ટ્ર રાજયની વિધાનસભા બેસતી હતી, આ ઈમારતની પાછળના ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગની પ્રાદેશિક માહિતી કચેરી અને પુરાતત્વ વિભાગની કચેરીઓ છે.

ઉતારાઓ :

બ્રિટિશ શાસન સમયે રાજકોટ ખાતે એજન્સીનું થાણું હોયને કાઠીયાવાડના રજવાડાઓના રાજકોટ શહેરના ઉતારા હતા જેમ કે જૂનાગઢનો ઉતારો, ભાવનગરનો ઉતારો, વઢવાણનો ઉતારો, પાલિતાણાનો ઉતારો, વગરે

રાજકુમાર કોલેજ :

Rajkumar College
Rajkumar College

રાજકોટની રાજકુમાર કોલેજ રાજયની એક વિશિષ્ટ મહત્વ ધરાવતી સંસ્થા છે અંગ્રેજ શાસનકાળ દરમિયાન રાજારજવાડાઓના રાજકુમારોને અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ મોકલવા પડ્યા હતા અને સ્ટીમરમાં લંડન જવા માટે મહિનાઓ લાગી જતાં, આવી પરિસ્થિતિથી નિવારવા રાજકુમારોને દેશમાં કેમ્બ્રિજનું શિક્ષણ મળી રહે તે માટે રજવાડાઓ તરફથી ફાળો એકત્ર કરીને  શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવી. ૧૮૬૮ની સલમા મુંબઈના ગવર્નર સ્કોટ દ્વારા આ કોલેજની ઈમારતનો પાયો નાખવામાં આવ્યો. અને ૧૮૭૧થી રાજકુમાર કોલેજ શરૂ થઈ.કવિનાન્હાલાલે પણ આ રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે સેવા આપી હતી.

રેસકોર્સ :

Race Course
Race Course

શહેરની મધ્યમાં આવેલું રેસકોર્સ હસતારમતા ખેલતાકૂડતા બાળકો તેમના માતપિતાને અહી ખેચી લાવે છે, રેસકોર્સનું બાલભવન વિવિધ પ્રકારની બાળપ્રવૃતિઓથી સક્રિય છે તો ચિત્રકાર કે કલાકારને તેની કલા પ્રદર્શિત કરવા માટે હોલ અને ઓપન એર થિયેટર પણ ખરું.

ઈન્ટરનેશનલ રોટરી ડોલસ મ્યુઝીયમ :

International Rotary Doll'S Museum:
International Rotary Doll’s Museum:

આ અનન્ય મ્યુઝિયમ ડોલ્સના માધ્યમથી વિશ્વની સંસ્કૃતિ અને પરંપરાઓનું વિહંગાવલોકન આપે છે. આ મ્યુઝિયમની સ્થાપના તા. ર૪ જુલાઇ, ર૦૦૪ના રોજ કરવામાં આવી હતી. જેનું વિધિવત્ ઉદ્ઘાટન ભારતના ભૂ.પૂ. ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ્હસ્તે કરવામાં આવેલ. આ મ્યુઝિયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ભારતમાં બે પૈકીનું એક માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ રાજકોટમાં છે, જે ગુજરાતનું પણ ગૌરવ છે.. પરંપરાગત કપડાં પહેરીને વિશ્વભરના ડોલ્સના વિશાળ એરે દર્શાવતા બાય લેવલ મ્યુઝિયમ રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય રોટરી ડોલ્સ મ્યુઝિયમ એ ગુજરાતનું ગૌરવ છે. જ્યાં દુનિયાના ૬ ખંડના ૧૦૨ દેશોની ૧૬૦૦થી વધુ યુનિક ઢીંગલીઓ ગોઠવાયેલી છે. આ દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પામેલ આ મ્યુઝિયમ બાળકો માટે તો ખરું જ, મોટેરાં માટે પણ આકર્ષણ બન્યું છે.

