Abtak Media Google News

કોઇપણ મહાપુરુષના જીવન અને કાર્યો વિષે સમજવુ હોય તો તો સૌથી પહેલા એ ધ્યાન રાખવુ આવશ્યક છે એક સામાન્ય વ્યકિતના જીવનની સાપેક્ષ મહાપુરુષના જીવનના અલગ અલગ પડાવ પર આવેલા પડકારો અને એમનો સામનો કરવા એમણે દાખવેલુ સાહસ અને હિંમત અને એમના જીવનનો અન્યો પર પડેલો પ્રભાવ.આ ઉપરાંત મહાપુરુષો કાલબાહ્ય એટલે કે સમય થી ઉપર ઉઠી બસો -ત્રણસો વર્ષ પૂર્વ અને એટલા જ એમના પછીના આગળના સમયનું વિચારતા હોય છે એ મુજબ કાર્ય કરતા હોય છે, એટલે જ એમનું જીવન કાર્ય કયારેય એમના એક જીવનમાં પુરુ થતુ નથી.

લેખક એમના વિષે પહેલી જ લાઇનમાં લખે છે ’ઇંય ૂફત રશતિિં ભહફતત ફભફમયળશભ , શક્ષયિંહહયભિીંફહ ફક્ષમ યભજ્ઞક્ષજ્ઞળશતિં ાજ્ઞહશશિંભશફક્ષ ’.એમની જે ડીગ્રીઓ છે એમાં ઇ.અ, ખ.અ, ઙવ.ઉ – કોલંબિયા યુનિવર્સિટી બાદમાં ડોકટર ઓફ સાયન્સ લંડન યુનિવર્સિટીથી ઇફિ-ફિ-ંકફૂ અર્થાત એ સમયમાં જેને બેરિસ્ટર કહેવાતા, ગ્લેન્સ ઇન્સ થી પ્રાપ્ત કરેલી.

’અમળશક્ષશતિફિંશિંજ્ઞક્ષ ફક્ષમ ઋશક્ષફક્ષભય જ્ઞર ઊફતિં ઈંક્ષમશફ ભજ્ઞળાફક્ષુ’  એમના ખ.અ વિંયતશત નો વિષય હતો. જેમાં એમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને કેવિ રિતે આર્થિક પાયમાલ કર્યુ ,એનુ અર્થશાસ્ત્રીય ભાષામા વર્ણન છે.એમના ઉ.જભ નો વિષય લંડનમાં હતો ’ ઙજ્ઞિબહયળ જ્ઞર છીાયય’ એમા પણ બ્રિટિશરોએ ભારતને કેવી રિતે લુટયુ એનુ વિશ્ર્લેષણ હતુ. આ બધુ પૃથ્થકરણ કરતા માલૂમ થાય કે ડો.આંબેડકરની ભારત ભક્તિ કેટલી તિવ્ર હશે.અહી એમની ડીગ્રી મેળવ્યાનો પુરો કાલખંડ જોતા ધ્યાનમાં આવે છે કે અર્થશાસ્ત્રની ભાષામાં એમણે ડીગ્રીઓના બ્હાને બ્રિટિશરોની પોલ ખોલી નાંખી. આઝાદીના પુરા આંદોલનમાં ત્રણ મહત્વના નેતાઓ થઇ ગયા જેમા એક દાદાભાઇ નવરોજી (1825-1917) જેમણે 1876 માં ’ઙજ્ઞદયિિું શક્ષ ઈંક્ષમશફ’ લખ્યુ. બીજા હતા રોમેશચંદ્ર દત્ત (1848-1909) જેમણે 1893 ’ઝવય યભજ્ઞક્ષજ્ઞળશભ વશતજ્ઞિિું જ્ઞર ઈંક્ષમશફ ’ લખ્યુ. ત્રીજા હતા ડો.આંબેડકર.એમા પણ પહેલા બે તો અર્થશાસ્ત્રમાં કોઇપણ પ્રકારનું પ્રશિક્ષણ પ્રાપ્ત ન હતા. ડો.આંબેડકર વિષે એવુ કહેવાય છે કે ’ ઇંય ૂફત જ્ઞક્ષય જ્ઞર વિંય ફિયિ ભફયિંલજ્ઞશિયત જ્ઞર ાજ્ઞહશશિંભશફક્ષત ૂવજ્ઞ ૂફત ફક્ષ યભજ્ઞક્ષજ્ઞળશતિં , જ્ઞિંજ્ઞ’.દાદાભાઇ નવરોજી અને રોમેશચંદ્ર દત્ત ડો.આંબેડકરની પહેલા થઇ ગયા, એમની સાથે જોડવા હોય તો 1904 માં પ્રકાશિત સખારામ ગણેશ દેઉસ્કર ની ‘દેશેર કથા’ , જે આર્થિક વિષયો પર પ્રકાશ પાડે છે. 1915 થી 1925 દરમ્યાન ડો.આંબેડકરની થિસીસો આવી. બાદમાં વિલ ડુરાંટ ની 1930 માં ’અ ભફતય રજ્ઞિ ઈંક્ષમશફ ’ છે. આ ઉપરાંત સુંદરલાલજી નામના એક વિદ્વાનની ‘ભારતમાં અંગ્રેજી રાજ ’ નામક 1929 મા બે ખંડો પ્રકાશિત થયા. આ બધા હાથની આંગળીએ ગણી શકાય એવા નિષ્ણાંતોમાં ડો.આંબેડકર એક હતા.

