Abtak Media Google News

કેટરર્સના કામેથી ઘરે પરત ફરતી વેળાએ શખ્સે રસ્તામાં આંતરી કૃત્ય આચર્યું

જસદણ ખાતે કેટરર્સમાં કામ કરતી યુવતિને મારી નહીં તો કોઇની નહી તેમ કહી એક તરફી પ્રેમમાં પાગલ યુવાને માર મારી નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ શહેરમાં રહેતી અને કેટરર્સમાં કામ કરતી યુવતિ કામેથી પરત જસદણ આવી રહી હતી ત્યારે ગધેડીયા ગામનો વિશાલ પ્રાગજી પરમાર નામનો શખ્સ યુવતિને રસ્તામાં આંતરી હાથ પકડી ફડાકો મારી, મારી નહીં તો કોઇની નહીં કહી નિર્લજ્જ હુમલો કર્યાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ એક તરફી પ્રેમમાં પાગલ વિશાલ પરમારની ધરપકડ કરવા વધુ તપાશ હેડ કોન્સ્ટેબલ કે.એ.ખાચર સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.