કપડાં સારા હશે તો લોકો Like કરશે, પણ વ્યકિતત્વ સારૂ હશે તો લોકો Follow કરશે!!

આજના બોય ફ્રેન્ડ અને ગર્લ ફ્રેન્ડ ના યુગમાં યુવાધને સંબંધની પરિભાષા સમજવી જરૂરી: જન્મથી મૃત્યુ વચ્ચેના સંસાર યાત્રામાં આ સંબંધો થકી જ જીવન સફળ થાય છે

પારિવારિક સંબંધોની સમજદારી અને સહનશકિત જેવા મહત્વના મુદ્દાને આજે કોઇ સમજતું નથી: બદલાતા યુગમાં આજનો યુવા વર્ગ તેના વિચારોથી સંબંધો બાંધે છે, જે કારણે મુશ્કેલી પણ ભોગવે છે

સંબંધ તો આકાશ છે, માનવી તેના જન્મથી મૃત્યુ વચ્ચેની સંસાર યાત્રામાં વિવિધ સંબંધોમાંથી જોડાય છે. માતા-પિતા, ભાઇ-બહેનથી આગળ પારિવાહિક સંબંધો તેમને જીવનમાં ઘણું શિક્ષણ આપે છે. અગાઉ સંયુકત કુટુંબ પ્રથામાં એક વડિલનો નિર્ણય સૌ માન્ય રાખતા હોવાથી પરિવારો અંકબંધ હતા. આજના યુગમાં બધા નિર્ણયો લેવા લાગતા મુશ્કેલી ઉભી થવા લાગી છે અને વિભકત પરિવારોના જન્મ થાય છે. અગાઉ સમજદારી અને સહનશકિત આજની પેઢીમાં કયાંય જોવા મળતી ન હોવાથી પરિવારો વિચ્છેદ થાય છે કે સંબંધોમાં ઓટ આવે કે તૂટે છે. આજથી પાંચ દાયકા પહેલાનો યુવા વર્ગ ઓછા ભણતરે પણ જીવન ગણતરવાળો હોવાથી આજે તે ખુબ જ સફળ છે.

આજની ર1મી સદીના યુવાનો ભણેલ ગણેલ હોવાથી પોતાની રીતે નિર્ણય લઇને સંબંધો ડેવલપ કરે છે. આને કારણે થોડો ફાયદો જોવા મળ્યો તેના કરતાં નુકશાન વધુજોવા મળ્યું છે. ગર્લ ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડના આધુનિક યુગમાં ઘણી મુશ્કેલીમાં યુવા વર્ગ સપડાતો જોવા મળી રહ્યો છે. આંધળો વિશ્ર્વાસ સંબંધના ઘણા બધા પાસાઓને નુકશાન કરે છે. સોશ્યિલ મીડિયાના આજના યુગને અનુરુપ વાત કરીએ તો તમારા કપડાં સારા હશે તો લોકો લાઇક કરશે પણ જો તમારૂ વ્યકિતત્વ સારૂ હશે તો લોકો ફોલો કરશે. આજના યુગમાં યુવા વર્ગ પોતાની રીતે સંબંધો ડેવલપ કરવામાં પોતે જ બધા નિર્ણયો લેતા હોય છે, તેમાં યુવાન થોડો તૈયાર હોવાથી મહિલાઓ કરતાં તેને મુશ્કેલી ઓછી આવે છે. પુરુષ પ્રધાન દેશમાં યુવાનો કરતાં યુવતિને વધુ સહન કરવાનું આવે છે.

