Abtak Media Google News

અબતક, રાજકોટ

‘અબતક’ નો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’માં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, તજજ્ઞો, રાજકીય નેતાઓ ધાર્મિક વડાઓ, સંતો-મહંતો, સામાજીક કાર્યકરો વગેરે સાથેનો વાર્તાલાપ અને તેના વિચારો રજુ કરવામાં આવે છે. ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ઇશુદાનભાઇ ગઢવી સાથેની મુલાકાત ‘અબતક’ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામાં આવી હતી જેમાં ‘આપ’ અને તેની વિચાર સરણી ઉપરાંત સંગઠન વગેરે વિષયક વાતો ને વણી લેવામાં આવી હતી. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજુ કરવામાં આવ્યો છે.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં ‘આપ’ને 100 થી વધુ બેઠકોનો આશાવાદ: ઇશુદાન ગઢવી

પ્રશ્ર્ન:- સૌરાષ્ટ્ર યુનિ. ના રાજકારણમાં ‘આપ’ જંપલાવી રહ્યું છે?

જવાબ:– સૌરાષ્ટ્ર યુનિ. એ એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. સેનેટની ચૂંટણીમાં પણ હિન્દી-ચીની ભાય-ભાય જેવી સ્થીતી જોવા મળે છે, શિક્ષણ કથડી રહ્યું છે. એ-ગ્રેડ ધરાવતી સૌ. યુનિ. તંત્રના અણધડ વહિવટ વ્યવસ્થા વગેરેને કારણે ‘બી’ માં પહોંચી ગઇ છે.

અને શિક્ષણ ક્ષેત્રને ભ્રષ્ટાચાર મૂકત કરવા ‘આપ’ યુનિ.ની ચૂંટણીમાં જંપલાવશે અને વિદ્યાર્થીઓ કે જે મતદાર યાદીમાં નામ નથી આવા વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ જોડવા પ્રયાસો કરશે અને તળીયે પહોંચેલી સૌ. યુનિ. ને ફરી એ અથવા એ પ્લસ ગ્રેડ મળે અને તમામ પ્રકારે પારદર્શક વહિવટ બને તેવા પુરા પ્રયાસો કરાશે.

પ્રશ્ર્ન:-  ‘આપ’ પણ જ્ઞાતિ વાદ તરફ ઢળી રહી છે?

જવાબ:- આમ આદમી પાર્ટી જ્ઞાતિ-જાતિ કે ધર્મ આધારીત નથી. આ પાર્ટી અઢારે વરણને સાથે રાખી તેને વિશ્ર્વાસમાં લઇ અને કામ કરનારી પાર્ટી છે. જેથી હાલ ભાજપ સામે લડવાનો એક જ વિકલ્પ છે જે આમ આદમી પાર્ટી જેને લોકો સ્વીકારશે ત્યારે ભાજપ-કોંગ્રેસ વગેરે ભૂલી જશે.

પ્રશ્ર્ન:- તાજેતરમાં આપના જિલ્લા પ્રભારીઓ પ્રમુખો વગેરે બદલાયા તેમાં જ્ઞાતિવાદ નથી?

જવાબ:- આ એક ઓફ ડયુટી નો ભાગ છે જેમાં કોઇ જ્ઞાતિવાદ જોડાયો હોય તેવું મને લાગતું નથી.જેમાં આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા, મહિલાઓની સુરક્ષા, નોકરી, ટેકસનો સદઉપયોગ વગેરે માટે આપ 2022 માં સરકાર બનાવી પ્રજાના આશિર્વાદ લેશે.

પ્રશ્ર્ન:- ‘આપ’ વિકાસની વાત કરશે કે નારાજગીની ?

જવાબ:- ભાજપ માટે ગુજરાત રાજકારણની ટેસ્ટીંગ લેબ છે જેમાં મુખ્યમંત્રી સહિતના હોદેદારોને છાશવારે બદલવામાં આવે છે જેથી લોકોના કામોમાં વિલંબ થાય અથવા તો ટલ્લે ચડે છે. જયારે ‘આપ’ માં મતની કિંમત જીવનનો સર્વાગી વિકાસ વિજળીમાં રાહત વગેરે જેવા મુદ્દાઓ લઇને રાજયમાં ઉભરી આવેલી પાર્ટી છે.

પ્રશ્ર્ન:- સ્થાનિક લેવલે ‘આપ’  નું સંગઠન કેમ મજબુત નથી ?

જવાબ:- આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફેબ્રુઆરીથી લાઇટમાં આવી અને અમારે સંગઠન વધુ મજબુત બનાવવું છે પરંતુ સારા વ્યકિતનું ‘આપ’ હમેશા પ્રજાના હિત માટે કામ કરે છે અને કરશે આગામી 4 થી પ માસમાં 18ર વિધાનસભા સીટ પર ‘આપ’ ના ઉમેદવારોનું સંગઠન મજબુત થશે.

