Abtak Media Google News

લગ્નપ્રસંગે ડી.જે. તથા ફટાકડા પર થતો અતિરેક ખર્ચ પર મુકાશે પૂર્ણવિરામ: ઠાકોર સમાજ દ્વારા લેવાયો નિર્ણય

૨૧મી સદીમાં જયારે વિશ્વ આખું મહિલાઓને એક આગવું સ્થાન આપી રહ્યું છે અને જયારે મહિલા પુરુષ સમોવડી બની છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ગામ ખાતે ઠાકોર સમાજ દ્વારા એક આશ્ચ્ર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે કુંવારી ક્ધયા મોબાઈલનો ઉપયોગ કરતાં નજરે પડશે તો તેને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દાંતીવાડા ખાતે ઠાકોર સમાજની બેઠક જલોલ ગામ ખાતે યોજાઈ હતી. જેમાં આ એક વિશેષ નિર્ણય સમાજ માટે લેવામાં આવ્યો હતો.

ઠાકોર સમાજ દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કોઈ પણ કુવારી ક્ધયાને મોબાઈલ ફોન આપવામાં નહીં આવે અને જો તે ક્ધયા નિયમ ભંગ કરતી નજરે પડશે તો ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયનો ઉલ્લંઘન કરવામાં આવશે અને તે ગુનો પણ ગણાશે જેથી ગુના પેટે દંડની રકમ જે દોઢ લાખ રૂપિયા નકકી કરવામાં આવી છે તે ક્ધયાનાં પિતા પાસેથી વસુલ કરવામાં આવશે. સાથોસાથ ઠાકોર સમાજ દ્વારા એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે લગ્નપ્રસંગ સમયે જે ડી.જે. પ્રથા, ફટાકડાનો વધારાનો ખર્ચ કરવામાં આવે છે તેનાં પર રોક મુકવામાં આવશે.

હાલ જિલ્લા પંચાયતનાં સભ્ય જેન્તીભાઈ ઠાકોરે આ અંગે જણાવતાં કહ્યું હતું કે, મીટીંગનાં ૧૦ દિવસ બાદ સમગ્ર સમાજનાં લોકોને એકત્રિત કરી આ અંગેની વાત રજુ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે કોઈ ઠાકોર ક્ધયા તેમનાં માતા-પિતાની મંજુરી વગર લગ્નગ્રંથીથી જોડાશે તો તે પણ એક ગુનો જ માનવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાનાં કોટડા, ગાગુડા, ઓડવા, હરીયાવાળા, મારપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાંડોલ, રતનપુર, દનાડી અને વેલાવાસ ગામમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવામાં આવશે.

કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ દ્વારા જે લગ્નપ્રસંગ દરમિયાન અતિરેક ખર્ચ કરવા પર જે રોક મુકવામાં આવી છે તે નિર્ણય આવકારદાયક છે પરંતુ સમાજ દ્વારા જે કુવારી ક્ધયાઓને મોબાઈલ વપરાશ પર જે પ્રતિબંધ મુકવાની વાત કરી છે તે યોગ્ય નથી પરંતુ જો તેનાં બદલે પુરુષોને આ નિર્ણયમાં આવરી લેવામાં આવે તો તે નિર્ણય યોગ્ય માની શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.