Abtak Media Google News

અબતક, ચોટીલા,

પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સોમવારે કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે તેઓના જામીન નામંજુર કર્યા હતા. સતત બીજી વખત જામીન નામંજુર થતા ગુજરાત સહિત દેશભરમાં કરણી સેનાના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો મંગળવારે સવારે કરણી સેનાના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ મંજીત કીર્તિરાજ સિંહ પણ ચોટીલા દોડી આવ્યા છે અને તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો રાજ શેખાવતને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં નહીં આવે તો ક્ષત્રાણીઓ રસ્તા પર ઉતરશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય તથા દેશભરમાંથી કરણી સેનાના સમર્થકો ચોટીલા આવી રહ્યાં છે. સ્થિતિને ધ્યાને રાખી ચોટીલામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજથી ચાર માસ પહેલા ચોટીલા તાલુકાના સુરજદેવળ ખાતે યોજાયેલા સંમેલનમાં કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્રારા અમરેલી એસ.પી. નિર્લીપ રોયના મામલે કરેલા વિવાદીત નિવેદનના મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્રારા 16 જૂનના રોજ બપોરના ચાર કલાકે અમદાવાદ ખાતે થી કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કરણીસેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતને રાખવામાં આવ્યા છે.

પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે વહેલી સવારે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા’તા ત્યારે ચાર માસ પહેલા ચોટીલાના સુરજદેવળ ખાતે કાંઠી સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં કાંઠી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે પ્રવચન દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અમરેલી પોલીસ અધ્યક્ષ નિર્લીત રોય વિરૂધ્ધમાં કરેલા વિવાદીત નિવેદનના કારણે સરકાર દ્રારા ખુદ સરકાર ફરીયાદી બની ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેના મામલે કાલે બપોરના સમયે અમદાવાદ ખાતેથી કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં એલિયન….!!? રાજકોટ સહિત અનેક શહેરમાં આકાશમાં દેખાયો રહસ્યમય પ્રકાશ

સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી તથા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા અલગ-અલગ પોલીસ ટુકડી બનાવી અને અમદાવાદ ખાતેથી રાજ શેખાવતની અટકાયત કરી સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેમના પાંચ દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં હાજર કર્યા હતા ત્યારે આજે વહેલી સવારે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ચોટીલા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાં દલીલો સાંભળી અને રાજ શેખાવતના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી તે ચોટીલા કોર્ટે નામંજૂર કરી છે જેને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે.

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ શેખાવતને હાજર કર્યા

ચોટીલા કોર્ટે જામીન અરજી નામંજૂર કરવામાં આવતા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી દ્વારા તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સબજેલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને રાખવામાં આવ્યા છે અને હવે આગળની પ્રોસેસ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.