Abtak Media Google News

નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સલામતી અને ટેકનોલોજીનાં અપગ્રેડેશન માટે લેવાયું પગલું

ભારતનાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સલામતી અને ટેકનોલોજીનાં વધુ અપગ્રેડેશન માટે આગામી જાન્યુઆરી માસ સુધીમાં ઈન્ડિગો તથા ગો એરની ફલાઈટમાં  ન્યોન એન્જીન લગાવવા માટે જણાવવામાં આવ્યું છે જો ઈન્ડિયો અને ગો એર જાન્યુઆરી માસ સુધીમાં નવા એન્જીનો નહીં લગાવે તો તે તમામ પ્લેનોને ઉડાન ભરવા ઉપર મનાઈ કરવામાં આવશે. હાલ ઈન્ડિગોની ૯૮ ફલાઈટોમાં નવા એન્જીનો લગાવવામાં આવ્યા છે ત્યારે ઈન્ડિગો પાસે કુલ ૬૩૦ વિમાનનો કાફલો હોવાથી બાકી રહેતા ૫૦૦ જેટલા વિમાનોને આગામી ૩૦ જાન્યુઆરી સુધીમાં નવા એન્જીનો લગાવવા માટે જણાવાયું છે.

તબકકાવાર આયોજનનાં ભાગરૂપે ઈન્ડિયો અને ગો એર એરલાઈન્સ પોતાની પાસે રહેલા તમામ વિમાનોનું નવા જનરેશન એન્જીનથી મોડીફાઈ કરવામાં આવાની પ્રક્રિયા ગંભીરતાથી હાથ ઉપર લેવામાં આવી છે. ઈન્ડિગો અને ગો એર જેવી વિમાન કંપનીઓએ નવા એન્જીન સાથેની ફલાઈટો ઉડાવવાનું નકકી કરીને તેના અમલ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે માટે અંતિમઓપ પણ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિમાનની કંપનીઓને નવી ટેકનોલોજીનાં સ્ટેશનની હિમાયત કરવામાં આવતી હતી ત્યારે ઈન્ડિગો અને ગો એર દ્વારા જે નવા એન્જીન લગાવવા માટેની તૈયારી શરૂ કરી છે તેનાથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સલામતી જળવાશે અને ટેકનોલોજી પણ અનેકગણી અપગ્રેડ થશે.

ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ઈન્ડિગોને તેના ૨૩ એ૩૨૦ નિયો વિમાનોમાં લાગેલા પ્રેટ એન્ડ વ્હિટની (પીડબલ્યુ) એન્જિન ૧૯ નવેમ્બર સુધીમાં બદલી દેવાનો શુક્રવારે નિર્દેશ આપ્યો. એવું નહીં કરવા પર ડીજીસીએ આ વિમાનોનું સંચાલન રોકી દેશે. ડીસીજીએએ ઈન્ડિગોને આવા તમામ ૯૭ વિમાનોમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં સુધારેલા પીડબલ્યુ એન્જિન લગાવવા માટે પણ કહ્યું છે. ડીજીસીએનો આ નિર્દેશ એવા સમયમાં આવ્યો છે કે જ્યારે સપ્તાહની અંદર જ આ એરલાઈનના ચાર વિમાનોના એન્જિન ખોટવાયા હતા. ડીસીજીએએ સોમવારે ઈન્ડિગોને ૧૬ આવા એ૩૨૦ નિયો વિમાનોના પીડબલ્યુ એન્જિન ૧૨ નવેમ્બર સુધી બદલવા કહ્યું હતું, જે ૨૯૦૦ કલાકથી વધુ ઉડી ચૂક્યા છે. બાદમાં તેને જણાયું કે સાત અન્ય વિમાનોના એન્જિન પણ બદલવાની જરૂર છે. તાજેતરમાં જ ઈન્ડિગોએ એરબસને એ૩૨૦ નિયો ફેમિલીના ૩૦૦ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ ડીલ ૩૩ અબજ ડોલર (૨.૩૧ લાખ કરોડ રૂપિયા)ની છે. તેના દ્વારા કંપની માર્કેટ શેરના હિસાબે દેશની સૌથી મોટી એવિએશન કંપનીની પોઝિશનને જાળવી રાખવા ઈચ્છે છે. આ પહેલા, ઈન્ડિગોએ ૨૦૦૫થી ૨૦૧૫ની વચ્ચે ત્રણ અલગ-અલગ તબક્કામાં ૫૩૦ એરબસ વિમાનોનો ઓર્ડર આપ્યો હતો. એ૩૨૦ નિયો વિમાનોના એન્જિનોમાં ખરાબીને કારણે કંપનીને આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ઘણું મોટું નુકસાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.