Abtak Media Google News

‘વિજયભાઇ મારા ભાઇ જેવા’, કોંગ્રેસ ઉપર કરેલી અરજીઓ સિમિત રાખવા ઇન્દ્રનીલની હિમાયત

અબતક, રાજકોટ

ગુજરાત વિરોધપક્ષના નેતાને વિજયભાઇ રૂપાણીએ સહારાવાળી જગ્યા અનુસંધાને કરાયેલ આક્ષેપોથી નોટીસો આપી તે સંદર્ભે ઇન્દ્રનીલ રાજયગુરુએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપર કરવામાં આવેલા મારા દ્વારા આક્ષેપોને લોકોએ માનવાં હોય તો માને, કારણ કે આક્ષેપોના કોઇ પુરાવા ના હોય, અમોએ તો એક વિરોધપક્ષની ભૂમિકા ભજવી છે.

જે આક્ષેપો થયાં છે તેના અમોએ પુરાવા આપવાના ના હોય, જે આક્ષેપો થયાં છે તે સાચા-ખોટા તે તો એમણે લોકોને કહેવું જોઇએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટના નાતે વિજયભાઇ મારા ભાઇ જેવાં છે. કોંગ્રેસ ઉપર કરેલી અરજીઓ સીમીત રાખે તો સારૂં  વિરોધ પક્ષના નેતાને વિજયભાઇએ જે નોટીસો આપી છે આનાથી જ મન મનાવી લેવા અને કોર્ટ કેસ કાર્યવાહીમાં નહી પડવાં તેમણે જણાવ્યું હતું. નીતીનભાઇ અને વિજયભાઇ આ બાબતે જાહેરમાં ચર્ચા કરવા માંગતા હોય તો અમો તૈયાર છીએ. વિવાદીત સહારા વાળી જગ્યાન ચર્ચા ન કરીએ એ જ વિજયભાઇ માટે સારૂં છે. તમારા જ લોકો તમારો દાવ લે છે એમા અમને સામિલ ન કરો એમ ઇન્દ્રનીલભાઇએ જણાવ્યું હતું.

સહારા વાળી  જગ્યાએ રેસિડેન્સીપલ ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવી છે તે જગ્યા રેસિડેન્સિયલ પ્રોજેકટ સહારાનો ન ચલાવવા દઇ એને સરકારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દીધી છે. એ વિસ્તાર જ ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો છે એટલે વિજયભાઇ આપણી વાત કે રેસિડેન્સિયલ ઝોનમાં ફેરવીએ તો વધારે એમાં નફો થતો હોય છે એ વાત પાયા વિહોણી છે. આપે એ કંપનીને રેસિડેન્સિયલ ઝોન માટે આપી હતી એને મંજુરી પણ જમીન લેવાની એવી રીતના મળેલ તે સંજોગોમાં તમે એ જગ્યાને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી તો એમાં સરકારશ્રી આવે આવું પણ એમને થઇ શકે તેમ છે. પરંતુ જે થવું હોય તે એમા પડવા માંગતા નથી પણ ઉપરથી તમો જો નોટિસ મોકલવાની વાત કરતાં હોય

તેમજ ખોટું કરેલ છે એ ખોટાનું કોઇ ઘ્યાન દોરે તો કમસે કમ એમાં સામા વિવાદ ઉભા કરવાનું એક સમજવાળા માણસ ન કરે એટલી સમજણ આપ દાખવશો તેવું અમે ઇચ્છીએછીએ તેમ ઇન્દ્રનીલે જણાવ્યું હતું.

આપના જ આપના ઉપર દાવ લેતા હોય અમે લેવા માંગતા નથી પરંતુ નોટીસથી મન મનાવીને આગળ ન વધો તો અમારે પણ આવું કંઇ કરવું નહી. આમ રાજકોટના છો અને રાજકોટની ગરીમા જાળવવા માટે અમે એમા પડવા માંગતા નથી પણ એવી અમને ફરજ નહી પાડો અને નોટીસથી મન મનાવશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ એમ ઇન્દ્રનીલે જણાવ્યું હતું.

ઇન્દ્રનીલ રાજયગુરુએ પત્રકાર પરિષદમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અમુક બ્રિજ બતાવી આપ આપની સિઘ્ધી  ગણાવો છો જયારે બરોડા અને અમદાવાદમાં જે પ્રકારે જેટલા બ્રિજ બને છે એટલા લાભ રાજકોટને આપ સી.એમ. હતા.

