Abtak Media Google News

સરકારના સકારાત્મક ઇચ્છાશકિતના અભાવે પરિણામ દુ:ખદ આપવ્યું: વિશ્ર્વ હિન્દુ પરિષદ

ગુજરાત સરકારે સકારાત્મક અભિગમ પૂર્વક પ્રયત્નો કર્યા હોત તો પુરીથી જેમ કર્ણાવતીમાં પણ પરિણામ અલગ હોત તેમ વિશ્ર્વ હિન્દુ પરિષદ ગુજરાતે જણાવ્યું છે.

ગુજરાત વિહિપના અઘ્યક્ષ દિલીપભાઇ ત્રિવેદી તથા મંત્રી અશોક રાવલે જણાવ્યું છે કે, અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રાનો પવિત્ર દિવસ છે. ભગવાનના દર્શન કરી પાવન થયા. રથયાત્રા એટલે ભગવાનની નગરચર્ચા પરંતુ હાઇકોર્ટના આદેશને પગલે ભગવાનના રથ મંદિર પરિસરમાં જ કેદ થયા છે. જે અત્યંત દુ:ખદ છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદે રથયાત્રાનું આયોજન થાય તે માટે સતત પ્રયત્નો કર્યા વિશ્ર્વ હિન્દુ પરિષદ સંવિધાન અને ન્યાયલયનું સન્માન કરે છે પરંતુ સંપૂર્ણ ધટના ક્રમને ઘ્યાનમાં લેતા સ્પષ્ટ જણાય છે. ગુજરાત સરકારે સકારાત્મક અભિગમ પૂર્વક પ્રયત્નો કર્યા હોત તો પુરીની જેમ કર્ણાવતીમાં પણ પરિણામ અલગ હોત.

જો જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ ખરેખર રથયાત્રા  કાઢવાની અને પરંપરા જાળવવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હતા તો કોર્ટમાં તે પ્રમાણે સચોટ રજુઆત કેમ કાચા પડયા. ઉપરાંત હાઇકોર્ટ રથયાત્રા કાઢવા બાબતે પ્રતિબંધ મુકતો હુકમ કર્યોતેના વિરુઘ્ધ કોર્ટમાં કેમ રીવ્યુ પીટીશન ન કરી તેના બદલે રવિવાર તા. ર૧ ના રોજ રાત્રે રથયાત્રા નગરમાં નહી નીકળે અને રથ મંદિર પરિસરમાં જ ફરશે. લોકો ટીવીના માઘ્યમથી ભગવાનના દર્શન કરે તેવો અનુરોધ કર્યો. આવો નિર્ણય કેમ લઇ લીધો? ધાર્મિક પરંપરા અને લોકોની શ્રઘ્ધા ભાવનાનો વિચાર કેમ ન કર્યો.

ગુજરાત સરકારના સકારાત્મક પ્રબળ ઇચ્છા શકિત ના અભાવે પરિણામ દુ:ખદાયક આવ્યું છે હિન્દુ સમાજ આ માટે વર્તમાન સરકારને કયારેય માફ નહી કરે. હાઇકોર્ટના રીવ્યુ અરજી કરવામાં ત્રણ દિવસ સુધી અગમ્ય અને ગુઢ મૌન રાખી રીવ્યુ પીટીશન કરવામાં અક્ષમ્ય વિલંબ દર્શાવે છે કે સરકારે માત્ર પોતે પ્રયત્નશીલ છે તેવો દેખાડો કરવા પુરતી  જ અરજી કરી સરકારની યોગ્ય સમયની નિષ્કિીયતા ખેદજનક છે તમે વિહિપે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.