આલ્ફ્રેડ હાઈસ્કુલ :

Alfred Highschool:
Alfred Highschool:

મહાત્મા ગાંધીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તેવી આલફેડ હાઈસ્કૂલ જુબેલી નજીક આવેલી છે. આ હાઈસ્કૂલ બાદમાં મહાત્મા ગાંધી સ્કૂલ તરીકે જાણીતી છે. આ શાળામાં મહાત્માગાંધીજીના જીવન દર્શન પરનું પ્રદર્શન પણ રાખવામા આવ્યું છે. અંગ્રેજ શાસન સામયની આ શાળાની ઈમારત નમૂનેદાર અને આકર્ષક છે. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધી વિધ્યાલયને મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં રૂપાંતરિત કરવામાં આવી છે.જેમાં અધ્યતન ટેકનોલોજિ દ્વારા બાપુનું જીવન કવન દર્શવવામાં આવ્યું છે.

૧૮૭૭માં રણજીત વિલાસ પેલેસમાં દુષ્કાળના સમયે લોકોને રોજગારી મળે તે માટેના પ્રયાસો થયેલા: રાજવી માંધાતાસિંહ જાડેજા

Rajavi Mandhatasinh Jadeja
Rajavi Mandhatasinh Jadeja

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતુ કે રાજકોટને ભૂતકાળએ ભવ્ય વર્તમાન એ ઉધમસિલ અને વાઈબ્રન્ટ અને ભવિષ્ય એક સમૃધ્ધી તરફ જનારો ભૂતકાળની વાતકરીએ તો વીભાજી બાપૂ ઠાકોર સાહેબ એ ફાઉન્ડર હતા. જેને રાજકોટ સ્થાપ્યું અને ૧૬૦૮ની અંદર ચીભડા ગામ સર કરીને સીટ ઓફ એડમિનીસ્ટ્રેશન એ ચીભડામાં રહ્યું અને ઈ.સ. ૧૬૧૦માં રાજુ સંધી એ વીભાજી બાપુ સાથે દિલ્હી પધાર્યા અને તેમની સેવાને ધ્યાનમાંરાખીને પૂરસ્કાર રૂપે રાજુસંધીના નામથી રાજકોટ રાખવામાં આવ્યું. આજી નદીના કાંઠા ઉપર આ જમીન ઉપર ગામ એ સમયે વસ્યું ૧૬૧૫માં ચીભડા ત્યારબાદ સરધાર સર કર્યું અને સીટ ઓફ એડમિનિસ્ટ્રેશન તે સરધાર શિફટ થઈ ૧૬૯૪માં બામણીયાજી બાપૂએ પવિત્ર ગીર ગાયોના રક્ષણ માટે મિયાણાઓ સામેના ધમસાણા યુધ્ધમાં વિરગતી પામ્યા એ અને તેની ખશંભી અમને બેડીમાં નકલંક વીર પર આજે પણ મોજૂદ છે. અને તે અમારા દેવસ્થાનો અમે દર વર્ષે પૂજા કરવા માટે જાય