Abtak Media Google News

રાધાકૃષ્ણ સોસાયટીમાં કારખાનેદારની હત્યાની તપાસ સવર્ણ જ્ઞાતિના દબાણ હેઠળ થતી હોવાનો ભીમ સેનાના અગ્રણીનો આક્ષેપ

અબતક,રાજકોટ

રાધે કૃષ્ણ સુચિત સોસાયટી ખાલી કરાવવાના ચાર વર્ષથી ચાલતા વિવાદ દરમિયાન પટેલ કારખાનેદારની થયેલી હત્યાથી સમગ્ર ઘટના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડતા ગૃહ વિભાગ દ્વારા તપાસ સીઆઇડી ક્રાઇમને સોપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જેની સામે હત્યા માટે કાવતરૂ ઘડવામાં આવ્યાની કલમનો ઉમેરો થયો છે તે ભરત ઉર્ફે ભુરા સોસા વતી ભીમ સેના દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને રજૂઆત કરી પોલીસ સર્વણ જ્ઞાતિના દબાણ હેઠળ તપાસ કરતી હોવાના આક્ષેપ કરી પોલીસ દ્વારા કાવતરાની કલમનો કરાયેલો ઉમેરો તાકીદે રદ કરી સામાપક્ષે હત્યાની કોશિષનો ગુનો નોંધાવાની માગ કરી પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો દલિત સમાજ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે તેવી ભીમ સેના દ્વારા ચીમકી ઉચારવામાં આવી છે.

યુનિર્વસિટી રોડ પર આવેલી રાધે કૃષ્ણ સુચિત સોસાયટીમાં એક સપ્તાહ પૂર્વે સામસામે હુમલા અને પથ્થરમારાની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અવિનાશભાઇ ધુલેશીયાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયા બાદ પોલીસે હત્યાના કાવતરા અંગેની કલમનો ઉમેરો કરી ભરત ઉર્ફે ભુરો સોસા, મયુરસિંહ જાડેજા અને અમિત ભાણવડીયાની શોધખોળ હાથધરી છે.દરમિયાન દલિત સમાજના આગેવાન પોલીસ કમિશનર કચેરી ખાતે આવી ભીમ સેનાના આગેવાન ડી.ડી.સોલંકી સહિતના આગેવાનો દ્વારા રાધે કૃષ્ણ સોસાયટીના વિવાદ અંગે તેઓ દ્વારા પણ આ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરી સર્વણ સમાજના દબાણ હેઠળ તપાસ કરી ખોટી રીતે કાવતરાની કલમનો ઉમેરો કરી પોતાના સમાજના આગેવાન ભરત ઉર્ફે ભુરાને સંડોવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઘટનામાં પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી થશે તો જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.