Abtak Media Google News

ભુગર્ભ ગટર વેરામાં 1200થી ધટાડીને સીધા રૂા. 350 કર્યા અને સફાઈ અને વીજળી વેરામાં પણ ઘટાડો

ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગુજરાત નગરપાલીકા અધિનિયમ મુજબ ધરખમ ભુગર્ભ ગટર સહીતના વેરાઓ નાખવામાં આવ્યા હતા પરંતુ ધ્રોલ શહેરના નાગરીકો અને આગેવાનોની રજુઆત અને અધિકારીઓ, પદાધિકારીઓ સાથે થયેલ બેઠકના અંતે ધ્રોલ નગરપાલીકાના મહીલા પ્રમુખ જયશ્રીબેન મનસુખભાર પરમારએ તાકીદે બે માસ પહેલા સામાન્ય સભા બોલાવીને આ વેરા ધટાડવા માટે સુચન કરીને સત્વરે નિયમોની અમલવારી કરીને ભુગર્ભ ગટર અને વીજળી, સફાઈ વેરા અંગે નિર્ણય લઈને ધટાડો કરવામાં આવતા ધ્રોલની પ્રજામાં રાહતની લાગણી પ્રસરી છે.

Img 20220424 Wa0034

ધ્રોલ ભાજપ શાસિત નગરપાલીકા કાયમી પ્રજાના હિતમાં નિર્ણય લેવા માટે મકકમ હોય તેનો દાખલો બેસાડીને વેરા વધારાના નિર્ણયને ફગાવીને તાકીદે સામાન્ય સભા બોલાવીને પ્રાદેશીક કમિશ્નરને સચોટ રજુઆત સાથે દરખાસ્ત કરવામાં આવતા માન્ય રાખવામાં આવીને વેરાઓ ધટાડાનો હુકમ કરવામાં આવ્યો છે.

જેમાં ભુગર્ભ ગટર વેરો (રહેણાંક) માટે 1200 કરવામાં આવ્યો હતો જે હવે ધટાડીને 350 કરાયો છે બીન રહેણાંક ભુગર્ભ ગટર કનેકશન વેરા માટે 1000 હજારનો વેરો હતો જેની જગ્યાએ પ00 કરવામાં આવ્યો છે, સામાન્ય સફાઈ વેરો મિલ્કત વેરાના 40 ટકા જેવો નાખવામાં આવ્યો હતો જેની સામે હવે 30 ટકા લેખે ઉધરાવવામાં આવશે અને દિવાબતી વેરો એટલે કે વીજળી વેરો મિલ્કત વેરાના 40 ટકા કરવામાં આવ્યો હતો જેની સામે નવો ધટાડેલ દર 30 ટકા રહેશેઅત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રોલ ભાજપ શાસિત નગરપાલીકા દ્વારા આ વેરા વધારા સામે નાગરીકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને વેરો ધટાડવા માટે નાગરીકો તરફથી રજુઆત કરવામાં આવતા ધ્રોલ નગરપાલીકા મહીલા પ્રમુખ જયશ્રીબેન મનસુખભાઈ પરમારે તાકીદે ગત તા. 25/ર/રરના રોજ સામાન્ય સભા બોલાવીને આ વેરાઓ ફગાવી દેવા માટે સર્વ સમતી ઠરાવ કરીને રાજકોટ પ્રાદેશીક કમિશ્નરને દરખાસ્ત કરવામાં આવતા માન્ય રાખીને વેરા ધટાડવાનો હુકમ કરવામાં આવતા ધ્રોલ ભાજપ શાસિત નગરપાલીકા દ્વારા પ્રજાના હિતમાં લીધેલ આ નિર્ણયને આવકારવામાં આવી રહયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.