છે. ગૌરક્ષા અને ગૌસંરક્ષણ માટે રાજકોટ રાજ પરિવારનું પ્રચંડ ઉદાહરણ હોય તે બામણીયાજી બાપૂ છે. ૧૭૨૦માં સોરઠના નાયબ ફોજદાર માસૂમખાન અને રાજકોટ પર ચડાઈ કરી અને તેની સામેના યુધ્ધમાં મેરામણજી બાપૂએ વિરગતી પામ્યા. અને માસૂમખાને રાજકોટનું નામ માસૂમાબાદ રાખીને બાર વર્ષના સ્ટ્રગલ અંદર મેરામણજી બાપૂના યુવરાજ રણમલજીબાપુએ ફરીથી ૧૭૩૨માં માસૂમખાનને હણીને ફરીથી રાજકોટ જીત્યુ. અને ફરીથી પૂન: નામ રાજકોટ રાખ્યું. ૧૬૧૦ થી ૧૯૫૦ સુધીના ૩૪૦ વર્ષન ગાળા અંદર પંદર રાજવીઓ પૈકી બાવાજી રાજબાપૂ કે જેઓ ૧૮૬૨ થી ૧૮૯૦ અને લાખાજીરાજ બાપુ ૧૮૯૦ થી ૧૯૩૦ એ રાજકોટ માટેનો સૂવર્ણ કાળ રહ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી એ રાજકોટ સ્ટેટના દિવાન હતા. ગાંધીજીનો અભ્યાસ એ પણ રાજકોટમાં થયો અને આપણે ગાંધીજી અવાર નવાર રાજકોટ પેલેસમાં પધારતા તેટલું જ નહી પરંતુ ૧૯૨૫માં આપણે લાખાજીરાજ બાપુએ ભવ્ય લોકદરબાર રચી ગાંધીજીના સત્કાર સમારોહ યોજી અને યાદગાર ચાંદીનું સ્મૃતિ ચિહન પણ તેમને અર્પણ કરેલું છે. રાજકોટની તે સમયની પ્રગતિની શ્રંખલા આપણે જોઈએ તો ૧૮૭૦માં રાજકુમાર કોલેજની સ્થાપના થઈ ૧૮૭૧ આલફ્રેડ હાઈસ્કુલની સ્થાપના થઈ ૧૮૭૭માં રણજીત વિલાસ પેલેસમાં દુષ્કાળના સમયમાં લોકોને રોજગારી મળે તે માટેના પ્રયાસો થયા ૧૮૪૪માં કરણસિંહજી મિડલ સ્કુલની સ્થાપના થઈ ૧૮૯૨માં જેતલસર રાજકોટ રેલવે લાઈન નખાઈ ૧૯૧૦માં રાજકોટ સ્ટેટ બેંકની સ્થાપના થઈ અને ૧૯૨૦માં રાષ્ટ્રીય શાળા ૬૮૦૦૦ સ્કવેર મિટર જુજ કિંમતે લાખાજીરાજ બાપુએ ગાંધીજીને અર્પણ કરી ગાંધીજીના જે આદર્શો હતા મિશન હતુ તેમને બળવતર કરવા, વેગ આપવા લાખાજીરાજ બાપુએ ગાંધીજીને અર્પણ કરી હતી. ૧૯૨૧માં પ્રથમ કાઠીયાવાડ પરિષદ ગાંધીજીને કરવા માટે જગ્યા ન હોતી મળતી તે લાખાજીરાજબાપુએ જગ્યા આપી પહેલુ અધિવેશન ગાંધીજીના હસ્તે થયેલુ રવિન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં એમનું સન્માન રાજકોટમાં થયેલું છે. તેવો પણ ઉલ્લેખ છે. ૧૯૨૩માં પ્રજાપ્રતિનિધિ સભાના ૯૦ ચૂંટાયેલા સભ્યો કે જે બધી કાસ્ટ, માંથી પ્રતિનિધિત્વ થતુ હતુ અને તેમાં ઉલ્લેખનીય એ છે કે બે સીટો સ્ત્રીઓ માટે અનામત હતી રાજાશાહી વખતે લોકશાહીના બિજનું રોપણ લાખાજીરાજ બાપુએ કર્યું હતુ અને અરસપરસ લાખાજીરાજબાપુ અને ગાંધીજીનો આદરભાવ હતો. તે રીતે તેમના આદર્શોનું અમલીકરણ લાખાજીરાજ બાપુએ રાજકોટમાં કરેલ છે.તેમના જૂના ફોટોગ્રાફ જે પણ અમારા પેલેસમાં મોજૂદ છે તે તેમનો ભાવ છે તે અવિરત રીતે પ્રગટ કરે છે. તેમના પછીનું ધર્મેન્દ્રસિંહ બાપુ કે જે આપણે ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ અને સુંદર રોલ્સરોયલ ૧૯૩૪ કે જેને વિશ્ર્વ પ્રખ્યાત થઈ તેટલું જ નહી તે કાર પર અપણો ૩૦૦થી વધુ ન્યુઝપેપર કટીંગ્સ અને ૧૦૦ વધુ ન્યુઝ ચેનલ વિશ્ર્વમાં પ્રખ્યાત થઈ અને રોલ્સરોય કંપનીએ જેને સ્ટાર ઓફ ઈન્ડિયાનું બિરૂદ આપ્યું તે ઓર્ડર અને કમીશ્ન ધર્મેન્દ્રસિંહજી બાપુએ કરેલી તેમના બાદ પ્રધ્યુમનસિંહજી બાપૂએ વિલીનીકરણ વખતે જેમને રાજકોટ રાજય સોપ્યું તેમને પણ ૧૯૪૪માં ધર્મેન્દ્રસિંહ શાક માર્કેટ બનાવી આપણે પ્રધ્યુમન પાર્ક અત્યારે આપણો બધા ત્યાં જાય છે. રાજકોટ મ્યુનિ. કોર્પો. દ્વારા તેમને ઓપન ઝોનનું સ્વરૂપ આપ્યું છે તે પણ પ્રધ્યુમનસિંહજી બાપુએ બનાવેલું ત્યારબાદ મારા પિતાજી અને સર લાખાજીરાજ બાપુના પૌત્ર અને લોકસેવક એવા મનોહરસિંહ જાડેજા જેમને આપણે દાદા તરીકે ઓળખીએ છીએ તેમનો વિનય, વિનમ્રતા અને વિદ્વવતા ભૂર્ણ વર્તનથી જેઓ જાણીતા હતા યુવાનીમાં તેઓ ક્રિકેટર તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ રણજીટ્રોફીના પોતે કેપ્ટન હતા. બેડમીન્ટન, ટેનીસ, સ્કોસ, બિલીયર્સના પોતે પારંગત પ્લેયસ હતા ઘણા ચંદ્રકો પોતે વિજય થઈને પ્રાપ્ત કરેલ છે.

