Abtak Media Google News

ટોલબુથોને સંપૂર્ણપણે કેશલેશ કરવા સરકારે ૧૫ ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી: નિર્ધારિત સમય બાદ જે કોઈ વાહન ચાલકો ફાસ્ટેગ નહીં લગાડે તો તેઓ પાસેથી બમણો ટોલ વસુલાશે

સરકાર દ્વારા તમામ ટોલબુથોને કેશલેશ કરવા માટે જે ફાસ્ટેગ માટેની જે પહેલ હાથ ધરવામાં આવી છે તે સમયમર્યાદામાં હજુ વધુ ૧૫ દિવસનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાથો સાથ ઓનલાઈન ટ્રકીંગ પ્લેટફોર્મ બ્લેકબક કંપનીએ આઈડીએફસી તથા યશ બેંક સાથે ભાગીદારી કરી ટ્રકચાલકોને નિ:શુલ્ક ફાસ્ટેગ આપવા માટે જણાવ્યું છે. ટ્રકચાલકો બ્લેકબકની બોસ એપ્લીકેશન મારફતે પોતાના ફાસ્ટેગ માટે ઓર્ડર કરી શકશે અને તેઓને ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ પહેલા તેમનાં ઘરે ફાસ્ટેગ આપવામાં આવશે. બ્લેકબક દ્વારા જે પગલું હાથ ધરવામાં આવ્યું છે તેનાથી આશરે ૩૦ લાખ ટ્રક માલિકોને ફાસ્ટેગ ઈસ્યુ કરવામાં આવશે.

7537D2F3 5

આ તકે બ્લેકબકનાં કો-ફાઉન્ડર રાજેશ યાબાજીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે પહેલ હાથ ધરવામાં આવી છે તેનાથી લોજિસ્ટીક ક્ષેત્રનો ઘણો ખરો ફાયદો પહોંચશે અને ટોલબુથ ઉપર જે સમય વ્યતિત કરવામાં આવતો હતો તેનાથી ઘણી રાહત મળશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧ ડિસેમ્બર ૨૦૧૯થી તમામ જે ફ્રિ પ્લાઝા છે તે તમામને ફાસ્ટેગ લેનમાં રૂપાંતરીત કરવામાં આવશે. ફાસ્ટેગ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા સમય વધારવામાં આવ્યો છે ત્યારે સુત્રોનાં જણાવ્યા અનુસાર તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પણ કયાંકને કયાંક સમય લંબાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવાર રાત સુધી કુલ ૭૩ લાખ ટેગ વહેંચવામાં આવ્યા હતા અને ગુરુવારનાં એક જ દિવસે ૧.૬૮ ટેગ વેચાયા હતા અને રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. સરકારનાં જણાવ્યા અનુસાર ૧૫ ડિસેમ્બર બાદ જે કોઈ વાહન ચાલકો પાસે ફાસ્ટેગ નહીં હોય તો તેઓએ બમણો ટોલ આપવો પડશે. નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર પહેલી ડિસેમ્બર ૨૦૧૯થી ફાસ્ટેગના ઉપયોગને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ૧૫ દિવસ માટે તેની સમય મર્યાદા વધારી છે. સરકારના આ નિર્ણય પછી ૧૫ ડિસેમ્બેર ૨૦૧૯થી ટોલ પ્લાઝાથી પસાર થતી ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજીયાત બનશે. સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે જેઓએ અત્યાર સુધી પોતાના વાહનો પર ફાસ્ટેગ લગાવ્યું નથી.  શુક્રવાર સાંજે પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી હતી.  ફાસ્ટેગ ફરજીયાત કરવાની છેલ્લી તારીખ વધારવાના મુદ્દે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોએ ફાસ્ટેગ ખરીદવાનો સમય મળી રહેશે, આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને છેલ્લી તારીખને આગળ વધારવામાં આવી છે. સરકારે નિર્ણય લીધો છે કે, ટોલ પ્લાઝા પર દરેક લેનમાં ફાસ્ટેગ, ટોલ પેયમેન્ટ વસૂલવાની સુવિધા મુજબ તૈયાર કરવામાં આવશે. જોકે વર્તમાન સમયમાં એક લેન હાઇબ્રિડ પણ હશે, જેથી ઓવરસાઇઝ્ડ વાહનો તેનો ઉપયોગ કરી શકે. બધા જ ટોલ પ્લાઝાને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સમય સાથે નવી સુવિધા અનુરુપ માળખુ તૈયાર કરી લે.  આ પહેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને પહેલી ડિસેમ્બર ૨૦૧૯થી અનિવાર્ય કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ડિજીટલ પેયમેન્ટને પ્રાત્સાહિત કરવા માટે તથા લાંબી લાઇનોથી બચવા માટે અને પ્રદૂષણ નિયંત્રણ કરવાના ઉપાય રુપે આ પગલુ લીધુ છે.

સરકારે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૭૦ લાખ ફાસ્ટેગ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. તેની દૈનિક સરેરાશ જુલાઈના ૮,૦૦૦થી ૩૩૦ ટકા ઊછળી નવેમ્બરમાં ૩૫,૦૦૦ ટેગ્સની થઈ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફાસ્ટેગનું વેચાણ શરૂ થયા પછી સેલ્સમાં મોટો ઉછાળો નોંધાશે. સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, ૨૧ નવેમ્બરથી ટેગના ખર્ચમાંથી મુક્તિની જાહેરાત પછી ફાસ્ટેગ લેનારાની સંખ્યામાં ૧૩૦ ટકા ઉછાળો નોંધાયો હતો. સરકારના જણાવ્યા અનુસાર ફાસ્ટેગ ૫૬૦ ટોલ પ્લાઝા પર સ્વીકારવામાં આવશે. દૈનિક ધોરણે પ્લાઝાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિવિધ બેન્કો દ્વારા ઇશ્યૂ થઈ રહેલા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા પ્રિ-પેઇડ વોલેટ સાથે લિંક્ કરાયા છે. આવા ફાસ્ટેગ જે તે બેન્ક દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ બનશે અને બેન્કના ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી પણ તે ખરીદી શકાશે. બેન્ક-ન્યૂટ્રલ એનએચએએલ ફાસ્ટેગ વિવિધ પોઇન્ટ ઓફ સેલ એજન્ટ્સ પાસેથી ખરીદી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.