કર્ણાટક કોંગ્રેસની ઈદીઅમીન વાળી: હું માણસ ખાવ તો’ય તમને શું ?

ફૂડ ચોઈસનો મતલબ એ નથી કે તમે સુઝ બુઝતા ગુમાવો!

‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ દેશભરમાં ગઈકાલે ૨૮મી ડિસેમ્બરે કોંગ્રેસનો ૧૩૬મો સ્થાપના દિવસ આમ તો વરરાજા વગરની જાન જેવો બની રહ્યો હતો. પરંતુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધા રમૈયાએ કર્ણાટક સરકારના ગૌહત્યા વિરોધી ખરડાનો વિરોધ કરતા એક નિવેદનમાં જે રીતે માંસાહારની પેરવી કરી હતી તેનો મતલબ એવો થયો કે ખાવાની બાબતે કોઈ ઉપર કંઈ પાબંદી ન હોય, હું માણસ ખાવ તો પણ બીજાને શું જેવો ભાવાર્થ થાય તેવા નિવેદનમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિધા રમૈયાએ પશુઓના માંસ ખાવાની આદતને પોતાનો અધિકાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મેં એક વખત વિધાનસભામાં કહ્યું હતું કે, હું માંસાહારી છું તમે કોણ પુછવાવાળા ? તે મારો અધિકાર છે, શું ખાવું શું ન ખાવું તે મારી મરજીની વાત છે, તમે સવાલ કરવાવાળા કોણ ?, જો તમે તે ન ખાતા હોય તો મુકી દો, મારા પર કોઈ જાતનું દબાણ કરવાવાળા તમે કોણ ?, હું માંસ ખાવ છું મને ગમે છે, તમે પુછવાવાળા કોણ, તમે આવું કહેવાની હિંમત કરશો તેમ સિધા રમૈયાએ જણાવ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિધા રમૈયાએ કોંગ્રેસની સ્થાપના દિવસની ઉજવણીના એક કાર્યક્રમમાં આવું વિવાદાસ્પદ અને ઓચિત્યભંગ થાય તેવું નિવેદન આપ્યું હતું. પોતાના પક્ષના પોતાના સહયોગીઓ કેટલાક જરૂરી મુદ્દાઓની ચર્ચા કરવામાં ડરે છે તેમને બ્લેક લીસ્ટમાં મુકાઈ જવાની બીક છે. હું સાચું બોલવાવાળો છું, લોકોની લાગણીને ઉજાગર કરવા માટે આગળ આવવું જોઈએ અને અવઢવ મુકી દેવી જોઈએ. સિધા રમૈયાએ કર્ણાટક સરકારના ગૌહત્યા વિરોધી ખરડા અંગે બોલતા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો પોતાના વયેસ્ક નકામા પશુઓ. ગાય-ભેંસ ક્યાં મોકલશે ? નકામાં ગાય-ભેંસની જાળવણીનો રોજનો ખર્ચ ૧૦૦ રૂપિયાનો થાય છે. આ પૈસા કોણ આપશે ? ખેડૂતો પણ ગાયને પૂજે છે. સિધા રમૈયાનું આ નિવેદન કોંગ્રેસના સ્થાપના દિવસે જ આપ્યું હતું. કર્ણાટક કેબીનેટે ગૌહત્યા વિરોધી ખરડાને કાયદાનું રૂપ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. એક વખત આ ખરડાને કાયદાનું રૂપ આપવામાં આવે ત્યારબાદ ગૌહત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધ આવી જશે. જો કે, કત્તલખાનાઓમાં ભેંસોની કતલ પર કોઈ પાબંદી નહીં આવે. સિધા રમૈયા કર્ણાટક વિધાનસભાના વિપક્ષના નેતા તરીકેની જવાબદારી સંભાળે છે. તેમણે રાજ્યની કોડાવા સમાજની માંસાહારના રીવાજને ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, હું કોડાવા સમાજની લાગણીને માન આપુ છું. કોંગ્રેસના સ્થાપના દિવસે જ ખોરાકના અધિકારને આડે રાખીને સિધા રમૈયાએ પરોક્ષ રીતે ગૌહત્યા વિરોધી બીલનો વિરોધ કરતા ભારે ચકચાર જાગી છે. યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના કેટલાક જંગલી વિસ્તારના દેશોમાં અને જગતમાં ક્યાંક ક્યાંક ચોરીછુપીથી માણસ ખાવ પ્રવૃતિ ચાલતી રહે છે. યુગાન્ડાના સરમુખત્યાર ઈદીઅમીને કેટલાક અંશે પોતાની શોખની આદત તરીકે માણસનું માંસ ખાવાની રાક્ષસી વૃતિ અખત્યાર કરી હતી. મન થાય એટલે બધુ કરવું એ ક્યારેય કાયદાને મંજૂર જ ન હોય, શું મન થાય એટલે અને જે મન થાય તે ખાવા માટે કોઈની હત્યા કરવી યોગ્ય છે ? કોઈને માણસનું માંસ ખાવાનું મન થાય તો તેને ખાવાનો અધિકાર ગણાય તેવો પ્રશ્ર્ન પ્રબુધ્ધ વર્ગમાં ચર્ચાયો છે.