ફ્રેન્ડ શીપના ઓછા તળે આજના યુગમાં સંબંધોનું વરવું રૂપ પણ સમાજમાં જોવા મળી રહ્યું છે. શાળા-કોલેજોથી બંધાતા બધા સંબંધો વિશે સૌએ જાગૃત થવાની જરૂર છે. બાલ મંદિરની મિત્રતા, પ્રાથમિક શાળાની મિત્રતા, હાઇસ્કુલની મિત્રતા કરતા તરૂણમાંથી પુખ્ત વયની નજીક પહોચેલા કોલેજીયનના સંબંધોની પરિભાષા જાુદી છે. વિજાતિય આકષણને કારણે બંધાતા સંબંધો અને એકબીજાના વિચારો, સમજથી બંધાતા સંબંધો વચ્ચે મોટું અંતર છે તે યુવા વર્ગે સમજવાની જરુર છે. જીવનમાં સંબંધનું મહત્વ ઘણું હોય છે પણ પવર્તમાન સમયમાં યુવા વર્ગ તેની નાસમજથી અન્યો કારણોથી જે સંબંધના બંધનથી બંધાય છે તે લાંબો સમય ચાલતો નથી.

સમોવડી મિત્રો અને વિજાતીય મિત્રો વચ્ચે બહુ મોટો તફાવત છે. મિત્રો આપણા સુખ-દુ:ખમાં સાથ આપે તે જ સાચા બાકીનો તમારી શ્રીમંતાઇ જોઇને જોડાતા મિત્રો તકવાદી હોય છે. સંબંધોમાં આજકાલ સ્વાર્થનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. વિજાતીય આકર્ષણમાં ફિલ્મી અસર જોવા મળતા સ્પર્શ, કિસ, હગ જેવી સિસ્ટમ બાદ શારીરિક સંબંધો સુધી પહોચતી વાત સમાજ વ્યવસ્થા માટે ખતરનાક છે. જો કે આજના યુગમાં આવા સંબંધો વિશેષ જોવા મળી રહ્યા છે. યુવતિઓએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

આપણી પરિવારની સમાજ વ્યવસ્થા સંબંધોનું વર્ષોથી મહત્વ રહ્યું છે ત્યાર આજના યંગ જનરેશનના બદલાતા વિચારો અને નાસમજને કારણે પારાવાર મુશ્કેલી પાછળ આવા બધા કારણો મા-બાપ જોતા હોવાથી હવે ઘણાં પરિવારો આ બાબતે જાગૃત થાય છે. બાળ પણ કિશોરાવસ્થા, તરૂણાવસ્થા અને યુવા વર્ગના સંબંધોનું રૂપ અલગ છે. જે બધાએ સમજવાની જરુર છે. વ્યકિતના સફળ જીવનમાં સંબંધોનું વિશેષ મહત્વ છે.

આકર્ષણથી બંધાયેલા સંબંધ લવમેરેજ જીવનમાં બદલાયા બાદ સારુ ચાલે તો ઠીક બાકી છુટ્ટા પડવાના કિસ્સા વિશેષ જોવા મળે છે. યુવતિઓને આજની સિસ્ટમમાં સૌથી વધુ સહન કરવાનું આવે છે તે સૌ પરિવારો જાણે છે. એક સારૂ પાસુએ છે કે આજના સીનીયર સિટીજનો પોતાના વિચારો અને સંબંધો થકી મુકત આનંદ માણી રહ્યા છે. સંબંધોમાં કામ ક્રોધ, લોભ અને મોહ જેવા તત્વો ભળતા અંતે બ્રેકઅપ કે વિચ્છેદ જ સર્જે છે.

આજે મોટા ભાગના યુવાનો અને પરિવારો સંબંધો શોધવામાં થાપ ખાય છે. હોય તેના કરતા વિશેષ બતાવવાનો દેખાડો માનવી જોઇને અંજાઇ જતાં જીવનમાં પ્રોબ્લેમ લાવે છે. જોઇ વિચારીને સંબંધો બાંધવાએ આજના યુગની સૌથી મોટી શીખામણ છે. બે વિજાતિય સંબંધ એટલે એક આત્મા ગણાય છે. તેમાં છળકપટ ના હોય તો જ લાંબુ ટકે છે. આજકાલ છુટાછેડાના વધતા કેસો જોવા મળે છે તેમાં સહનશકિત અને સમજદારીનો અભાવ જ વિશેષ જોવા મળે છે. આજે દેશનો દર ત્રીજો નાગરીક ર0 થી 30 વર્ષનો યુવાન છે ત્યારે ‘સંબંધો’ વિશે તેમને સમજ આપવી કે તે પોતે સ્વ વિકાસ કરે તો જ જીવનમાં સફળતા મળે.

