Abtak Media Google News

ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં સંબોધન કર્યું હતું. આ પહેલા નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા. ત્યાં વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, ‘આ વાઇબ્રન્ટ ને જે પ્રતિસાદ મળ્યો છે તેના થી હું ખૂબ પ્રભાવિત થયો છું. આ સફળતા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દૃષ્ટિ છે. જેનાથી આ આયોજન સફળ થયું છે. નવા વિચાર સાથે પ્રધાનમંત્રીએ જે જાન ગુજરાત માં ફૂંકી છે તેનાથી ગુજરાત વૈશ્વિક સ્થળ ઉપર પોતાની કીર્તિ સ્થાપી છે. હું તમામ ફોરેન ડેલીગેટસ નો આભાર માનું છું કરણ કે વઇબ્રન્ટ માટે તેવો દ્વારા જે ગુજરાત રાજ્યને સાથ આપ્યો છે .

થાઇલેન્ડ આ વખતે પ્રથમ વખત વઇબ્રન્ટ માં ભાગીદાર બન્યું છે તે ગુજરાત માટે ગૌરવ ની વાત છે. વધુમાં વાઇબ્રન્ટ માં ફ્રેન્ચ નો ખુબ મોટો ફાળો રહ્યો છે. લોકો અજ્ઞાત છે કે બોવ વર્ષ પહેલાં ફ્રેન્ચ દ્વારા તેવો એ તેમની ઇન્ડસ્ટ્રીઝ સુરત માં સ્થાપી હતી. ગુજરાત ના ઉદ્યોગપતિઓ નો પણ આભાર માનું છું.કરણ કે તેમના કાર્ય થી ગુજરાત નો વિકાસ ખૂબ થયો છે. ગુજરાત ના ઉદ્યોગપતિઓ માટે નવી પોલિસી પણ સરકાર દ્વારા બનાવવામાં આવી છે..આ વાઇબ્રન્ટ ગુજરાત ની આર્થિક વ્યવસ્થા અને વિકાસ માં સિંહ ફાળો ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.