Abtak Media Google News

કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લઈ ચોતરફ ત્રાહિમામ મચાવી દીધો છે. જો કે આની સાથે કોરોનાએ લોકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન પણ કરી દીધા છે. એમ પણ કોરોના આવતા ઇમ્યુનિટી, એન્ટીબોડી, પ્રોટીન વગેરે જેવા શબ્દો ખૂબ ચર્ચાઈ રહ્યા છે. જ્યાં જોવો ત્યાં એન્ટીબોડી, ઇમ્યુનિટીની ચર્ચા…. ઇમ્યુનિટી તો હજુ પણ સહેજ અને સરળ ભાષામાં સમજાય કે આ છે શું ? રોગપ્રતિકારક શક્તિને અંગ્રેજીમાં ઇમ્યુનિટી કહેવાય. પણ આના જેવો આ બીજો શબ્દ એન્ટીબોડી સમજવો ખૂબ અઘરો છે. એન્ટીબોડી છે શું ?? તે શરીરમાં શું કામ કરે છે ?? કોરોનાને મ્હાત આપવામાં કેવી રીતે મદદ કરે છે ?? આ બધા પ્રશ્નો તો થતા જ હશે પણ તાજેતરમાં વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ એક એવું તારણ કાઢ્યું છે જેનાથી આ એન્ટીબોડી વિપરીત પણ પ્રશ્નો ઉભા થશે.

તાજેતરમાં નિષ્ણાંતોના એક અભ્યાસ પરથી એ ખુલાસો થયો છે કે એન્ટીબોડી આપણા શરીરમાં વિવિધ રોગના રક્ષણ માટે તો જરૂરી છે જ પરંતુ જો તે શરીરમાં વિપરીત અસર ઉભી કરે તો તે ઝેર સમાન પણ બની શકે છે. કોઈ પણ  કોવિડ-19ની ઝપેટમાં આવેલા અને તેમાંથી સાજા થયેલા વ્યક્તિને પૂછો, ખાસ કરીને જેને મધ્યમ અથવા ગંભીર ચેપ લાગ્યો હોય એમને પૂછશો તો તેઓ તમને કહેશે કે હ મારા શરીરમાં એન્ટિબોડી વધી ગયા એટલે હું આ કોરોનામાંથી બચી ગઈ/ગયો. અને જેઓ એન્ટિબોડીઝ વધુ ધરાવે છે,તે રિઇન્ફેક્શનથી પણ રક્ષણ પામે છે. એન્ટિબોડીએ લોહીમાં રોગપ્રતિકારક શક્તિનો પ્રોટીન ઘટક છે જે બેક્ટેરિયા અને વાયરસ જેવા વિદેશી પદાર્થોને ઓળખી તેના પર હુમલો કરી તેને તટસ્થ કરી શકે છે. તે ચેપ સામે આપણો મુખ્ય સંરક્ષણ છે, આપણા શરીરના સૈનિક વહે તેમ તેમ પણ કહી શકાય.

હાલ કોરોના સામે રસીકરણ જ એકમાત્ર મોટા અને અસરકારક ઇલાજ સમાન મનાય રહ્યુ છે. આ પાછળનું કારણ પણ એન્ટિબોડીઝ જ છે. કારણ કે રસીના ડોઝથી શરીરમાં એન્ટિબોડીઝ વધી જાય છે પરંતુ રસી લીધા બાદ એન્ટીબોડિઝ વિપરીત અસર કરે તો ?? રક્ષક જ ભક્ષક બની જાય તો ?? આમ પણ ચોક્કસપણે થઈ શકે છે. કારણ કે જો રસીની વિપરિત અસર થાય તો એન્ટીબોડીઝ  પણ વિપરીત અસર કરી શકે છે. કોરોના કે અન્ય કોઈ રોગનો ભોગ બનતા આપણી રોગ રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને આપણા અંદરના તંતુઓ એ જાણવામાં અસક્ષમ બની જાય છે કે બહારથી આવેલ તત્વ શરીર માટે એક મિત્ર સમાન છે કે તેના દુશ્મન સમાન ?? આથી આ તંતુઓ ત્વરિત હુમલો કરી દેતા રસી દ્વારા ઉતપન્ન થતા એન્ટીબોડીઝ પણ આડઅસર ઉભી કરી શકે છે. એટલું જ નહીં આ એન્ટીબોડીઝ આપણાં કોષ અને આપણી શરીરની કોષકીય નાલિકાઓને ખાઈ પણ શકે છે.

