ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં શરૂ થવાનો છે. ટીમ ઈન્ડિયા તેની બધી મેચ UAEમાં રમશે. તેમજ ટીમ ઈન્ડિયાને કોઈપણ ICC ટુર્નામેન્ટ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. જેમાં દર વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત માટે સમસ્યાઓ ઉભી કરે છે. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ પોતે જ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ બહાર
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને બે આંચકાનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. તેમજ બોર્ડર ગાવસ્કર દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ઘાયલ થયા હતા. જેમાં તે પગની ઘૂંટીની ઇજાથી પીડાઈ રહ્યો છે. અને હજુ સુધી સ્વસ્થ થયો નથી. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ પણ માને છે કે કમિન્સની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની શક્યતા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક સારા ફાસ્ટ બોલરની સાથે સાથે કેપ્ટનની પણ જરૂર પડી શકે છે.
જોશ હેઝલવુડ પણ બહાર
કમિન્સ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાને ઝડપી બોલર જોશ હેઝલવુડને ઈજાથી વધુ એક મોટો ફટકો પડ્યો છે. હેઝલવુડ પણ ઈજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડર-ગાવસ્કર દરમિયાન હેઝલવુડ પણ બહાર હતો. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાને બીજો મોટો ફટકો પડ્યો જ્યારે તેનો સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ પણ ઘાયલ થયો અને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ટીમ ઘણી નબળી દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા નબળું પડવાનો સીધો અર્થ એ છે કે ભારતીય ટીમની જીતની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. ટીમ ઈન્ડિયાએ અગાઉની ઘણી મોટી ICC ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન)
એલેક્સ કેરી
નાથન એલિસ
એરોન હાર્ડી
જોશ હેઝલવુડ
ટ્રેવિસ હેડ
જોશ ઇંગ્લિસ
માર્નસ લાબુશેન
ગ્લેન મેક્સવેલ
મેટ શોર્ટ
સ્ટીવ સ્મિથ
મિશેલ સ્ટાર્ક
માર્કસ સ્ટોઇનિસ
એડમ ઝામ્પા