Abtak Media Google News

ડો.બી.આર. આંબેડકર પણ સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવાના હિમાયતી!! 

સમગ્ર વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષા જે ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલી છે. જે સંસ્કૃત ભાષા એકસમયે ભારતવર્ષની જનભાષા હતી. જે ભાષા વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા છે અને જે સંસ્કૃત ભાષા પરથી અંગ્રેજી સહિતની ભાષાઓનું નિર્માણ થયું છે તેવી સમૃદ્ધ અને વિશાળ શબ્દ ભંડોળ ધરાવતી વૈભવી ભાષાને આપણે હવે ભૂલતાં જઈરહ્યા છીએ તે વાસ્તવિકતા છે. આજના સમયમાં સંસ્કૃત ભાષા ફક્ત કર્મકાંડની ભાષા બનીને સીમિત થઈ ગઈ છે. ફક્ત વિધિઓ માટે આ ભાષા હવે મર્યાદિત થઈ ગઈ છે પરંતુ આ વૈભવી ભાષાની સમૃદ્ધિને કદાચ આપણે જાણતા નથી. સંસ્કૃત જ એક માત્ર એવી ભાષા છે કે, જે વસુધૈવ કુટુમ્બકમ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) તેવું સૂત્ર આપ્યું છે. સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જેણે ઈશ્વર પાસે સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામયા (વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાય) તેવી માંગણી કરતું સૂત્ર આપ્યું છે. ફક્ત પ્રાચીન ભાષાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ભાષાની દ્રષ્ટિએ પણ સંસ્કૃત એટલું જ મહત્વપૂર્ણ છે અને જ્યારે ટોકિંગ કમ્પ્યુટર બનાવવાનો સમય આવશે ત્યારે સમગ્ર વિશ્વમાં ફક્ત સંસ્કૃત ભાષાના ઉપયોગથી જ આ કમ્પ્યુટર બનાવી શકાશે અને તે દિવસે ફક્ત ભારતીયો જ નહીં સમગ્ર વિશ્વના લોકોએ સંસ્કૃત ભાષાનું જ્ઞાન લેવું જ પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આજે આપણે જે રીતે વિશ્વ સાથે તાલમેલ મેળવવા માટે અંગ્રેજી ભાષા શીખવાનો આગ્રહ રાખીએ છીએ તેવી જ રીતે એક સમયે વિશ્વએ તાલમેલ મેળવવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવું જ પડશે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજે પણ તેમના એક સંબોધનમાં કહ્યું હતું કે, જ્યારે ટોકિંગ કમ્પ્યુટર બનાવવાનો સમય આવશે ત્યારે શબ્દ અને વ્યાકરણની સાથોસાથ ઉચ્ચારણમાં પણ શ્રેષ્ઠ હોય તેવી ભાષાની જરૂર પડશે અને ત્યારે સમગ્ર વિશ્વએ સંસ્કૃત ભાષાની ભવ્યતાને સ્વીકારવી પડશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેએ એક સંબોધનમાં કહ્યું છે કે, ભીમરાવ આંબેડકરએ સંસ્કૃતને દેશની સત્તાવાર ભાષા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.  ખરેખર તે રાજકીય અને સામાજિક મુદ્દાઓને ખૂબ સારી રીતે સમજી શકતા હતા અને લોકોને શું જોઈએ છે તેને પણ જાણતા હતા જેને ધ્યાને રાખીને જ તેમણે સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો. પૂર્વ વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને વર્ષ 2012માં સ્વામી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.તે સમયે સ્વ. સુષ્મા સ્વરાજના ઉદબોધનમાં સંસ્કૃત ભાષા કેન્દ્રમાં હતું. તેમણે કહ્યું હતું કે, સંસ્કૃત વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા છે જેનું મને ગૌરવ છે. તેમણે આ વાત તે સમયે મૂકી હતી કે, વિશ્વને જ્યારે ટોકિંગ કમ્પ્યુટર બનાવવાની આવશ્યકતા થશે ત્યારે કમ્પ્યુટર એકમાત્ર સંસ્કૃત ભાષાથી જ ઓપરેટ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. તેમણે કહ્યું હતું કે, હાલ અંગ્રેજી ભાષાનો ઉપયોગ વિશ્વ સાથે તાલમેલ મેળવવા માટે થાય છે પરંતુ ટોકિંગ કમ્પ્યુટરમાં ઉપયોગ માટે અંગેજી ભાષા અયોગ્ય છે. અંગેજી ભાષામાં ગઘનું ઉચ્ચારણ અને ઊંગઘઠ બન્નેનું ઉચ્ચારણ એક સમાન છે ત્યારે કમ્પ્યુટર શું સમજશે ?

