Abtak Media Google News

બે વખત વર્લ્ડકપ વિજેતા ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોન્ટીંગે જણાવ્યું હતું કે ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા આ વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરશે. રિકી પોન્ટીંગે ભારત અને ઓસ્ટ્રેલીયાને ફાઇનલીસ્ટ તરીકે પસંદ કર્યા છે. આ વર્ષે ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબર અને નવેમ્બર માસમાં યોજાવાનો છે. ત્યારે અત્યારથી જ ઓસ્ટ્રેલીયાના ભૂતપૂર્વ કપ્તાને ભવિષ્યવાણી કરી છે.

તેઓએ જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ટકરાશે. ઓસ્ટ્રેલીયા આ વખતે ટી-20 વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે તેનો ખૂબ જ મોટો ફાયદો ઓસ્ટ્રેલીયા ટીમને મળશે. છેલ્લા વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલીયાની જીત અસાધારણ હતી. હકીકતએ છે કે આઇપીએલ યુએઇમાં રમાયો તે પરિસ્થિતિનો ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોએ પણ સામનો કર્યો છે અને તેનો ફાયદો ખેલાડીઓને 100 ટકા મળશે જ.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડના વનડે કોચ મેથ્યુ મોટનો ઓસ્ટ્રેલીય ાની મહિલા ટીમ સાથે શાનદાર રેકોર્ડ છે. માટે ઇંગ્લેન્ડ ટીમ પણ ટી-20 વર્લ્ડકપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરશે તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ ક્લાસ ધરાવતી અને સૌથી વધુ મેચ વિનર તરીકે હું ભારત, ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ ટીમ માનું છું. આ ઉપરાંત પાકિસ્તાનનું ભાવિ પણ તેમના સુકાની બાબર આઝમ પર નિર્ભર રહેશે.

જો બાબર પોતાનો શ્રેષ્ઠ પ્રદર્શન નહિં કરે તો પાકિસ્તાન ટીમના જીતવાના ચાન્સ પણ ઓછા થઇ જશે. ઓસ્ટ્રેલીયા ટીમના ઓપનર બેટ્સમેનોનું ખૂબ જ મહત્વ રહેશે. ઉપરાંત નવા બોલથી બોલરો કંઇ રીતે બોલનો ઉપયોગ કરશે તે પણ જીતનો નિર્ધાર રહેશે. ઓસ્ટ્રેલીયામાં સ્પીન બોલરની ભૂમિકા થોડી વધુ મુશ્કેલ રહેશે કેમ કે પીચથી સ્પીનરથી બોલરોને સહાયતા ન પણ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.