રંગીલા-મોજીલા રાજકોટનું કલ્ચર, સંસ્કૃતિ અદ્વિતીય : મ્યુ. કમી. બંછાનિધિ પાની

Municipal Commisioner Banchhanidhi Pani
Municipal Commisioner Banchhanidhi Pani

અબતક સાથેની વાતચીત દરમિયાન મ્યુનિ. કમિ. બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે હું ભાવનગરમાં જયારે કલેકટર હતો ત્યારે ૨૩ સપ્ટે. ૨૦૧૬ના રોજ મને જાણ થઈ કે મારૂ ટ્રાન્સફર રાજકોટના કમિશ્નર તરીકે થયું છે. મને પહેલાથી એવો ભાવ

હતો કે રાજકોટ ડિફીકલ્ટ સીટી છે. અગાઉ પણ પાણીના પ્રશ્ર્નો તથા બીજા મુદાઓ થયેલા છે. રાજકોટમાં મ્યુનિ. કમિ. તરીકે નું પોસ્ટીંગ લોકો હાર્ડ માને છે. રાજકોટ સીટી ઘણુ અધરૂ છે. પરંતુ રાજકોટ સીટીમાં કામ કર્યા બાદ મને એવું ફીલ થાય છે કે રાજકોટ ખરેખર અધરૂ સીટી નથી. રાજકોટ રંગીલુ, મોજીલુ શહેર છે અને લોકોના સ્વભાવ સારા છે. રાજકોટને સમજવું, અનુભવ કરવો, રાજકોટનું પોતાનું કલ્ચર સંસ્કૃતિ અદ્વિતીય છે તે સમજવી અને તે મુજબ કામગીરી કરીએ તો રાજકોટના લોકો સમજે અને પ્રશંસા કરે અને કદર પણ કરે છે. તે કદાચ બિજા શહેરોમાં તેટલા અંશે કદાચ નહી હોય રાજકોટને સુંદર તથા સ્માર્ટ સીટી બનાવવા માટે રાજકોટના હેરીટેજ, સંસ્કૃતિ વગેરે બાબતોને જાણીને કેવી રીતે આગળ મેટ્રોપોલીટન શહેર તરીકે લઈ જઈ શકીએ તે મારો મુખ્ય હેતુ હતો જયારે રાજકોટના કમિશ્નર તરીકે નિમણુંક થઈ ત્યારથી આ જ મારો ઉદેશ્ય છે. આટલા વર્ષની કામગીરી દરમિયાન હું વાત કરૂ તો ૨૦૦૫ની બેચનો છું તો ૨૦૦૬માં ગુજરાતમાં આવી ગયો હતો ૨૦૦૬ થી ૨૦૧૯ સુધી ૧૨ વર્ષનો અનુભવ છે તે ૧૨-૧૩ વર્ષનાં અનુભવમાં સૌથી શ્રેષ્ઠ લોકોનો સહકાર મળ્યો છે. તે રાજકોટ શહેરમાં મળેલ છે. તેમાં પણ ખાસ કરીને મિડિયાનો પણ ખૂબજ સહકાર મળેલ છે સાધારણ લોકો પણ અમારા કામની કદર કરે છે. રાજકોટને સ્માર્ટ સીટી બનાવવા માટે આપણે નિર્ધાર કયો હતો. અને અત્યારે રાજકોટ સ્માર્ટ સીટી તરીકે વિકસી રહ્યું છે. તેમાં ફકત માળખાકીય સુવિધા જ નહી પરંતુ લોકોના બિહેવીયરમાં પણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં જે પ્રમાણે સ્વચ્છતા અને ટ્રાફીકમાં જે પ્રમાણે લોકોનું બિહેવીયર બદલ્યું છે લોકો એ જે પ્રમાણે સ્વચ્છતા અને ટ્રાફીકનાઅનુશાસનને વણી લીધા છે. તે પ્રમાણે ખરેખર રાજકોટ એક સ્માર્ટ દિશા તરફ જઈ રહ્યું છે. તે નકકી છે.

રાજકોટમાં સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર છે. તેમાં રાજકોટ આઈવે હોય રાજકોટના ઘંટેશ્ર્વર ખાતે સ્માર્ટ સીટી બનાવ્યું હોય કે સ્માર્ટ સ્કુલ હોય સ્માર્ટ કલાસ રૂમ હોય વગેરે ક્ષેત્ર રાજકોટ આગળ વધી રહ્યું છે. આખા ગુજરાતમાં પહેલી વખત ઈલેકટ્રીક બસોનું ટેન્ડર કર્યું છે. તે ૫૦ બસના ટેન્ડર ફાઈનલ તબકકે છે. રાજકોટમાં એલએનટી અને ૫૪૮ કરોડના પ્રોજેકટ પહેલી વખત રાજકોટના કોર્પોરશનના ઈતિહસામાં એલએનટી નામી કંપનીએ રોબોસ ઈન્ફ્રાસ્ટ્રકર માળખાકીય સુવિધા વિકસીત કરવા આવ્યા છે. આઈવે પ્રોજેકટથી ૨૦ ટકા વધુ ક્રાઈમ રેડ ઓછો થયો છે. ટ્રાફીક પ્રશ્ર્નોના નિરાકરણ થયા છે. સ્વચ્છતા, ડ્રેનેજ, રોડના પ્રશ્ર્નોના ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એડ્રેસ કરવામાં આવ્યું છે ટુંકમાં માળખાકીય સુવિધા, ટેકનોલોજીના માધ્યમથી લોકો સેવા કરવાની હોય, એજયુકેશન એન્ડ હેલ્થના તમામ ક્ષેત્રે રાજકોટમાં ઘણુ બધુ પરિવર્તન થયું છે.

