Abtak Media Google News

બ્રિટિશરાજથી ધનકુબેર રાજ તરફ ભારતની સફર: ફ્રાંસના બે અર્થશાસ્ત્રીઓના રીસર્ચ પેપરનું તારણ

ભારતની માત્ર ૧% વસ્તીની આવક દેશની કુલ ૨૨% વસતીની આવક બરાબર છે !!! બે ફ્રાંસીસી અર્થશાસ્ત્રીઓ થોમા પિકેતી અને લુકા સોસેલ તરફથી જારી કરાયેલા નવા રીસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે આ હિસાબથી ભારતમાં વર્ષ ૧૯૨૨ પછીથી અસમાનતાની ખીણ વધુ પહોળી થઈ ગઈ છે. એ જ વર્ષે દેશમાં પ્રથમ વખત આવકવેરાની કલ્પના કરવામાં આવી હતી.‘ભારતીય આવક અસમાનતા: ૧૯૨૨ થી ૨૦૧૪-અંગ્રેજરાજથી અબજોપતિનું રાજ’ નામથી જાહેર કરાયેલા આ રીસર્ચ પેપરમાં આગળ જણાવાયું છે કે, ૧૯૩૦ના દશકના અંતમાં ૧% વસતી પાસે કુલ આવકના ૨૧%થી ઓછા હિસ્સા પર કબજો હતો જે ૧૯૮૦માં ઘટીને ૬% રહી ગયો હતો પણ આજે ફરી તે ૨૨% એ પહોંચી ગયો છે.૧૯૭૦ અને ૧૯૮૦ના દશકામાં જયારે આવક અસમાનતા ઘટીને ન્યુનતમ સ્તર પર હતી ત્યારે ભારતની દરેક વ્યકિતનો આવક વૃદ્ધિ દર પણ લગભગ ન્યુનતમ સ્તર પર હતો. ભારતનો આ ટ્રેંડ ઘણી મોટી અર્થવ્યવસ્થાના ટ્રેંડથી હળતો મળતો છે. રીસર્ચ પેપર પરથી માલુમ પડે છે કે ૧૯૮૦ થી ૨૦૧૪ દરમિયાન ફ્રાંસ અને ચીનની ટોચની ૦.૧% વસ્તીની આવક સૌથી નીચા સ્તરની ૫૦ ટકા વસ્તીની આવકથી ૫ ગણી ઝડપથી વધી છે. ભારતમાં સૌથી ઉંચા સ્તર પર ૧% લોકોની આવક ૧૬ ગણી વધુ છે. જયારે અમેરીકામાં આ ૭૭ ગણી છે !!!આ રીસર્ચ પેપર થકી આર્થિક અસમાનતાની સ્થિતિ પર મહાચર્ચા થઈ શકે છે. તેનાથી એ ચર્ચાનો મુદો છેડી શકાય કે શું તેજીથી થયેલા વિકાસથી સમાજના દરેક વર્ગને ફાયદો પહોંચ્યો છે ? બંને અર્થશાસ્ત્રીઓએ આવક અસમાનતાની વૈશ્ર્વિક પ્રકૃતિનો સ્વીકાર કર્યો છે કે- જે જેટલું ખેડે તે તેટલો પાક લણે. તેમણે નોંધ્યું કે, ભારતની ગતિશીલતા તેજ છે. અહીં ટોચની ૧% વસ્તી અને બાકીના ૯૯% લોકોની આર્થિક વૃદ્ધિમાં ઘણું અંતર છે. રીસર્ચ પેપરમાં આગળ લખવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૩-૧૪માં ૦.૧% વસ્તીમાં ૮ લાખથી ઓછા લોકોની આવકમાં અસામાન્યપણે વધારો નોંધાયો છે. ભારતમાં આવક વિભાજનને લગતા આંકડા એકત્ર કરવાને આમ તો મુશ્કેલ કામ છે. ૨૦૦૪-૦૫માં દિલ્હી સ્થિત સંસ્થાએ એક સર્વે કર્યો હતો. તેમણે ઈન્કમટેકસના ડેટાનો ઉપયોગ લીધો હતો પરંતુ એ પૂરતું નથી.આંકડાશાસ્ત્રી પ્રણવ મુખરજીએ કહ્યું કે એન.એસ.એસ.ના આંકડા બતાવે છે કે ૨૦૦૪-૦૫માં દેશમાં અસમાનતા ખુબ જ વેગીલી બની. આ બતાવે છે કે ભારતમાં આર્થિક અસમાનતાની સમસ્યા કેટલી હદે વકરી છે. તે આ રીસર્ચ પેપર અને આંકડાકીય માહિતી પરથી જાણી શકાય તેમ છે. ૧% ધનિકો પાસે ભારતની ૫૮% સંપતિ છે. ભારતમાં તેજ આર્થિક વૃદ્ધિથી ગરીબી જ‚ર ઓછી થઈ છે પરંતુ અસમાનતાની સ્થિતિ બદતર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.