છતાં પણ અપાવી શકેલ નથી આ રીતે રાજકોટને કોઇ સ્પેશયલ ઇકોનોમીક ઝોન કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપ આપવી શકયા નથી ત્યારે થોડો ઘણો વિકાસ કરી રાજકોટના કેટલા બધા લોકોને હકક છીનવાનું કામ તમે નીતીનભાઇ ભારદ્વાજને બેસાડીને કર્યુ છે તેની જો યાદી નીકળશે તો ખુબ મુશ્કેલવાળી થશે.

તમે અને તમારો પક્ષ લોકશાહી પઘ્ધતિમાં બિલકુલ માનતા નથી અને કહેવાય છે કે પાટિલજી કેબીનેટ મીટીંગમાં પણ સુચનાઓ દેવા હાજર હોય છે. આપે પણ તમે ધારાસભ્ય હતા અને કોડીનેશન કમીટી કલેકટરની હાજરીમાં હોય અને આપ ધારાસભ્ય  હોય ત્યારે અને તેમાં ફકત ધારાસભ્યો જ હાજર રહી શકે ત્યારે આપ પણ નીતીનભાઇ ભારદ્વાજને ત્યાં આપના પ્રતિનિધિ તરીકે મોકલતા અને સી.એમ. હોવાને નાતે કમનસીબે કલેકટર પણ આ ચલાવતા એ પણ વાત અજાણી નથી. આપ લોકશાહીમાં સંપૂર્ણપણે માનતા નથી દબાવાનું રાજકારણ તમે ઊભું કરી શકો છો. તમે ભ્રષ્ટાચારના પૈસા સીધા દિલ્હી પહોચવા દેશો આવી શરતોએ તમે જે સી.એમ. પદ સ્વીકારેલ તો આપના કરતાં પણ વધારે કાબિલ પાટીલ આવતા આપની વિદાય થઇ છે. આવું કામ આનંદીબેન ન કરી શકે માટે તમને સી.એમ. બનાવેલ અને હવે એમાં તમારાથી પણ વધારે મોદીજી અને એમના વિચારનું એક ભ્ર્રષ્ટ અને દબાણકારક શાસન જેને બિહારીકરણ  કહી શકાય એ પ્રકારનું કામ આપના દ્વારા થયું છે ત્યારે આપ વિશેષ એમાં ન બોલો તે સારૂ

ત્યારે આ સાથે શું એવું ઇચ્છીશ કે રાજકોટના હોવાના નાતે આપ મારા ભાઇ પણ કહેવાય અને આપ આવી કાર્યવાહીમાં નહી પડો અને અમને અમારા પક્ષના આદેશના છુટે કે આપનું જે કોઇ હોય તેનું અમારે સંશોધન કરવું પડે એવી સ્થિતિ ઉત્પન્ન નહી કરો એવી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ તેમ ઇન્દ્રનીલે જણાવ્યું છે.

વિરોધ પક્ષે વિરોધ પક્ષનું કામ કરવાનું હોય : ઇન્દ્રનીલ રાજ્યગરૂ

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પત્રકાર પરિષદ બોલાવી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓએ પોતાના લાગતા વળગતાઓ માટે જમીનનો હેતુ ફેર કર્યો છે તે એક આક્ષેપ છે. પરંતુ તે અંગેના એક પણ પુરાવો નથી કે જેથી એ સાબિત થઈ શકે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. વધુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આપની પાસે અનેકવિધ જમીનો છે અને એમાં પણ અનેક હેતુફેર કરવામાં આવ્યા હશે આ પ્રશ્નના જવાબમાં ઇંદ્રનીલે જણાવ્યું હતું કે તેની એક પણ પર્ટિક્યુલર સર્વે નંબરની જમીન માં હેતુફેર કરવામાં આવ્યો નથી. અરે કોંગ્રેસનો એ હક છે વિરોધ પક્ષ તરીકે કે તમે કેટલી જમીન ના હેતુફેર કરાવ્યા છે અને કોને આપી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી તેમાં કોઈ એક નક્કર વાત નહીં પરંતુ ગોળગોળ વાતો કરી માત્ર આક્ષેપો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.