Abtak Media Google News

હવા, પાણી ફૂલ-ઝાડ જેવી અમૂલ્ય ભેટ આપણને કુદરત તરફથી નિ:શુલ્ક મળેલ છે પરંતુ માનવજાતને મફતમાં મળતી કોઈ વસ્તુની કિંમત જ ન હોય તેમ આપણે આ અમૂલ્ય ભેટની પણ કિંમત સમજી શક્યા નથી… આજે કોરોના ચોતરફ ઘમાસાણ મચાવી રહ્યો છે તો કોના પાપે ? આ પાછળ જવાબદાર માનવીય પ્રવૃત્તિઓ જ છે. અત્યાર સુધી આપણે કુદરત તરફથી મળતા પ્રાણવાયુના પુરવઠાની કિંમત નથી કરી. અને આજે એની કિંમત કોરોના સમજાવી રહ્યો છે. જાણીને પણ નવાઈ લાગશે કે એક માણસ એક દિવસમાં 3 સિલિન્ડર ભરાઈ તેટલો પ્રાણવાયુ વાતાવરણમાંથી મેળવે છે. આપણે વૃક્ષો પાસેથી કરોડો

રૂપિયાનો પ્રાણવાયુ મફતમાં મેળવીએ છે. પરંતુ કદર નથી… આપણે કુદરત પાસેથી લેતા જ શીખ્યા છીએ, દેતા ક્યારે શીખીશું ?? પણ હવે સમય પાકી ગયો છે. અત્યાર સુધી જે લીધું છે તેને કુદરતને પરત સોંપવાનો સમય આવી ગયો છે.

હાલ કોરોનામાંથી બેઠાં થવા એક દર્દીને 1.44 લાખ કુત્રિમ પ્રાણવાયુની જરૂર પડે છે. આની પાછળ લાખો રૂપિયા ખર્ચ થાય છે આથી હવે માનવજાતે સમજી કુદરતનું કરજ ઉતારવું જોઈએ અન્યથા હાલની પરિસ્થિતિ કરતા પણ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આ મુદ્દાને લઈ નાગપુરની એક હોસ્પિટલ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલમાં કોરોનામાંથી મુક્ત થતા દર્દીઓને ઘરે જતા સમયે એક અનોખી પહેલ કરવામાં આવે છે અને 10 વૃક્ષનું ફરજિયાત વાવેતર કરી કુદરતને પાછો પ્રાણવાયુ પરત કરી આભાર વ્યક્ત કરવા અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.