Abtak Media Google News

વિધાનસભા ચૂંટણી વખતે ભરતસિંહે કાર્યકરોનો વિશ્ર્વાસ વધારવા કરેલા ઉચ્ચારણો સાચા ઠરતા રાજયમાંથી સોલંકી યુગનો ફરી અસ્ત

પ્રાચીન કાળમાં ગુજરાત પ્રદેશમા મૂળરાજ સોલંકીએ દાયકાઓ પહલે સોલંકી યુગની સ્થાપના કરી હતી. આ સોલંકી યુગનો કાર્યક્રમે બજા વંશોના હુમલાઓ સામે હાર થવાથી અસ્ત થવા પામયો હતો. જે બાદ આઝાદી પછી માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અમલમાં મૂકીને રાજયમાં સોલંકી યુગની ફરી સ્થાપના કરી હતી પરંતુ સમયાંતરે આ થિયરીનો છેદ ઉડી જતા આ સોલંકી યુગનો પણ ધીમેધીમે અસ્ત તરફ જવા લાગી હતી તાજેતરની લોકસભા ચૂંટણીમાં આણંદમાં ભરતસિંહ સોલંકીને હાર મળતા સોલંકી યુગ સાવ અસ્ત થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.

નરેન્દ્ર મોદીના નામની સુનામીથી સુપડા સાફ જેવી સ્થિતિમાં મુકાય ગયેલી કોંગ્રેસને આ વખતે પણ લોકસભામાં વિપક્ષમાં બેસવા જેટલી બેઠકો પણ મળી નથી ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીનાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કરેલી અવળવાણી સાચી ઠરી છે. ભરતસિંહએ ગત વિધાનસભાની ચૂંટણીમાં જણાવ્યું હતુ કે પોતે જ આણંદની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે જીતવામાં જો કોંગ્રેસ સફળ નહી થાય તો સમજી લે જોકે ગુજરાતની ૨૬ સે ૨૬ બેઠકો ગઈ સમજજો

ભરતસિંહ સોલંકીએ પ્રચાર દરમિયાન કાર્યકરોનો વિશ્ર્વાસ વધારવા જણાવ્યું હતુ કે આણંદની બેઠક જીતવી, જરૂરી છે જો આ બેઠડક ગઈ તો ગુજરાતની ૨૬ બેઠકો હાથમાંથી ગઈ સમજી લેશો ભરતસિંહ સોલંકી આણંદની બેઠક પરથી તુવેરદાળના કિંગ એવા ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ (બકાભાઈ) સામે ચૂંટણી હારી ગયા હતા. સૌ પ્રથમવાર કોઈ ઉમેદવારની લીડ ૧.૯૭લાખનો આંકડો પાર કરી હતી.૨૦૧૪માં દિલીપ પટેલ ભરતસિંહ સોલંકી સામે ૬૩૪૨૬ મતે જીત્યા હતા. આ વખતે મિતેષ પટેલને તેનાથી ત્રણ ગણી લીડ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.