બીજુ એ કે એમણે એમના જીવનકાળ દરમ્યાન ‘મુકનાય’ (1920), બહિષ્કૃત ભારત (1927) , ‘જનતા’ (1930) જેનુ બાદમાં નામકરણ ‘પ્રબુદ્ધ ભારત (1956) , આમ ચાર જેટલા અખબારો પ્રકાશિત કર્યા. અહીં એક બાબતનું ધ્યાન આકર્ષિત એ કરવાનું કે સ્વામી વિવેકાનંદે પણ 1896 માં જે સાપ્તાહિક ચાલુ કરેલુ એનુ નામ ‘પ્રબુદ્ધ ભારત’ હતુ. કદાચ બંન્નેના મનમાં એક જ ભારત વસતુ હશે. હવે જો વિચાર કરિએ કે આઝાદી પૂર્વ જનઆંદોલન ઉભુ કરવા માટે અખબારી ક્ષેત્રે પ્રવેશનારા રાજનેતાઓ કેટલા? તો ડો.આંબેડકરના કાલખંડમાં માત્ર બે, ટીળકજી અને ગાંધીજી, તો આ શ્રેણીમાં ડો.આંબેડકર પત્રકારિતા ક્ષેત્રે આવતા.

ત્રીજુ કે , ડો.આંબેડકરે 1924 માં ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ , 1927 મા ‘સમાજ સમતા સંઘ’ , 1937 માં ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ ,1942 માં ‘શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન’ અને 1956 માં ‘રિપબ્લીકન પાર્ટી’ ની સ્થાપના કરી. પ્રત્યેક સંસ્થાની સ્થાપનામાં એમની સાથે જુના ઉપરાંત નવા લોકો જોડાતા ગયા, એવુ નથી કે પાંચ-છ લોકોએ મળીને પાર્ટી ચલાવી. એ એવો સમય હતો પોતાને અનુકુળ નવી સંસ્થા સ્થાપવી અને એને ચવાવવી એવી ક્ષમતા રાખનારા બે મહાન નેતાઓ થયા – એક ગાંધીજી અને બીજા ડો.આંબેડકર.

ડો.આંબેડકર કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવતા , કેટલોક સમય પ્રધાન આચાર્ય પણ રહ્યા.1925 માં એમણે દલિત છાત્રાવાસ પણ ચાલુ કર્યુ.1945 માં ‘પિપલ્સ એજ્યુકેશન સોસાયટી’ સ્થાપી, જે આજે મહારાષ્ટ્રમાં 40 શિક્ષા સંસ્થાનો ચલાવે છે. એમની મુંબઇમાં જે પહેલી કોલેજ હતી ‘સિદ્ધાર્થ’ એ ભારતની પહેલી એવી કોલેજ જેમા સ્નોકોત્તર ડીગ્રી સુધી સામાજિક વિજ્ઞાન ભણાવાતુ., આજે જયારે આ જ શાખામાં ખોટા ઇતિહાસો ઘડાઇ રહ્યા છે , ત્યારે સામાજિક વિજ્ઞાનનો આટલો વિકાસ માટેનો દ્રષ્ટીકોણ એ જ બતાવે છે કે એમના મનમા આ વિષનું ભવિષ્ય કેટલુ મહત્વનું હતુ. રાજનીતિમાં રહી શિક્ષા પ્રત્યે આટલુ ધ્યાન આપનારા એ સમયે કેટલા નેતા હતા ? – બે જ, ટીળક અને આગરકર.

ઉપર્યુકત બધા કાર્યોની યાદી કરિએ તો આ બધુ કરનારા નેતાઓ કેટલા ? તો એકમેવ ડો આંબેડકર હતા. અને એ પણ બહુ વિપરિત પરિસ્થિતીમાં. આ બધી એમની વિશેષતાઓને કારણે સમકાલીન નેતાઓમાં તે અસાધારણ વ્યક્તિ હતા.

