Abtak Media Google News

દશ હજાર વર્ષ પહેલા લગભગ તમામ ‘વૂલી મેમથ’ પૃથ્વી પરથી નાશ પામ્યા હતા : ઘણા વર્ષો પહેલા રશિયાના સાઇબેરિયામાંથી મળી આવેલ બે વૂલીના વાળમાંથી તેના ઉગઅ મેળવાયા હતા : 50 લાખ વર્ષ પહેલા ઉતક્રાંતિના એક તબક્કે જન્મેલા વૂલી મેમથ અને એશિયન હાથીના પૂર્વજોમાં બાયોલોજીકલ સંબંધ જોવા મળે છે

હાલ વિજ્ઞાનિયો બાયોસાયન્સ ટેકનોલોજીના સહારે એશિયન હાથી વૂલી મેમથની વચ્ચેનો જીવ બનાવવા માંગે છે જે ઠંડા પ્રદેશમાં પણ જીવી શકે : માઇનસ 30 કે 40 ડિગ્રી ઠંડીની અસર ન થાય તેવું ક્લોનિંગ કરવા માંગે છે

આ પૃથ્વી પર લાખો વર્ષોથી ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ જોવા મળતા આવ્યા છે. પર્યાવરણ અને આવાસમાં થતાં ફેરફારને કારણી ઘણી પ્રજાતિઓ લુપ્ત પણ થઇ ગઇ છે. લાખો વર્ષ પહેલા અત્યારે જોવા મળતા હાથી જેવા જ વિશાળ-મહાકાય વૂલી મેમથ જોવા મળતા હતાં. હિમયુગના આઇકોન ગણાતા વૂલી માઇનસ 30 કે 40 ડિગ્રીમાં પણ રહી શકતા હતાં. આ મહાકાય હાથી વૂલી મેમથ પૃથ્વી પરથી દશ હજાર વર્ષ પહેલા નાશ પામ્યા હતાં. વિવિધ પશુ-પક્ષીઓ સાથે લુપ્ત થયેલા જીવોના અવશેષો ઉપરથી વૈજ્ઞાનિકો શોધ સંશોધનો કરતાં હોય છે. બાયોસાયન્સ ટેકનોલોજીના સહારે જીવ વિજ્ઞાનને ઘણી સફળતા પણ મળી છે.

વૂલી મેમથ પ્રીમીજીનીયસની પ્રજાતિ છે. હિમયુગનું લુપ્ત થયેલ મહકાય પ્રાણી વૂલી મેમથ છે. ઠંડા યુગની એ છેલ્લી પ્રજાતિ હતી. પૂર્વી એશિયામાં 80 હજાર વર્ષ પહેલા મેમથ સ્ટેપ મેમોથથી અલગ થયાનું અનુમાન કરાય છે. તેના સૌથી નજીકના સંબંધી એશિયન હાથી છે. ડી.એન.એ.ના અભ્યાસના તારણોમાં કોલમ્બિયન મેમથ એક મીક્સ બ્રીડ હતી. તેના વિવિધ વંશિય મેમથ માંથી ઉતરી આવેલા મેમથ અલાસ્કા અને સાઇબિરીયામાંથી અવશેષો મળ્યા હતાં. પુરાણા અવશેષોમાં મેમથના હાડપિંજર, દાંત, પેટની સામગ્રી, વાળ, છાણ સાથે પ્રાચીન ગુફાના ચિત્રોમાં તેના જીવનનું નિરૂપણ જોવા મળે છે.

17મી સદીમાં યુરોપિયનો પણ આ પરત્વે રસ લેતા થયાને આજ સદીમાં ર્જ્યોજ કુવિયર દ્વારા આ વિશાળ પ્રાણીને હાથીની લુપ્ત પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી હતી. 1799થી શરૂ કરીને તેની વિવિધ યાદીમાં 1828 અને 1924માં મેમથ વિશે વૈજ્ઞાનિકોને ઘણી માહિતી મળી હતી. મેમથ આધુનિક આફ્રિકન હાથીઓ જેટલી જ સાઇઝના હતા. નર 9 થી 11 ફૂટ સાથે 6 મેટ્રીક વજન ધરાવતા હતાં. માદા મેમથ 8 થી 9 ફૂટ ઉંચાઇ સાથે 4 મેટ્રીક ટન વજન ધરાવતા હતાં. તેના બચ્ચાનું વજન પણ 90 કિલો જેટલું હતું. છેલ્લો હિમયુગ હતો ત્યારે આ વૂલી મેમથે ઠંડીમાં અને તેના વાતાવરણમાં સારી રીતે અનુકૂલન સાધી લીધું હતું. તેના શરીર ઉપર લાંબા રક્ષક વાળ હતાં. ટૂંકા અને અન્ડરકોટ વાળ અંધારા અને પ્રકાશમાં ચમકતા જોવા મળતા હતાં.

