Abtak Media Google News

મહાપાલિકાને હોસ્પિટલ બનાવવામાં નાણાની જરૂર પડશે તો કોંગ્રેસ લોકો વચ્ચે જઇ બાંધકામ માટે ફાળો ઉઘરાવી આપશે

 

અબતક, રાજકોટ

મહાપાલિકાના ભાજપના પદાધિકારીઓએ ટી.પી. ૪-રૈયાનાં “હોસ્પિટલનાં હેતુ માટેનાં અનામત પ્લોટ નં. ૪૦૭નો “વાણિજ્ય વેંચાણનાં હેતુમાં હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-૭૧ હેઠળ વેરીડ કરવાની દરખાસ્ત નામંજુર કરવાનો નિર્ણય એડવાન્સમાં કરાયો છે. આ નિર્ણય સાથે જે ભાજપના પ્રમુખે જણાવેલું છે કે કોંગ્રેસથી ડરીને આ દરખાસ્ત નામંજુર કરવાનો નિર્ણય લીધો નથી. ડરાવવાની રાજનીતિ ક્યારેય કરેલ નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. ડરાવવાની અને દબાવવાની રાજનીતિએ ભાજપની રાજનીતિ છે કોંગ્રેસે હંમેશા લોકોના હિત માટે અવાજ ઉઠાવ્યો છે અને હંમેશા ઉઠાવતી રહેશે તેમ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું છે.

૧૯૭૩ થી ૨૦૦૦ તેમજ ૨૦૦૫ થી હાલની ૨૦૨૨ આમ કુલ આશરે ૨૩ વર્ષથી તમો રાજકોટ મહાનગરપાલિકા પર સત્તામાં બેઠા છો આપને શા માટે રાજકોટ શહેરના નગરજનોના હિતમાં એક સારી હોસ્પિટલ બનાવવાનું ન સુજ્યું? વાત રહી કોંગ્રેસે શું કર્યું પ્રમુખ મારા અંદાજ પ્રમાણે આપના જન્મ પહેલા થી રાજકોટમાં બનેલ રાજકોટ સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, અને ઝનાના હોસ્પિટલની સ્થાપનાઓ થઇ ગયેલ હતી એ અને આ હોસ્પિટલ કોંગ્રેસના શાસનમાં થયેલ છે આ ભાજપના શાસનમાં થયેલ નથી.

મેયરને જણાવવાનું કે રાજકોટના ગરીબ-મધ્યમવર્ગીય લોકોના હિત માટે આ પ્લોટ પર રાજકોટ મહાનગરપાલિકાની હોસ્પિટલ બનાવો, આ લોકહિતનું કાર્યું આપ કરશો તો આ કાર્યની અંદર એક રાજકોટના નાગરિકની ફરજની રૂએ આ હોસ્પિટલના નવનિર્માણમાં હું રૂ.૧૧,૧૧,૧૧૧/- અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનું અનુદાન હું આપીશ. આ હોસ્પિટલના નવનિર્માણ માટે નાણાની જરૂર પડશે તો નગરજનો પાસે ફંડ ઉઘરાવવા માટેની તૈયારી છે. આ જે કાઇ વાત છે એ રાજકોટ શહેરના નગરજનોના હિત માટે વાત કરી છે અને હંમેશા કરતા રહેશું.

તેમ મહેશ રાજપૂતે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.