- જમ્મુ જિલ્લાના ખૌરમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો
- જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થતાં આર્મી હોસ્પિટલમાં ખસેડાયા
- સારવાર દરમિયાન બે સૈનિકો શહીદ, અન્ય સૈનિકની સારવાર ચાલુ
જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એક સૈનિકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા
જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં સૈનિકો શહીદ થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં LOC નજીક IED વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો
અધિકારીઓએ જણાવ્યું કે સૈનિકો ભટ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો. એવું માનવામાં આવે છે કે તે આતંકવાદીઓ દ્વારા રોપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.