આજકાલના સંબંધો તકલાદી હોય છે અને બીજીવાત તેમાં ફોર્માલીટી વધે છે પણ વાસ્તવિકતા સતત દ્રશ્યની જોવા મળે છે. આજના સંબંધોમાં આવતી ખટાશમાં બન્ને પક્ષે જોખમી જોવા મળે છે. આજના વિજાતિય સંબંધો ફકત આકર્ષણને કારણે હોવાથી બહુ લાંબા ચાલતા જ નથી તે એટલીન નગ્ન વાસ્તવિકતા છે. સંબંધોમાં નિર્દોષતા સાથે સમજ, વિશ્ર્વાસ, એકબીજાના વિચારો જેવા ઘણા પાસા આવતા હોય છે. જીવન યાત્રાના દરેક પડાવે આ સંબંધો થકી જ માનવજીવન સારુ કે ખરાબ બનતું હોવાથી તેને બાંધવામાં સૌ વાર વિચાર કરવો જરુરી છે. યુવા વર્ગ તો ખાસ એ શિખવાની જરુર છે કે સોશ્યિલ મીડિયા થકી બંધાયેલા સંબંધોમાં સ્વાર્થ વિશેષ હોય છે જે યુવાનોને દેખાતો જ નથી.

સોશિયલ મીડિયાના ‘સંબંધો’ ફાયદાકાર કે નુકશાનકારક ?

આપણી સમાજ વ્યવસ્થામાં ‘સંબંધો’ નું બહુ જ મહત્વ હતું પણ ઇન્ફરમેશન ટેકનોલોજીના વિકાસે અને સોશિયલ મીડીયા ના પ્રવેશ તેમાં ઘણું સારૂ સાથે નુકશાન વિશેષ કરી દીધું છે. એકબીજાને લખાતા પત્રો તો ભૂતકાળ થઇ ગયું ને આજે મેસેજીસ, વિડીયોકોલ જેવી વિવિધ સગવડો આવી જતા હવે બધુ હાથ વગુ આવી જાય છે. તેમાં સંબંધો પણ આવી જાય છે. લોકો એકબીજાને ઓળખતા પણ ન હોય તેવા યુવક-યુવતિઓ આ માઘ્યમથી ભેગા મળીને મેસેજીસ બાદ બહુ ઝડપથી નજીક આવીને વિડીયો કોલ બાદ રૂબરૂ કે એકાંતમાં પણ મળવા લાગે છે. આજના યુવા વર્ગે જે દેખાય છે એ કયારેય સાચુ હોતું નથી અને જેનાથી દેખાતું ને તેની હકિકત હોય છે જો કે આ વસ્તુની જયારે ખબર પડે છે. ત્યારે ઘણું મોડું થઇ ગયું છે. આજના સોશ્યિલ મીડીયાના સંબંધોમાં યુવા વર્ર્ગે વિશેષ તકેદારી રાખવી જરુરી છે. જો કે ઘણા કિસ્સાઓ સાથે તેના આવી રહ્યા છે. જેમાં યુવક-યુવતિ સપડાયેલા જોવા મળે છે. સંબંધોની સાચી પરીભાષા આજના યુવા વર્ગે ખાસ સમજવાની જરુર છે. આજના યુગમાં નાના બાળકો પણ તેનો વપરાશ કર્તા હોવાથી તે પણ ન જોવાનું ઘણું જોવા લાગતા મા-બાપની ચિંતામાં વધારો થયો છે. સોશિયલ મીડિયાના માઘ્યમથી ગુનાખોરીનું પ્રમાણ વિશેષ વધી રહ્યું છે. ત્યારે સંબંધો બાંધવામાં લાખવાર વિચાર કરવાનો સમય આવી જ ગયો છે.