પ્રશ્ર્ન:- ‘આપ’ ઉપર ભાજપનું બી ટીમનું લેબલ છે જે તમે કાઢી શકશો?

જવાબ:- ભાજપની બી ટીમ શું કામ? કેન્દ્રમાં ભાજપની તમામ સતા છતાં દિલ્હીમાંથી તે ‘આપ’ એ છીનવી લીધી. ભાજપને ખબર પડી કે પંજાબમાં પણ ‘આપ’  આવી રહ્યું છે જેથી તેને ગઠબંધન કરવાની ફરજ પડી, બી ટીમ તો કોંગ્રેસ છે કારણ કે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસના 56 ધારાસભ્યો ભાજપમાં ગયા. જયારે ‘આપ’ ના ર7 કોર્પોરેટરો કે જેને રૂ. 3 કરોડની ઓફર કરી હોવા છતાં એક પણ કોર્પોરેટરે તે સ્વીકારી નહી અને આપના ઘણા કોર્પોરેટરો તો ભાડાના મકાનમાં રહેતા હોવા છતાં જમીર વેચ્યું નથી.

રાજકારણમાંથી ગંદકી દુર કરવા ઝાળુ અપનાવો અને 2022ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાફ થઇ જશે.

પ્રશ્ર્ન:- રાજકારણમાં પૈસા વગર ચૂંટણી લડી શકાતી નથી ‘આપ’ આ વ્યવસ્થાને પહોંચી વળશે?

જવાબ:- ‘આપ’ ભ્રષ્ટાચાર મૂકત અને ક્રાંતિની પાર્ટી છે. અને ગાંધીનગરમાં તાજેતરમાં પૈસા વગર ચૂંટણી લડી જેમાં ર6 ટકા લોકોએ આપને મત આપ્યા. અને ચૂંટણીમાં પૈસાની રેલમ છેલ ભ્રષ્ટાચારીઓ કરી શકે ‘આપ’ તો ભ્રષ્ટાચાર મૂકત પાર્ટી છે.

પ્રશ્ર્ન:- દિલ્હીનું રોલ મોડેલ ગુજરાતમાં કયાં સુધી ચાલશે ?

જવાબ:- ગુજરાતનું રોલ મોડેલ જુદુ હશે ‘આપ’ને તક મળશે તો ગુજરાત, અમેરીકા- કેનેડા બનશે. દિલ્હીની વાત કરીએ તો ત્યાં 6007 બેડની હોિસ્5િટલ બને છે. 400 કરોડનો બ્રીજ માત્ર 280 કરોડમાં બનાવ્યો, મહિલાઓને બસની મુસાફરી ફ્રી તેમજ અકસ્માતનો ભોગ બનેલાને મફત સારવાર ઉપરાંત હોસ્પિટલ પહોચાડનાર ને રૂ. પ હજારનો પુરસ્કાર વગેરે વ્યવસ્થા છે.

પ્રશ્ર્ન:- મહામંથન બાદ રાજકાર કેવું લાગ્યું ?

જવાબ:- તે મારી લકઝરી લાઇફ હતી ગુજરાતની પ્રજાએ મારા પર મૂકેલો વિશ્ર્વાસ અને ગાંધીજીની વિચારધારાને મે અમલમાં મુકી છે. ‘આપ’ ભાજપની સાથે ગુજરાતને પણ બદલશે.

પ્રશ્ર્ન:- પેજ પ્રમુખ ભાજપની વિચારધારા સાથે તમે પણ ચાલો છો ?

જવાબ:- સંગઠન હોવું જોઇએ તેમ હું માનું છું ભાજપ પાસે સંગઠન મજબુત છે જયારે કોંગ્રેસ પાસે એ નથી…

પ્રશ્ર્ન:- ઇસુભાઇ આવે તો ‘આપ’ દેખાય છે?

જવાબ:– એ વાત સાચી છે કે રાજયમાં પાંચ છ વ્યકિતઓ પર મદાર રહ્યો છે. એમ લોકો કહે છુે પરંતુ અમે મહેનત કરીએ છીએ અને ક્રાંતિ લાવી ને જ જંપીશું.

પ્રશ્ર્ન:– આગામી વિધાનસભામાં ‘આપ’ની કેટલી સીટ આવશે ?

જવાબ:- આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં 18ર સીટ પર ચૂંટણી લડશે. જો કે ભાજપ-કોંગ્રેસથી લોકો થાકી ગયા છે. જેથી 100 થી વધુ બેઠકો એટલે કે સઁપૂર્ણ બહુમતિથી ‘આપ’ ચૂંટાશે અને સાથે સાથે 2023 માં ગુજરાતના મોટાભાગના લોકો આપમાં જોડાશે તેવી શ્રઘ્ધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.