માઇનસ 30 કે 40 ડિગ્રીની ઠંડીમાં ચામડીમાં સોજા ન આવે અને ગરમીનું નુકશાન ઘટાડવા માટે કાન, પૂંછડી સાવ ટૂંકા હતા. મેમથને લાંબા વળેલા દાંત હતાં. જે તેની જીંદગીમાં છ વાર બદલાતા હતાં. તેના દાંતનો ઉપયોગ વસ્તુની હેરફેર, લડાઇ અને ઘાસચારા માટે કરે છે. તેનો મુખ્ય ખોરાક ઘાસ હતો. 60 વર્ષથી વધુ જીવતા મેમથ ઉતર યુરેશિયા અને ઉત્તર અમેરિકા સુધી ફેલાયેલા હતાં. આ મહાકાય પ્રાણી પહેલેથી જ માણસો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. માનવોએ જ તેના હાડકાં, દાંતનો ઉપયોગ કલા-સાધનોમાં ઉપયોગ કરીને નિવાસો બનાવવામાં કર્યો હતો. અમુક રિપોર્ટમાં 10 હજાર વર્ષ પહેલા તેની મુખ્ય પ્રજાતિ લુપ્ત થયાનું જણાવે છે તો 5600 વર્ષ પહેલા મેમથની અલગ-અલગ વસ્તી ટકવાની પણ વાત કરે છે.

આ મેમોથની વિશાળ હાથી પ્રજાતિ ઉપરથી આજે કોઇપણ મોટી વસ્તુના વર્ણન માટે આ શબ્દ પ્રયોજાય છે. આ પ્રજાતિ વિવિધ દેશોની સાંસ્કૃતિક સાથે પણ જોડાયેલા છે. 13મી સદીના સિંહાસનો હાથી દાંતથી જ બનેલા જોવા મળે છે. આજે તેનો શિકાર કરતાં આવ્યા છે. ઘણી જગ્યાએ વિશ્ર્વમાં ખોદકામ કરતાં પ્રાણીઓના અવશેષો મળી રહ્યાં છે. આજે વૈજ્ઞાનિકો ક્લોનીંગ કરીને તેને ફરી જીવીત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.

ફ્રોજન વૂલી મેમથના મડદામાંથી શુક્રાણું કોષો સાથે હાથીના ઇંડા કોષને કૃત્રિમ રીતે ગર્ભિત કરીને આ વૂલી મેમથ બનાવવાના પ્રયાસો જીવ વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. વર્ણ શંકરોની ક્રોસ બ્રિડીંગ કરીને એક નવી જ બ્રીડ ઉભી કરવાનો પ્રયાસ છે. હિમયુગમાં મેમથની અમુક પ્રજાતિ 15 ફૂટ ઉંચાઇ ધરાવતા હતાં.

બાયો સાયન્સ ટેકનોલોજી વડે હાથી કરતાં પાંચથી સાત ગણા મોટા-વિશાળ કદ ધરાવતા મેમથ ઠંડીથી બચવા શરીર ઉપર વાળ ધરાવતા હતા. વિશાળ મોટા વળેલા દાંત  ધરાવતા આ પ્રાણીને વૈજ્ઞાનિકો ફરી જીવીત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. વૂલી મેમથનું ક્લોનીંગ કરાશે. તેને નવોજન્મ આપવા વૈજ્ઞાનિકોએ ઘણા આગળ ડગલાં માંડી દીધા છે. રિસર્ચ કરતા જીવ વિજ્ઞાનીઓ સંપૂર્ણ મેમથ જેવું નહી પણ એશિયન હાથીનું એક એવું હાઇબ્રિડ વર્ઝન પેદા કરવા માંગીએ છીએ જે વૂલી મેમથ જેવું દેખાતું હોય. આજના હાથી અને મહાકાય વૂલી મેમથ વચ્ચેનું એવું જીવ નિર્માણ કરાશે જે માઇનસ 30 કે 40 ડિગ્રીમાં પણ રહી શકે.

વૂલી મેમથ અને એશિયન હાથીના પૂર્વજોમાં બંને જીવોનો બાયોલોજીકલ સંબંધ જોવા મળે છે

બાયોસાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૂલી મેમથ જેવા જીવોનું ફરી નિર્માણ કરવું હોય તો એશિયન હાથીનો સહારો લેવો સૌથી આસાન ગણાશે. હાલ બે વૂલી મેમથ કે જે 60 હજાર અને 20 હજાર પહેલા મૃત્યુ પામ્યા હતા તેના વાળમાંથી ઉગઅ મેળવી લેવાયા છે. 50 લાખ વર્ષ પહેલા જન્મેલા વૂલી લગભગ 10 હજાર વર્ષ પહેલા પૃથ્વી પરથી નાશ પામ્યા હતા. વૂલી મેમથનો સૌથી મોટા પ્લસ પોઇન્ટ તે માઇનસ 50 ડિગ્રીમાં પણ પોતાનું અસ્તિત્વ જાળવી શકતા હતા. તેની શરીરની રચના પણ કુદરતે એવી બનાવી હતી. ઘણી અંગ્રેજી ફિલ્મોમાં પણ આ વિશાળ વૂલીને કોમ્પ્યૂટર ટ્રીકથી બતાવાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.