Abtak Media Google News
  • પરસ્ત્રી સાથેનો વીડિયો વાયરલ થયા બાદ ભરતસિંહે સામે આવીને કરી ચોખવટ
  • મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે, મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગી નેતાનો આક્ષેપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેના વિવાદને લઈને આજે પત્રકાર પરિષદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી 30 વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. મારા વિરોધીઓને આવા વિવાદોમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે.હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું.આજે મેં વિચાર કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે. તેઓએ ઉમેર્યું કે મારી પત્ની રેશમાને મારી મિલકતમાં રસ છે. તેણે દોરાધાગા કરાવીને હું ક્યારે મરીશ તેવું પૂછે છે.

તેઓએ કહ્યું કે, રાજકીય રીતે 1992માં રાજકારણમાં આવ્યો. નાનકડા કાર્યકરથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઘણી જવાબદારી મળી. અમે હિંદુ ધર્મના સાચા હિમાયતી છીએ.ભરતસિંહના લગ્ન કેવા સંજોગોમાં થયા તે બાબત પણ જાણવી જોઈએ. મને કોરોના થયો ત્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.મેં જેને છુટા છેડા આપવા માટે અરજી કરી તેણે મારા પિતાને કહ્યું કે હવે ભરત નહીં બચે.મને એ હોસ્પિટલમાં મળવા આવ્યા ત્યારે એક જ વાત કરતાં હતાં કે તમે મરી જશો તો મારૂ શું થશે. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી.

જ્યારે મારા જીવન જોખમ આવ્યું તેમાં હું બચી ગયો અને ખબર પડી કે કોઈની સાથે લેવડ દેવડ કરી હોય તો મારે ચુકવવાની આવી હોત. એટલે મેં કહ્યું કે આ મારા કહ્યામાં નથી.તેમને તેમના નજીકના સગા સાથે પણ પ્રોપર્ટી માટે ઝઘડો કર્યો.

મેં ટીકીટ વહેંચી એવાં આક્ષેપ કર્યા.આજે મને એવું લાગી રહ્યું છે કે આ જુદા પ્રકારની લડાઈ છે. મેં 12 જુલાઈ 2021ના રોજ નોટીસ આપી હતી.તેણે 29 માર્ચે આવીને બેવરલી હિલ્સની કબજો લઈ લીધો.

મને દુ:ખ થાય છે કે મારે મીડિયાની સામે આવવું પડ્યું છે. હાલમાં આણંદના મકાનના વીડિયો સામે આવ્યાં હતાં.એ યુવતીનું ઘર હતું અને આ ટોળું ત્યાં આવી ગયું હતું. મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારૂ ત્રીજું લગ્ન પણ થશે. હું મારા છુટા છેડાની રાહ જોઈ રહ્યો છું. મને વિચાર થાય કે કોઈની સાથે મારા લગ્ન થાય તો તેના પરિવારે નક્કી કરવાનું કે મારી સાથે લગ્ન કરવા દે કે નહીં.

30 વર્ષમાં કોઇ વિવાદમાં નથી સપડાયો, પણ ચૂંટણી આવતા જ વિવાદ શરૂ થયા

ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ હવે ક્યારેક રામ મંદિરના મુદ્દે તો ક્યારેક આવા વાયરલ વીડિયો દ્વારા વાતને તોડી મરોડીને વિવાદો ઉભા કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે મારુ માનવુ હતુ કે ઘરની વાત ઘરમાં જ રહે તો સારુ છે. બહાર વાત ન જાય એનો મારો આગ્રહ હતો, પણ આ રીતે વાત સામે આવી. મારે કોઈ પર્સનલ એસોસીનેશન કરવું નથી એના પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવા છે.

કોરોનામાં રેશ્માએ મારી પાસે કેટલી સંપત્તિ છે તેની પણ તપાસ કરી હતી

મોટાભાગના લોકોને હતું કે હું કોરોનામાં નહીં બચું, તેવામાં સ્વાભાવિક મારી મિલકત તેમની થઈ જવાની હતી. મારી કઈ-કઈ પ્રોપર્ટી છે તેની પણ તેઓ તપાસ કરતા હતા. પોતાના નામે રેશ્મા દ્વારા કરાયેલા વ્યવહારની કિંમત પોતે ચૂકવવાની ના આવે તે માટે જાહેર નોટિસ આપી હોવાનો ખુલાસો પણ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. એટલું જ નહીં, રેશ્મા પટેલથી પોતાને જીવનું જોખમ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

રામનું મંદિર થાય તો ભરતને આનંદ થાય જ

બીજી તરફ ભરતસિંહ સોલંકીએ તેમના રામ મંદિરના નિવેદનને લઇને થયેલા વિવાદ પર જણાવ્યુ કે, રામનું મંદિર થાય તો ભરતને આનંદ થાય જ અને આવુ હું 25 વર્ષથી કહેતો આવ્યો છુ. પણ તે દિવસે મારા નિવેદનનું ખોટુ અર્થઘટન થયુ. રામ મંદિરમાં સૌની ભાગીદારી છે. પણ એ માટે થયેલા ખોટા કામ પર આંગળી ચિંધવાનો તો અમારો અધિકાર છે. ભરતસિંહે કહ્યુ કે અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે.

મારે બાળક નથી, એટલે મિલકત માટે રેશ્મા હું ક્યારે મરી જાવ તેની જ રાહ જુએ છે

મારે કોઈ બાળક નથી, તેવામાં મારી તમામ મિલકત પત્નીને જ મળવાની હતી પરંતુ તેમનામાં ધીરજ નથી, હું ક્યારે મરી જાઉં તેની તે રાહ જોઈ રહી હતી, તેવું જણાવતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે તેના માટે રેશ્માએ યેનકેન પ્રકારે અનેક પ્રયાસો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.