Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોેરેશનના પદાધિકારીઓ વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, અતુલભાઈ રાજાણી અને મનસુખભાઈ કાલરીયાએ ફરિયાદ સાથે વિરોધ નોંધાવી જવાબ માંગ્યો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની તાજેતરમાં બે દિવસની યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના અભાવ મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોરેશનના પદાધિકારીઓએ ફરિયાદ સાથે વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમારા ઉપર ગુન્હો દાખલ થાય તો ભાજપનાં હોદેદારો ઉપર કેમ નહીં ? જેવા સવાલનો લેખિતમાં પ્રત્યુતર માંગ્યો છે અને જો આ અંગેનો જવાબ લેખિતમાં નહીં મળે તો પદાધિકારીઓએ ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોરેશન પદાધિકારીઓ હોવાના નાતે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે સોમનાથથી રાજકોટ સુધીના ભાજપ પ્રમુખની આ રેલીમાં જે જગ્યાએ મંજુરી હોય અને વધુ લોકો એકઠા થયા હોય તેવા કિસ્સામાં ગુન્હો દાખલ કરવો જોઈએ અને જયાં મંજુરી ના લીધેલી હોય ત્યાં પણ લોકો એકઠા થયા હોય તેમની સામે પણ ગુન્હો દાખલ થવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. આમ પ્રજા માટે મોઢે માસ્ક ના હોય અથવા મંજુરીથી વધુ માણસો વધુ એકઠા થયા હોય એવા કિસ્સામાં ગુન્હાઓ કરવામાં આવે છે તો ભાજપના નેતાઓ ઉપર કેમ નહીં ?

રાજકોટમાં દુધસાગર રોડ ઉપરનો પુલ ખુલ્લો મુકતી વખતે ૧૦-૧૫ લોકો એકઠા થયા હતા તે પણ વટેમાર્ગુઓ હતા. આગેવાન તો ફકત ૪ જ વ્યકિત હતા તો પણ અમારા ઉપર ગુન્હો દાખલ થાય તો આ ભાજપના હોદેદારો ઉપર કેમ નહીં ? તેમના ઉપર ગુન્હો દાખલ કરવા તથા સોમનાથથી રાજકોટ સુધીના તમામ જગ્યાના વિડીયો રેકોર્ડિંગ, કલીપીંગ, ન્યુઝ મીડિયાના રેકોર્ડિંગ, સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશિત થયેલ આ આધાર પુરાવા જગજાહેર છે તેમ છતાં જો આ પુરાવા માંગવામાં આવશે તો તે આપવા તેમજ અગાઉની આવેદનરૂપે આપેલ ફરિયાદ અંગે અગાઉ આપેલ જણાવ્યા મુજબ સી.પી. અને એસ.પી. સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા અંગે જણાવેલ પરંતુ આજદિન સુધીમાં આપ તરફથી લેખિત, મૌખિક, મીડિયા દ્વારા કોઈ જ પ્રત્યુતર મળેલ નથી તો આ આવેદનથી અમો અત્યારે આપની સમક્ષ આ અંગેનો પ્રત્યુતર લેખિતમાં માંગીએ છીએ અને યોગ્ય જવાબ નહીં મળે તો ગાંધી ચિંઘ્યા માર્ગે પર ઉપવાસ/ ધરણા ઉપર બેસવું પડશે તેવી પદાધિકારીઓએ સરકાર સમક્ષ માંગ કરી લેખિતમાં જવાબ નહીં મળે તો ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.