Abtak Media Google News

રંગીલા રાજકોટીયનો ખાવા-પીવાના શોખીન છે. કોઇ તહેવાર હોય, લગ્ન હોય કે પછી પાર્ટી હોય ભોજનના મેનુમાં આઇસ્ક્રિમ જરૂર હોય. રાજકોટની શાન ગણાતા રેસકોર્સ રિંગ રોડ પર સાંજે 7 વાગે અને લોકો આવી જાય અને ઠંડા પવનની લહેરકી વચ્ચે આઇસ્ક્રિમની મોજ માણ્યા વગર રહે નહીં.

દર ઉનાળામાં રેસકોર્સ રિંગ રોડની પાળી લોકોથી ઉભરાય જાય અને પરિવાર સાથે, મિત્રો સાથે લોકો આઇસ્ક્રિમની મોજ માણતા નજરે પડે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને કારણે લોકડાઉન હોવાથી લોકો 7 વાગ્યા પછી બહાર પણ નીકળી શકતા નથી. કારણ કે સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી સરકારે કર્ફ્યુ જાહેર કર્યું છે.

રાજકોટવાસીઓ ઉનાળામાં આઇસ્ક્રિમ આરોગવામાં ગુજરાતમાં અવ્વલ હોય છે. પરંતુ લોકડાઉન અને કોરોના વાઇરસને કારણે આઇસ્ક્રિમનાં ધંધાને મોટો ફટકો પડ્યો છે. રાજ્ય સરકારનાં ફૂડ કમિશનરે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આઇસ્ક્રિમ અને ઠંડાપીણાથી કોરોના વાઇરસ ફેલાતો ન હોવાથી વેચાણ પૂર્વવત શરૂ કરવા આદેશ જારી કર્યો હતો.

ઉનાળાનાં સમયમાં જ લોકડાઉન હોવાથી વેપાર-ધંધા પર માઠી અસર પહોંચી છે અને ઉનાળામાં ધમધમતા આઇસ્ક્રિમની ફેક્ટરીઓ સુમસામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.