એક મહાન નેતા પણ કેમ હતા ? તો ‘મૂકનાયક’ એમણે 1920 મા ચાલુ કર્યુ. એના પહેલા 1919 મા સાઉથબરો કમિટી સન્મુખ એમણે આવેદનપત્ર આપેલુ , ત્યારથી એમના સાર્વજનિક જીવનનો પ્રારંભ.1932 મા બધા દલીત નેતાઓની ઉપસ્થિતીમાં ગાંધીજી અને દલીત નેતાઓ વચ્ચે જે સમજુતી થઇ એને ‘પુણે પેકેટ’ નામથી ઓળખાય છે.આ આઠ દલીત નેતાઓમાં ડો.આંબેડકર એકમાત્ર એવા નેતા હતા જે માત્ર 12 વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવ્યા હતા.1942 મા એમના જીવનના 50 વર્ષની ઉજવણી પ્રસંગે દેશભરમા 70 સભાઓ થઇ જેમા બધા રાજનિતીક પાર્ટીના નેતાઓએ ભાગ લીધો. 20 વર્ષની અંદર દેશના શિર્સ્થ નેતાઓમાં એમની ગણના થવા લાગી.1951 મા દેશમાં સંવિધાન નિર્માતાની ભૂમિકામા રાષ્ટ્રના મહાનાયકના રૂપમાં એમણે સ્થાન ગ્રહણ કર્યુ.

રાજનીતિના રુપમાં એમની નિપુણતા સમજવા માટે એક ઉદાહરણ જોઇએ તો એ સમયે ગાંધીજીની વિચારધારાથી અલગ ચાલનારા કોઇ નેતાની રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ ન હતી.સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના વિરોધ છતા કોંગ્રેસ અધ્યક્ષ બનેલા અને એમણે રાજીનામુ આપવુ પડયુ.તો જવાહરલાલ નહેરુએ ચુપચાપ ગાંધીજીનું નેતૃત્વ સ્વીકારવુ પડયુ.જયારે ડો.આંબેડકર તો 1920 થી 47 દરમ્યાન ગાંધીજી સાથે વૈચારિક રિતે અસહમત હોવા છતા દેશની રાજનીતિમાં શિર્ષસ્થ સ્થાને પહોંચ્યા. વોર કેબીનેટના મંત્રીના રુપમાં પણ એમની ભૂમિકા 1943 – 45 દરમ્યાન તેઓ કેબીનેટ મંત્રી હોવાના નાતે એમના શિરે સાર્વજનિક નિર્માણ વિભાગની જવાબદારી હતી.ત્યારે એમણે દામોદર વેલી પ્રોજેકટ , હિરાકુંડ પ્રોજેકટ ,કોસી નદી પ્રોજેકટ , જેવી યોજનાઓનો પ્રારંભ કર્યો.જેને વર્તમાન સમયમાં આજે 75-80 વર્ષ પછી શિદયિ શક્ષયિંહિશક્ષસશક્ષલ કહેવામા આવે છે. એમને ખબર હતી કે મોટી યોજનાઓ એક-બે કે પાંચ વર્ષમાં પુરી થતી નથી.આથી એ સભયે જ આજની જરુરિયાતને સમજી અને એ મુજબ યોજનાઓ ઘડનારા એ દીર્ઘદ્રષ્ટા હતા.

આ ઉપરાંત આવનારી પેઢીને સ્વસ્થ રાજનીતિના પાઠ શિખવવા માટે 1956 મા રિપબ્લીકન પાર્ટીની સ્થાપના કરિ.જે પાછળનો ઉદ્દેશ્ય યુવાઓને ભારતિય સંસદીય પ્રણાલીનું જ્ઞાન આપવાનો હતો.એમના ગયા પછી 1957 સુધી આ સંસ્થા ચાલુ રહી.

એમની વિશેષતાઓ, એમની નેતૃત્વ ક્ષમતા, રાજનીતિક સુઝબુજ, દુરંદેષિતા, નવી પેઢી માટે એમની યોજનાઓ જેવા એમના રાષ્ટ્રીય ચરિત્રને અભિવ્યકત કરનારા ગુણોના કારણે જ એક સ્વાભાવિક પ્રશ્ર્ન મનમા થાય કે જો પ્રથમ વડાપ્રધાન ડો.બાબા સાહેબ આંબેડકર હોત તો ? યોજનાઓ, યુવાઓ, રાજનીતિ વગેરેની દશા અને દિશા કંઇક એ મહાપુરૂષના મહાન રાષ્ટ્રના સ્વપ્નની હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.