Abtak Media Google News

આપણી આસપાસ ઘણા પ્રેમ-પ્રકરણના કિસ્સા સામે આવતા હોય છે જેમાં પ્રેમી કોઈ પણ કૃત્ય કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી જ એક ઘટના લખનઉમા બની છે જ્યાં ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સાથેની મિત્રતા બાદ જ્યારે યુવતીએ આગળ સંબંધ વધારવાની ના પાડી ત્યારે આરોપી યુવકે યુવતીના ચહેરા પર બ્લેડથી ચહેરા પર ઘાતક હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ યુવતીને તાત્કાલિક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસ આરોપી યુવકની શોધ કરી રહી છે.

મળતી માહિતી મુજબ લખનઉના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી ગ્રેજ્યુએશન કરે છે. તે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા તેની મિત્રતા શુભમ સાથે થઈ હતી. શુભમનો ઇરાદો સારો નથી તે જાણીને યુવતીએ તેના સબંધોમાં અંતર બનાવ્યું. યુવતી અન્ય મિત્રો સાથે પણ વાત કરતી હતી, જેના પર શુભમ વાંધો ઉઠાવતો હતો.

શુભમના ઇરાદા જાણીને યુવતીએ તેની પાસેથી અંતર બનાવી લીધું હતું. ઘટનાના દિવસે યુવતી કોઈ કામ માટે તેના ઘરની બહાર આવી હતી કે અચાનક આરોપી યુવક ત્યાં પહોંચી ગયો અને તેના ચહેરા પર બ્લેડ વડે ઘા માર્યા. યુવકે એમ પણ કહ્યું કે જો તું મારી નહીં થઈ શકે તો હું તને કોઈની થવા પણ દઈશ  નહીં અને ત્યારબાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.ડીસીપી નોર્થ ઝોન દેવેશ પાંડેએ જણાવ્યું હતું કે, યુવતી પર હુમલો કરનાર શખ્સની પરિવારના સભ્યોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.