Abtak Media Google News
  • પાણીની બોટલમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિક્સના નાના કણો શરીરમાં પ્રવેશી સ્વાસ્થ્ય સામે ઉભા કરે છે અનેક પડકારો

રોજીંદા જીવનની જરૂરિયાતોમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ધીરે ધીરે વધતો જાય છે. નાનીથી મોટી મોટા ભાગની વસ્તુઓ પ્લાસ્ટીકમાં બની રહી છે. પરંતુ પ્લાસ્ટીક અનેક રીતે સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ માટે હાનીકારક છે. ખાસ કરીને ખાવા – પીવાની વસ્તુઓ જ્યારે પ્લાસ્ટીકના સાધનોમાં રાખવામાં આવે ત્યારે તે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થતી હોય છે.

ઑસ્ટ્રિયાની ડેન્યુબ પ્રાઇવેટ યુનિવર્સિટીના મેડિસિન વિભાગના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. આ અસર લોહીના પ્રવાહમાં પ્રવેશતા માઇક્રોપ્લાસ્ટિક્સ સાથે જોડાયેલી છે. અભ્યાસ દર્શાવે છે કે જે વ્યક્તિઓ પ્લાસ્ટિકની બોટલોમાં પ્રવાહી પીવાનું ટાળતા હોય છે તેઓનું બ્લડ પ્રેશર પ્લાસ્ટિકની બોટલમાં પ્રવહી પીતા વ્યક્તિની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછું હોય છે.

ડેન્યુબ પ્રાઇવેટ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ખોરાક અને પાણીમાં જોવા મળતા માઇક્રોપ્લાસ્ટિક્સના નાના કણો સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. આ કણો  હૃદયની સમસ્યાઓ, હોર્મોનનું અસંતુલન અને કેન્સર સહિતની વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલા છે. માઇક્રોપ્લાસ્ટિક્સ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં પ્લાસ્ટિકની બોટલના માઇક્રોપ્લાસ્ટિક્સ અને એલિવેટેડ બ્લડ પ્રેશર વચ્ચેના સંબંધની ઓળખ કરવામાં આવી હતી.

જે અભ્યાસમાં “નોંધપાત્ર વલણો જોવા મળ્યા હતા. તેમજ અભ્યાસના પરિણામો સૂચવે છે કે, પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે, કારણે કે તેના કારણે લોહીના પ્રવાહમાં પ્લાસ્ટિકના કણો ઘટે છે,”

શોધકર્તાઓ માને છે કે લોહીના પ્રવાહમાં હાજર પ્લાસ્ટિકના કણો સીધી રીતે વધેલા બ્લડ પ્રેશર માટે જવાબદાર હોઈ શકે છે. તેઓ અનુમાન કરે છે કે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો થવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળી શકે છે.

“અભ્યાસના પરિણામોને આધારે, પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરવાથી બ્લડ પ્રેશર ઘટે છે. જેથી એવું અનુમાન કરી શકાય કે લોહીના પ્રવાહમાં હાજર પ્લાસ્ટિકના કણો વધેલા બ્લડ પ્રેશર માટે જવાબદાર હોઈ શકે છે,”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.