Abtak Media Google News

મુખ્યમંત્રી સાથે ગુજરાતના મુખ્ય ધર્મગુરુઓની બેઠક ઓનાલાઇન ઝુમ પર બોલાવવામાં આવી હતી. જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય  વ્રજરાજકુમારજી મહોદય ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને પૂજ્યએ આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આટલા સૂચનો આપ્યા હતા.

પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય એ કોરોના ના મહામારી વચ્ચે વિજયભાઈ રૂપાણીજી તેમજ નીતિનભાઈ પટેલ ની કામગીરીને બિરદાવી હતી સાથે – સાથે જણાવ્યું હતું કે દરેક ધર્મ સંપ્રદાયના વડાઓનું પ્રાથમિક કર્તવ્ય એ સરકારને સહયોગ આપવાનું છે.

પૂજ્ય  વ્રજરાજકુમારજી મહોદય દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૃજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા તેમજ સાથે સંલગ્ન અન્ય પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ના કોલોબ્રેશનના માધ્યમથી 250 બેડ કોવિડ કેર સેન્ટર માટે સમર્પિત કરવામાં આવશે. પૂજ્યએ સૂચન આપ્યું હતું કે દરેક ધર્મ સંપ્રદાય તેમજ અનુયાયીઓ પાસે ઘણા બધા અતિથિ ભવનો છે. એ અતિથિ ભવનોને કોરોના ના પેશન્ટની પ્રાથમિક સારવાર માટે રાહત દરે આપવા જોઈએ. કારણ કે અત્યારે હાલની સ્થિતિમાં હોસ્પિટલમાં પણ અતિશય પેશન્ટોની સંખ્યા છે. તેવા સમયે આ અતિથિ ભવનો દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતા હોય તો સરકારને ઘણો મોટો સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે.

સામાન્ય સ્થિતિમાં ઓક્સિજનનું લેવલ 95 થી ઘટે ત્યારે લોકો હોસ્પિટલમાં દાખલ થવા માંગતા હોય છે, જે લોકોને ફક્ત 5 કે 10 લીટર ઓક્સિજનની આવશ્યકતા હોય એવા લોકો માટે ઘુ મશીન બેંક એ ઉપલબ્ધ છે. જેના માધ્યમથી ઘર બેઠા ઓક્સિજન મળી શકે અને સારવાર થઈ શકે તો સરકારને સહદ્યોગ આપવા વીવાયઓ ના માધ્યમથી આવા 250 ઓકિસ બેંક મશીન 7 થી10 દિવસ માટે જરૂરિયાત મંદ લોકોને નિ:શુલ્ક આપવામાં આવશે. આમ હજારો લોકો સુધી આ મશીનો  ના માધ્યમથી પ્રાથમિક સારવાર થઈ શકશે. જેથી હોમ કવોરન્ટાઇન રહીને જ લોકોને રાહત મળી શકે. તો આ રીતે વીવાયઓ તેમજ વૃજધામ આધ્યાત્મિક સંકુલ ગાદી ના માધ્યમથી 250 બેડ કોવિડ સેન્ટર માટે અને 250 ઓકિસ બેંક મશીન સમગ્ર ગુજરાતના જે શહેરમાં વીવાયઓ ની શાખા ઉપલબ્ધ હશે ત્યાં નિ:શુલ્ક અર્પણ કરવામાં આવશે. આ રીતે જો બધા જ ધર્મ – સંપ્રદાયના ધર્મગુરુઓ પોત પોતાના અનુયાયીઓ દ્વારા ઓકિસ મશીનો નિશુલ્ક આપતા થઈ જાય તો લાખો લોકોના ઘર સુધી ઓકિસ  મશીનને પહોંચાડી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.