હર્ષ અમૃતિયા દોષિત હોઈ તો સરકાર સખ્ત કાર્યવાહી કરે, અમૃતિયાનો દિકરો કોઈ દિવસ કૌભાંડમાં ન હોઈ : કાંતિ અમૃતિયા 

કાંતિલાલે કહ્યું કે.રાજેશ અને હર્ષ અમૃતિયા વચ્ચે સબંધના કોઈ પુરાવા નથી,રાજકીય ઈશારે આ વાત ઉડાડવામાં આવી 

સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ કલેક્ટર કે.રાજેશ સામે સીબીઆઇએ હાથ ધરેલી તપાસનો રેલો અનેક રાજકારણીઓ સુધી પોહચવાની શકયતા છે .એવી પણ વાત સામે આવી હતી કે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાના કહેવાતા ભત્રીજા સાથે કે.રાજેશને ગાઢ સંબંધો હતા.આ મામલે સીબીઆઇ અધિકારીઓ પૂછપરછ માટે હર્ષ અમૃતિયા સુધી પોહચે તે પહેલા જ કાંતિ અમૃતિયાએ મોટો ખુલ્લાસો કર્યો છે. અબતક મીડિયા સાથેની વાતચીતમાં કાંતિ અમૃતિયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમૃતિયાના દિકરાએ જો ખોટું કર્યું હોય તો શા માટે પગલાં નથી લેવાતા ? પુરાવા હોઈ તો હર્ષ અમૃતિયા પર સખ્ત કાર્યવાહી કરો.કાંતિ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર અમૃતિયા અટક હોવાને કારણે રાજકીય રીતે મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
જેતપર તેમજ આસપાસના ગામમાં અમૃતિયાના આશરે 1000 મકાન,2000 ની વસ્તી 
ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અબતક મીડિયા સાથે પોતાના કહેવાતા ભત્રીજા હર્ષ અમૃતિયા અને કે.રાજેશ સાથેના સંબંધો વિષે ખુલ્લા મને વાતચીત કરી હતી.કાંતિભાઈ એ જણાવ્યું હતું કે હર્ષ અને મારી સરખી અટક હોઈ એનો મતલબ એ નથી કે હર્ષ મારો ભત્રીજો જ થતો હોય.જેતપર માં અમૃતિયા પરિવારની 2000 ની વસ્તી છે.મને રાજકીય રીતે બદનામ કરવા માટેનું આ કાવતરું છે.હર્ષ અમૃતિયા એ એ અમૃતિયા પરિવારનો છે પરંતુ મારો 7 પેઢી સુધી ભત્રીજો નથી થતો.હર્ષ અમૃતિયા ખોટા કામ કર્યા હોય તો તેના પર પગલાં જરૂરથી લેજો અને સખ્ત કાર્યવાહી કરજો.હર્ષ ખોટો હશે તો અમે કે એના પરીવાર માંથી કોઈ પણ તેને સપોર્ટ નહિ કરે.અમારા પરિવારના કોઈ પણ છોકરા કૌભાંડમાં ન હોઈ .
કાંતિ અમૃતિયાએ કહ્યું મારી સામે ચૂંટણીમાં કોઈ  લુખ્ખા હારી ગયા હોઈ તેનું આ કાવતરું 
કાંતિ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે આશરે 1000 ઘર અમૃતિયાના છે જેથી ચૂંટણીમાં મારી સામે કોઈ લુખ્ખા હારી ગયા હોય તેઓનું આ કાવતરું છે.રાજકીય રીતે મને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.તાકાતવાળા વ્યક્તિઓને બદનામ કરવા માટે કોઈને કાંઈ મળે નહીં, માટે કાંઈક ને કાંઈક નવું મારા વિરુદ્ધ ગોતતા જ હોઈ છે.હું સમજતા શીખ્યો તે દિવસથી આક્ષેપો ચાલતા જ રહે છે.આક્ષેપોથી હું કોઈ ડરતો નથી .પુરાવા હોઈ તો ચોક્કસથી સરકાર હર્ષ વિરુદ્ધ કાર્યવાહી કરે.