Abtak Media Google News

સરકાર સાથેની બેઠક: બેરોજગાર આંદોલનને દબાવી દેવાનું કાવતરૂ

સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને આ બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર સાથે મંત્રણા કરવા જવાના હતા પરંતુ અંતિમ સમયમાં પ્રવિણ રામે સરકાર સાથે મંત્રણા કરવાનું ટાળ્યું ત્યારે વિવાદ વધુ વધારે વકર્યો હતો અને આ બાબતે સફળ આંદોલનકારી પ્રવિણ રામ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બેરોજગાર યુવાનોને ન્યાય મળે અને કોઈ પણ વર્ગને નુકશાનના થાય એ માટે હું સમિતિ સાથે હતો. પરંતુ સરકાર સમક્ષ ની સમિતિની અમુક

માંગણી સાથે હું સહમત નહોતો કારણકે એ માંગણીઓ ફરીથી ગુજરાતમાં વિવાદ ઉભો કરે એવી શક્યતાઓ હતી અને ગુજરાતમાં ફરીથી વિવાદ ઊભો થાય તો તમામ ભરતીઓ ફરીથી અટકી પડે અને ભરતીઓ અટકી પડે તો ગુજરાતના યુવાનોને મોટાપાયે નુકશાન થાય.

તેમજ આજની બેઠકમાં કોઈ નિર્ણયના આવતા તેમજ જાણી જોઈને આવી માંગણી રખાતા કે જે માંગણી વિવાદ ઊભો કરે એ વાતને ધ્યાનમાં લઈને અનેક બેરોજગાર યુવાનોને પૂછતા જણાવ્યું હતું કે, આ બરોજગારીના આંદોલનને તોડવાનો કારશો ગોઠવાય રહ્યો હોઇ એવું લાગી રહ્યું છે ત્યારે આ બાબતે આંદોલનકારી પ્રવિણ રામને પૂછતા તેમણે જણાવ્યું કે, બેરોજગાર યુવાનોને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી, ટૂંક સમયમાં ખાલી ચર્ચા નહીં પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં બેરોજગાર યુવાનોના હિત માટે હું પોતે રસ્તાઓ ઉપર ઊતરીશ અને કોઈને પણ અન્યાય ના થાય એ રીતે બેરોજગાર યુવાનો માટે ઉગ્ર આંદોલન કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.