રાજકોટમાં રાજય સરકારએ પણ ઘણી મદદ કરી છે. રાજકોટમાં એરપોર્ટ આવી રહ્યું છે. જે ભારતના ૧૦ મોટા એરપોર્ટમાંથી એક હશે એઈમસ પણ આવી રહી છે. રાજકોટના આજુબાજુના વિસ્તારો છે તે પણ વધી રહ્યા છે. પહેલા રાજકોટની શરૂઆત થઈ હતી ત્યારે ચૂનારાવાડ અને ભગવતીપરાની જગ્યા આજી નદીના કિનારે હતી તેટલા ટુંકામાં રાજકોટ શહેરની શરૂઆત થઈ હતી તે અત્યારે રાજકોટ સહિત રૂડાના આજુબાજુના વિસ્તારનું ૨૦ થી ૨૨ લાખનું પોપ્યુલેશન થયું છે. ત્યારના અને અત્યારના રાજકોટમાં ખૂબજ પરિવર્તન થયું છે. આગામી દિવસોમાં વિકાસ થાય તે પ્રમાણે રાજય સરકાર કટીબધ્ધ છે.રાજકોટમાં સાયન્સ મ્યુઝીયમ પણ બની રહ્યું છે. રાજકોટ એવી રીતે પ્રતિવાદીત થયું છે કે જે દસ મોટા શહેરો વિકસીત થઈ રહ્યા છે તેમાં રાજકોટ ૭માં નંબર પર છે. રાજકોટમાં આગામી પાંચ વર્ષમાં ત્રણ ટ્રીલીયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ થવાનું છે હું આવ્યો ત્યારે લાગતુ કે રાજકોટને સમજવું અધરૂ છે. પરંતુ અત્યારે રાજકોટમાં આપણે ઘણા બધા કામો કર્યા છે. મને લોકોનો ખૂબજ સાથ સહકાર મળ્યો છે પહેલા પાણીનો પ્રશ્ર્ન ખૂબજ હતો તે ઘણા અંશે ઓછો થયો છે. પહેલા કોર્પોરેશનમાં ટોળા આતા ઓહાયો થતો એ બધુ અત્યારે ભૂતકાળ બની ગયું છે. અત્યારે સ્મુથ ઓપરેશન રાજકોટમાં ચાલી રહ્યું છે. બધા પોત પોતાના વિભાગમાં કઈ રીતે આગળ વધી શકે તે પ્રમાણે કામગીરી કરે છે. સ્માર્ટ સીટીમાં ૧૦૦૦ કરોડની શરૂઆત થઈ છે. રાજકોટના આવાસ જેમાં ભારતના ૬ શહેરો પસંદ થયા છે. ગ્લોબલ ટેકનોલોજી માટે તેમાં રાજકોટ છે. રાજકોટમાં ૧૧૫૮ લોકોને ઈ મેમો આપ્યા બાદ અત્યારે ફાકી છે એ લોકોએ સંપૂર્ણ પણે બંધ તો નથી થયું પણ ઓછુ થઈ ગયું છે.

રાજકોટના ૪૦૯મા જન્મદિન નિમિત તમામ નાગરીકોને ખૂબજ ખૂબ અભીનંદન આપું છું અને રાજકોટ શહેર ખૂબજ સુંદર શહેર છે. રાજકોટ એ ખૂબજ મોજીલુ અને સુંદર શહેર છે અને આશા છે કે રાજકોટ એ એક સ્માર્ટ સીટી તરફ બદલાઈ રહ્યું છે. અત્યારે સ્વચ્છતા, ટ્રાફીક વગેરે ક્ષેત્રે સમુ કામ કરી રહ્યા છે. જેથી આખુ શહેર સ્વચ્છ હોય પણ એક જગ્યાએ ગંદકી હોય તો તે ખરાબ છે. અને રાજકોટ એ આજીનદીના કિનારે વસેલુ શહેર છે. જેથી આજી નદીના કિનારા પર મેટ્રો પ્રોજેકટ રજૂ કરી રહ્યા છીએ અને રાજકોટના બધા લોકો એક જન્મ જયંતી નિતિ સંકલ્પ લે કે બધા જ રાજકોટ સીટી માટે સ્વચ્છતા માટે સમય રાખીએ અને એ એક સંકલ્પ કરીએ રાજકોટ સીટીના કલેકટીવ તરીકે સંકલ્પ કરીને રાજકોટને એક શ્રેષ્ઠ દીશા તરફ લઈ જઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.