Abtak Media Google News

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી પાસે નેતાઓની અછત

રાહુલને પ્રમોટ કર્યા સિવાય છુટકો નથી

ભારતને અંગ્રેજોની ચૂંગાલોમાંથી આઝાદી અપાવનારી દેશની સૌથી જાુની રાજકીય પાર્ટી હાલ નેતૃત્વ માટે ઝઝુમી રહી છે. લોકોને આકર્ષી શકે તેવા નેતાઓની કોંગ્રેસમાં સતત અછત વર્તાય રહી છે.

આવામાં આગામી 19મી જુલાઇથી શરૂ થઇ રહેલા ચોમાસુ સત્ર પૂર્વ કોંગ્રેસ લોકસભાના નેતા તરીકે ફરી રાહુલ ગાંધીને બેસાડી દેવા માંગે છે. જો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટકકર આપવી હશે તો હવે રાહુલને પ્રમોટ કર્યા સિવાયનો એક પણ વિકલ્પ કોંગ્રેસ પાસે બચ્યો જ નથી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ સોનીયા ગાંધીએ આજે સાંજ પાર્લામેન્ટરી સ્ટ્રેટરજી ગ્રુપની એક મહત્વ પૂર્ણ બેઠક બોલાવી છે જેમાં પર તમામની નજર મંડાયેલી છે. 2019ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાસ થવા બાદ ગૃહમાં સતત કોંગ્રેસ નબળી પુરવાર થઇ રહી છે.

દેશભરમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાહુલ ગાંધીની એક ચોકકસ છબી પ્રસ્થાપીત કરી દીધી છે જે દુર કરી હવે કોંગ્રેસ માટે જરૂરી અને ફરજીયાત બની જવા પામી છે. જો લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી તૈયાર થઇ જશે તો એક પણ સેક્ધડની રાહ જોયા વિના સંસદીય વ્યહુ રચના જુથ દ્વારા તેઓને લોકસભામાં કોંગ્રેસના નેતા જાહેર કરી દેવામાં આવશે.

હાલ કોંગ્રેસ સાથે જી-23 જાુથે કેટલા સવાલો ઉભા કર્યા છે. પરિવર્તનની અટકળો વચ્ચે રાહુલ ગાંધી લોકસભાની સ્થિતિ સંભાળી લેશે તેવી અપેક્ષાઓ મનિષ તિવારી, શશી થરૂર, ગૌરવ ગોગાઇ અને ઉત્તમ રેડ્ડી સહીતના કેટલાક નેતાઓ રાખી રહ્યા છે. જો રાહુલ લોકસભામાં પક્ષનું નેતૃત્વ નહી લ્યે તો અન્ય વિકલ્પ કોણ કરશે. તે નકકી કરવું કોંગ્રેસ માટે મહામંથન સમાન બની રહેશે.

2024 લોકસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસ ભાજપ અને તેમા પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડી ઘણી પણ ટકકર આપવી હશે તો રાહુલ ગાંધીને પ્રમોટ કરવા સિવાય કોઇ છુટકો નથી. કોંગ્રેસ પાસે નેતાઓની હાલ ભરપુર અછત વર્તાય રહી છે. આવામાં અગાઉ હારની જવાબદારી સ્વીકારી રાજીનામા આપી દેનારાઓને ફરી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની મજબુરી આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.