Abtak Media Google News

બે દિવસના કોન્ફરસમાં 200 જેટલા સી.એ. મેમ્બર્સ હાજર રહ્યા

રાજકોટ બ્રાંચ ઓફ ઠઈંછઈ ઓફ ઈંઈઅઈં દ્વારા બે દિવસીય ડાયરેક્ટ ટેક્ષ કોન્ફરન્સનું આયોજન રાજકોટ   ઈંઈઅઈં ભવન ખાતે  યોજાયેલ હતુ.

આ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાજકોટ સીએ  બ્રાંચના ચેરમેન સીએ જીજ્ઞેશ રાજકોટ  જામનગર  બ્રાંચના ચેરમેન સીએ દીપા ગોસ્વામી , ગાંધીધામ બ્રાંચના ચેરમેન  સંજય ચોતારા , ભુજ બ્રાંચના ચેરમેન ઝાહિર મેમનના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં કોન્ફરન્સના પહેલા દિવસે દિલ્હીથી અશ્ર્વાની તનેજા , અમદાવાદથી મેહુલ ઠક્કર, અને દિલ્હીથી એડવોકેટ કપિલ ગોએલ તથા બીજા દિવસે રાજકોટથી દિપક રીંડાણી મુંબઈથી ટી.પી. ઓસ્વાલ અને સીૈએ સિધ્ધાર્થ બાનવટ , અને વડોદરાથી  મિલીન મેહતા આ કોન્ફરન્સના વક્તાઓ એ વકતવ્ય આપેલ હતા.

સીએ અશ્વાની તનેજા એ મની લોન્ડરિંગ વિરોધી કાયદો અને આવકવેરા કાયદા સાથે તેની ક્રિયાપ્રતિક્રિયા મેહુલ ઠક્કર એ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન મહત્વપૂર્ણ આવકવેરા સુધારાઓની ઝાંખી , એડવોકેટ કપિલ ગોએલ એ આકારણી અને પુન : મૂલ્યાંકનની જોગવાઈઓ હેઠળ / ત147,148,1484અ- 149 , દીપક રીંડાણીએ ભાગીદારી પેઢીની જોગવાઈઓ ઞ/ત45(4) અને ઞ/ત9ઇ , . ટી.પી. ઓસ્વાલ એ ક્રોસ બોર્ડર વ્યવહારો પર કર , સીએ, સિધ્ધાર્થ બાનવટ એ ઈ – કોમર્સ અને ડિજિટલ એસેટ ,, મિલીન મેહતા એ આવકવેરા અધિનિયમ , 1961 હેઠળ ઉભરતા મુદ્દાઓ  વિષે સીએ મેમ્બર્સને માહિતગાર કર્યા,  આ બે દિવસીય કોન્ફરન્સમાં 200 જેટલા સીએ  મેમ્બર્સએ હાજરી આપી હતી.

આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે રાજકોટ બ્રાંચના ચેરમેન  જીજ્ઞેશ રાઠોડ , ભાવિન દોશી – વાઈસ ચેરમેન, મૌલિક ટોલિયા – સેક્રેટરી,  મિતુલ મેહતા – ટ્રેઝરર , તથા કમિટી મેમ્બર  સંજય લખાણી,  રાજ મારવાણીયા, તેજસ દોશી ભારે જહેમત ઉઠાવી હતી અને કોન્ફરન્સને સફળ બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.