Abtak Media Google News

ફેડરેશન મોઢ વણિક સમાજ-મુંબઇ દ્વારા જ્ઞાતિજનોને કોવિડ સહાય આપવાનો મહત્વનો નિર્ણય

ફેડરેશન મોઢ વણિક સમાજ-મુંબઇ દ્વારા સમગ્ર ભારત દેશનાં કોઇપણ મોઢ વણિક જ્ઞાતિજનોને કોરના પોઝીટીવ આવેલ હોય તેને સહાય કરવા ફેડરેશન મોઢ વણિક સમાજ-મુંબઇના પ્રમુખ અરૂણભાઇ મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા (વેલસેટ ગૃપ) ટ્રસ્ટી વિનોદભાઇ અંબાણી (રીલાયન્સ) સહિત ટ્રસ્ટી મંડળમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે વૈશ્ર્વિક મોઢ પરિવાર તંત્રી મુકેશભાઇ પરીખ-મો.૯૩૨૦૧૦૩૮૨૧ વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે.

આ નંબર પર દર્દીને તેનું નામ, આધાર કાર્ડની બંને સાઇડની કોપી, કોરોના પોઝીટીવ રીપોર્ટની ઝેરોક્ષ, બેંકમાં પૈસા જમા કરાવવા બેંકની એકાઉન્ટ નંબર ડીટેલ, મંડળનું નામ, ગામ, મોબાઇલ નંબર તેમજ ઇ-મેલ આઇ.ડી. લખી મોકલવાની રહેશે. આ બાબત અન્ય કોઇ વિગત જાણવા માટે દિવ્યકાન્તભાઇ વોરા મો.૮૯૯૯ ૫૪૧૩૨૫, હિતેશભાઇ દોશી મો.૯૦૨૨૦૩૮૫૬૨ ઉપર મોબાઇલ કોલ કરી મેસેજ જાણી શકાશે.

તા.૧૫-૪-૨૧ થી ૧૫-૬-૨૧ આરટીપીસીઆર (કોવિડ) રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોય તેમણે તા.૧૬-૬-૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે. ફેડરેશન મોઢ વણિક સમાજ તેને જ સહાય આપશે. આ માટે મુંબઇના કમિટિ મેમ્બર હર્ષવદનભાઇ પરીખ-મો.૯૮૨ ૦૦૭૯૪૨૪, યોગેશભાઇ શાહ મો.૯૮૨૦૨૬૨૯૩૨, નવીન ભાઇ ગાંધી-મો.૯૩૨૩ ૮૪૪૯ ૪૦, ગુજરાત કમિટિ મેમ્બર અમદાવાદના ગીરીશભાઇ શેઠ-મો.૯૯૭૯૮૫૨૦૩૧, ચીમન ભાઇ શાહ (વટવાવાળા) મો.૯૩૨ ૮૦૦૬૨૬૨, પરમાનંદભાઇ શાહ (ગણેશ મસાલાવાળા)-મો.૯૮૨ ૪૦૮૧૯૧૮, પુરુષોત્તમભાઇ વડોદરીયા (મધુર હોલ-ગૃહપતિ) મો.૯૩૨૭૦૦૦૧૪૫, સુરેન્દ્રનગરના રશ્મીભાઇ મહેતા (મહેતા જ્વેલર્સ)-મો.૯૬૬ ૨૦૩૧૭૨૬, રાજકોટનાં અશ્ર્વિનભાઇ પટેલ (ગીતા એન્જી.કોર્પો) મો.૯૮૨૫૧ ૯૫૯૫૫ના કમીટી મેમ્બર આ કાર્યને વેગ આપવામાં સક્રિય કાર્ય કરી રહ્યાં છે.

ગત વર્ષ એપ્રિલ-૨૦૨૦માં ફેડરેશન મોઢ વણિક સમાજ-મુંબઇ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત અનાજ સહાય માટે ૫૦૦ ફેમિલીને પ્રત્યેક ફેમીલી દીઠ રૂપિયા ૧૫૦૦ની સીધી તેમનાં બેંક ખાતામાં જમા કરાવવામાં આવેલ. આ વખતે કોવિડ સહાયની ૨૧૦ અરજી મળેલ. તેમાંથી ૧૯૯ અરજી સ્વીકારીને તેમના ખાતામાં ડાયરેક્ટર જમા કરાવવામાં આવેલ છે. દાતાઓએ દાનની સરવાણી વહાવી છે તે બદલ સંસ્થા બધા દાતાઓને આભારની લાગણી વ્યક્ત કરે છે.

ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા કોવિડની મહામારીમાં અસર થયેલાં આપણાં મોઢ જ્ઞાતિ બંધુને વધુ સહાય કરી શકીએ તે માટે આપનું અનુદાન સ્વીકારવામાં આવે છે જે ઇન્કમટેક્સ કલમ ૮૦- જી તમોને બાદ મળશે. બીનીફીશીયરીનું નામ “ફેડરેશન મોઢ વણિક સમાજ” એક્ષીસ બેંક એકા. નં.૯૧૫૦૩૦૦૪૬૫૪૦૫૬૨ આઇએફસીએસ કોડ-યુટીઆઇબી ૦૦૦૦૬૪ વિલેપાર્લે (વેસ્ટ) બ્રાંચ મુંબઇ છે. પૈસા જમા કર્યા બાદ વોટ્સએપથી હિતેષભાઇ દોશી મો.૯૦૨૨૦૩૮૫૬૨ને જાણ કરવા સમાજની યાદીમાં જણાવાયું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.