Abtak Media Google News

જૂનાગઢમાં હોસ્પિટલનાઆઉટ સોર્સિંગના કર્મચારીઓની સેવા અને ફરજ વંદનીય 

જૂનાગઢ સહિત ગુજરાતની અલગ-અલગ સિવિલ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, અને આવા દર્દીઓની સંભાળ લેનાર કોઈ નથી હોતા ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓ અને વડીલ માંતાની મેસર્સ ડી.જી. નાકરાણી તથા એમ.જે. સોલંકીના આઉટ સોર્સિંગ ના કર્મચારીની સેવા અને ફરજ વંદનીય બની રહી છે.

એક તરફ કોરોના નું નામ સાંભળી દર્દીથી લોકો હજાર ગાઉં દૂર રહેવાનું પસંદ કરે છે, ત્યારે બીજી બાજુ કોરોના દર્દીઓની વચ્ચે રહી મેસર્સ ડી.જી. નાકરાણી તથા એમ.જે. સોલંકીના આઉટ સોર્સિંગના કર્મચારીઓ પોતાની ફરજ બજાવવાની સાથે દર્દી પોતાના સગા – સબંધી ન હોવા છતાં  આ કર્મચારીઓ દર્દીઓને પોતાના આપ્તજન ની જેમ, ભાવથી ભોજન ખવડાવી, દવા, પાણી પીવડાવવાની સાથે, તેમના માથે હુફાળા હાથ ફેરવી, વાળ ઓળાવવાં સહિતની પોતાની સેવા પુરી પાડીને પરીવારથી દુર રહેલ દર્દીની સગા-વહાલાની ખોટ પુરી કરી રહ્યા છે. ત્યારે દર્દીઓ અને તેના પરિવારજનો આવા કર્મચારીઓને લાખ લાખ વંદન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.