અંગેજી ભાષના અનેક શબ્દોના ઉચ્ચારણ સમાન હોય છે, અનેક શબ્દો સાઈલન્ટ હોય છે ત્યારે અંગેજી ભાષા ટોકિંગ કમ્પ્યુટર માટે મૂંઝવણથી ભરેલું છે. જ્યાં બીજી બાજુ સંસ્કૃત ભાષામાં જે બોલાય છે તે જ લખાય છે. સંસ્કૃતમાં રસ્વાઈ અને દીર્ઘાઈના ઉચ્ચારમાં પણ તફાવત છે. સંસ્કૃતમાં શબ્દોનો આકાર-ભંડાર છે. તેમણે રામાયણનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, જ્યારે ભગવાન રામ રાવણ પર વિજય પ્રાપ્ત કરવા જતા હતા ત્યારે તેમણે ભગવાન શિવની આરાધના એક સ્તુતિ મારફત કરી હતી. જે સ્તુતિનો રામચરિત માનસમાં રુદ્રાષ્ટકમ તરીકે સમાવેશ કરાયો છે. તે જ સમયે રાવણે પણ ભગવાન શિવની આરાધના એક સ્તુતિ મારફત કરી હતી જેનું નામ શિવ તાંડવ સ્રોતમ આપવામાં આવ્યું હતું. આ બન્ને સ્તુતિનો ઉચ્ચાર સાંભળતા કોઈ નાનું બાળક પણ કહી શકે કે, કંઈ સ્તુતિ ભગવાન રામે કરી હશે અને કંઈ સ્તુતિ રાવણની છે. બંને સ્તુતિના ઉચ્ચારમાં ખૂબ મોટો તફાવત છે. તેમણે વધુ એક ઉદાહરણ આપી સંસ્કૃત ભાષાની ભવ્યતા સમજાવતા કહ્યું હતું કે, રાજા ભોજના સમયમાં સંસ્કૃત જ આપણી જનભાષા હતી. તે સમયમાં રાજા ભોજ પ્રજાની સ્થિતિ જાણવા માટે પરિભ્રમણમાં નીકળ્યા હતા. તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, સામેથી એક વ્યક્તિ લાકડાનો બોજો માથા પર લઈને પરસેવે રેબ-ઝેબ ચાલ્યો આવતો હતો. રાજા ભોજે તેને પૂછ્યું, ક્ધિતે ભારમ બાધતી જેનો મતલબ છે કે, શું આ લાકડાના બોજાનો ભાર તને કાષ્ટ આપી રહ્યું છે? તેનો જવાબ આપતા તે વ્યક્તિએ કહ્યું હતું કે, ભારમ ન બોધતી રાજન, યથા બાધતી બાધતે જેનો મતલબ એવો છે કે, ’લાકડાનો ભાર પીડા નથી આપતું રાજન પરંતુ તમારા શબ્દો પીડા આપી રહ્યા છે’. તેનું કારણ એવું છે કે, સંસ્કૃતમાં કુલ બે ધાતુઓનો ઉપયોગ થાય છે જેમાં પરસ્મૈંપદી અને આત્મપદીનો સમાવેશ થાય છે. રાજાએ ખોટી ધાતુનો ઉપયોગ કરતા આવો જવાબ મળ્યો હતો.

સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું હતું કે, આજે લોકોની સૌથી મોટી અજ્ઞાનતા એ છે કે, જ્યારે તેઓ કહે છે, સંસ્કૃત આપણી જનભાષા ન બની શકે. આ અજ્ઞાનતાને દૂર કરવાની ખૂબ જરૂરિયાત છે.  મુખ્ય ન્યાયમૂર્તિએ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીમાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે, પ્રાચીન ભારતીય ગ્રંથ ન્યાયશાસ્ત્રએ  એરીસ્ટોટલ અને પર્સિયનના તર્કશાસ્ત્રથી ઓછું નથી. આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા.ડો. આંબેડકરની તેમની 130મી જન્મજયંતિ નિમિત્તે યાદ કરતાં બોબડેએ કહ્યું કે, આજે સવારે મને ઉતાવળ થઈ હતી કે મારે ભાષણ કઈ ભાષામાં આપવું જોઈએ. ડો. આંબેડકરની જન્મ જયંતિ નિમિતે હું જે ભાષાનો ઉપયોગ મારા કાર્ય સમયમાં કરું છું તેમાં ભાષણ આપું કે ભાષાના સંઘર્ષમાં ઉતરી એક સમયની જનભાષામાં ઉદબોધન કરું.તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પાસે આવી ઘણી અરજીઓ છે કે, જેમાં સવાલ કરાયો છે, નીચલી અદાલતોની ભાષા શું હોવી જોઈએ? હાલ સુધી સંસ્કૃત ભાષાની અવગણના થતી આવી છે. ડો.આંબેડકરને આ બાબતની અગાઉથી જ ખબર હતી જેના કારણે જ તેમણે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આંબેડકરનો મત હતો કે, ઉત્તર ભારતમાં તમિલ સ્વીકાર્ય નહીં હોય અમે તેવી જ રીતે દક્ષિણ ભારતમાં હિન્દીનો સ્વીકાર નહીં થાય પરંતુ, ઉત્તર અને દક્ષિણમાં સંસ્કૃતમાં વિરોધ થવાની સંભાવના શૂન્ય છે, તેથી તેમણે સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો.

સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવાનો ડો. આંબેડકરનો મત

બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરે એક સમયે ભારતની વિવિધતા અને ભાષાભેદને ધ્યાને રાખીને સંસ્કૃતને રાષ્ટ્રિય ભાષા બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો. તેઓ અગાઉથી જાણતા હતા કે, ઉત્તરના લોકો તમિલ ભાષાને ક્યારેય નહીં સ્વીકારે જ્યારે હિન્દી ભાષાનો દક્ષિણમાં સ્વીકાર નહીં કરાય તેથી ભારતની રાષ્ટ્રીય ભાષા સંસ્કૃત જ હોવી જોઈએ તેવું ડો.આંબેડકરનું માનવું હતું. તેમણે આ પ્રસ્તાવ પણ મુક્યો હતો પણ તેને મંજૂરી અપાઈ નહીં.

ટોકિંગ કમ્પ્યુટર બનાવવા સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરવો પડશે : સુષ્મા સ્વરાજ

પૂર્વ વિદેશ પ્રધાન સ્વ. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, જ્યારે વિશ્વ ટોકિંગ કમ્પ્યુટર બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે આખા વિશ્વના નિષ્ણાતોએ ભારત પાસે આવીને સંસ્કૃત ભાષાના વિદ્વાનોની માંગણી કરવી જ પડશે. અંગ્રેજી ભાષામાં અનેક શબ્દોનો ઉચ્ચાર સમાન છે, અનેક શબ્દો સાઈલન્ટ છે પરંતુ આ તફાવત અવિવેકી કમ્પ્યુટર નહીં સમજી શકે જ્યારે સંસ્કૃતમાં દરેક શબ્દોનો અલગ મતલબ અને ઉચ્ચાર હોય છે જેથી ટોકિંગ કમ્પ્યુટર બનાવવા માટે એકમાત્ર ભાષાનો ઉપયોગ કરી શકાશે જે સંસ્કૃત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.