એન્ટીબોડી એટલે શું ? શરીરમાં શું કામ કરે છે?

આજે વિશ્વના દરેક ખૂણામાં કોરોનાનો ચેપ કોઇ વ્યક્તિને લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે વિશ્વના વિવિધ દેશોમાં સિરો સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનાથી જાણવા મળે છે કે, શરીરમાં કોરીના વાયરસ સામે રક્ષણ આપનાર એન્ટિબોડી બન્યું છે કે નહીં તો હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ એન્ટીબોડી એટલે શું? અને તે શરીર માટે શું કામ જરૂરી છે અને તે કઇ રીતે બને છે ?એન્ટીબોડી વિશે પહેલાં જાણીએ તો અંગ્રેજીનાં અક્ષર ’વાય’ જેવા આકારનો પ્રોટીન જેવો એન્ટિબોડીનો આકાર હોય છે, જે એક પ્રકારની શ્વેત રક્ત કોશિકાઓ (વ્હાઇટ બ્લડ સેલ્સ) હોય છે. ઈમ્યુનોગ્લોબ્યુલિનના નામથી પણ એન્ટિબોડીને ઓળખવામાં આવે છે. જયારે માનવ શરીરમાં બેકટેરિયા કે વાયરસ (પેથોજન) પ્રવેશે છે, ત્યારે આપણા શરીરમાં રહેલ ઈમ્યુન સિસ્ટમ (ઈમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન) તેની સામે લડે છે અને તે આપણા શરીરમાં એન્ટિબોડી તૈયાર કરે છે. જે શરીરના ગેટકીપર તરીકે પણ ઓળખાય છે. એક પ્રકારના તંતુ છે કે જે આપણેને રોગ સામે લડવામાં મદદ કરે છે.

ઓટોએન્ટીબોડી એટલે શું? તેનું શરીરમાં કઈ રીતે નિર્માણ થાય છે?

ઓટો એન્ટિબોડીઝ (રોગપ્રતિકારક પ્રોટીન) જે  વ્યક્તિની પોતાની પેશીઓ અથવા અવયવો સાથે પ્રતિક્રિયા આપે છે. જ્યારે શરીરમાં તંતુઓ “સ્વ” અને “સ્વયં” વચ્ચેનો તફાવત કરવામાં નિષ્ફળ જાય ત્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ દ્વારા એક અથવા વધુ સ્વચાલિત તત્વો ઉત્પન્ન થાય છે. કોઈ પણ આંતરિક કે બાહ્ય તત્વો સામે લડવામાં ઉત્પન્ન થતા આ તત્વો ઓટો એન્ટિબોડીઝ કહેવાય છે.

સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વિદેશી પદાર્થો (“સ્વ-બિન”) અને શરીરના પોતાના કોષો (“સ્વ”) વચ્ચે ભેદ પાડવામાં સક્ષમ છે. તે એન્ટિબોડીઝ ફક્ત ત્યારે જ ઉત્પન્ન કરે છે જ્યારે તે જાણ કરે છે કે તે બેક્ટેરિયા અથવા વાયરસ જેવા તત્વો શરીરમાં ઘુસ્યા છે . જો કે, જ્યારે રોગપ્રતિકારક શક્તિ શરીરના એક અથવા વધુ ઘટકોને “સ્વ” તરીકે ઓળખવાનું બંધ કરે છે, ત્યારે તે સ્વયંસંચાલિતો પેદા કરે છે. જે તેના પોતાના કોષો, પેશીઓ અને / અથવા અવયવો સાથે પ્રતિક્રિયા આપે છે.

આ અવયવો સિસ્ટમની નિષ્ક્રિયતાનું કારણ બની શકે છે, જે સ્વયંપ્રતિરક્ષા વિકારના સંકેતો અને લક્ષણો તરફ દોરી જાય છે. કેટલાક ઓટોન્ટીબોડીઝ પેશીઓને ઈજા પહોંચાડતા નથી, પરંતુ માનવામાં આવે છે કે તે એકંદરે રોગપ્રતિકારક પ્રતિસાદનો ભાગ છે જે શરીરમાં નુકસાનનું કારણ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.