Abtak Media Google News

પાંચ – પાંચ મહિનાથી મંથર ગતિએ ચાલતું કામ સત્વરે પૂર્ણ કરવા સિરામિક એસોસિએશનની ટકોર

સિરામિક હબ ગણાતા મોરબીના ઉદ્યોગોને પ્રાથમિક સવલતો આપવામાં ઉણા ઉતરેલા સ્થાનિક તંત્ર દ્વારા મોરબી – ચરાડવા – હળવદ હાઇવે નું કામ પૂર્ણ કરવામાં ન આવતા ચોમાસા દરમિયાન ઉદ્યોગોની હાલત કફોડી બની તેમ હોવાની દહેશત સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશ જેતપરિયાએ વ્યક્ત કરી છે.

સિરામિક એસોસિએશન પ્રમુખ જેતપરિયાના જણાવ્યા મુજબ મોરબીના સિરામીક ઉધોગમા હાલમાં સૌથી વધુ નવા ઉદ્યોગો મોરબી થી ચરાડવા – હળવદ રોડ પર સ્થપાઈ રહ્યા છે, પરંતુ આ રોડ ઉપર રસ્તાનું નવીનીકરણ કામ છેલ્લા  ૫ મહીના થી ચાલુ છે જે ક્યારે પૂર્ણ થાય તે કહેવું મુશ્કેલ છે.

વધુમાં હળવદ – ચરાડવા – મોરબી હાઇવે પર અત્યારે માર્બીલાનો ફેક્ટરી માંડલ પાસે  નાલાનું કામ ચાલી રહ્યું છે જેમાં બે ત્રણ દિવસમા આ કામગીરી પૂર્ણ ન થાય અને જો વરસાદ આવી જાય તો  હળવદ થી મોરબીના દરેક ગામો તેમજ ઉધોગોનો આવવા જવાનો રસ્તો બંધ થઇ જશે.

આ સંજોગોમાં સ્થાનિક તંત્રવાહકો જો તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ નહિ કરાવે તો  આ ઔધૌગીક રોડ નાલા ના કારણે બંધ રહેશે અને રોડ બંધ રહતા સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોની હાલત કફોડી થઇ જશે તેમાં સંદેહ નથી ત્યારે જોવાનું કર્યું કે તંત્ર ક્યારે જાગે છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.