Abtak Media Google News

હાલ સરકારી ગોડાઉનમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, હાલનો ભાવ વધારો સામાન્ય: ખાદ્ય સચિવનું નિવેદન

સરકારે દેશમાં ઘઉં અને ચોખાના ભાવમાં વધારો સામાન્ય ગણાવ્યો છે.  જો અનાજના ભાવમાં કોઈ અસાધારણ વધારો થશે તો સરકાર બજારમાં હસ્તક્ષેપ કરશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ તેવી જાહેરાત કરી છે. વધુમાં  તેઓએ ઉમેર્યું કે સરકારી ગોડાઉનોમાં અનાજનો પૂરતો સ્ટોક છે.  ઘઉં-ચોખામાં કોઈ વસ્તુની કમી નથી.  જરૂર પડશે તો તેને માર્કેટમાં ઉતારવામાં આવશે.

ખાદ્ય સચિવે કહ્યું કે 14 ઓક્ટોબર, 2021ના રોજ ઘઉંની જથ્થાબંધ કિંમત પ્રતિ ક્વિન્ટલ 2,331 રૂપિયા હતી.  અગાઉ 2020 માં, તે જ સમયે આ કિંમત 2,474 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.  તેથી વર્તમાન વર્ષમાં ઘઉંના ભાવમાં થયેલા વધારાની સરખામણી પાછલા વર્ષના ભાવ સાથે કરવી યોગ્ય નથી.  તેની સરખામણી 2020માં પ્રવર્તમાન કિંમતો સાથે થવી જોઈએ.  આ વર્ષે 14 ઓક્ટોબરે જથ્થાબંધ ઘઉંના ભાવમાં 2020ની સરખામણીમાં 11.42 ટકાનો વધારો થયો હતો અને તે 2,757 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો.  છૂટક ઘઉંના ભાવ 12.01 ટકા વધીને રૂ. 31.06 પ્રતિ કિલો થયા છે.

ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે  સરકાર પાસે તેના ગોડાઉનમાં ઘઉં અને ચોખા બંનેનો સંતોષકારક સ્ટોક છે.  આનું કારણ સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા  અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી કરતાં વધુ પ્રાપ્તિ છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અશોક કેકે મીનાએ જણાવ્યું હતું કે સરકાર પાસે ઘઉંનો સ્ટોક 1 ઓક્ટોબર સુધીમાં 2.27 લાખ ટન હતો, જે બફર ધોરણે 205 લાખ ટન હતો.  તે જ સમયે, ચોખાનો સ્ટોક 103 લાખ ટનના બફર ધોરણની સામે 205 લાખ ટન હતો.  તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણ જરૂરિયાતો માટે મફત અનાજની સપ્લાય કર્યા પછી પણ, 1 એપ્રિલ, 2023 સુધીમાં ઘઉં અને ચોખાનો અંદાજિત સ્ટોક સામાન્ય બફર ધોરણો કરતાં ઘણો વધારે હશે.

ઇંધણ, પરિવહન અને અન્ય ખર્ચમાં વધારાને કારણે ઘઉંના ભાવ વધ્યા

કેન્દ્રીય સચિવે જણાવ્યું કે ઘઉંના ભાવમાં થયેલો આ વધારો લઘુત્તમ ટેકાના ભાવ, ઇંધણ અને પરિવહન અને અન્ય ખર્ચમાં વધારાને અનુરૂપ છે. જેમાં ચિંતા કરવા જેવુ નથી. છૂટક ઘઉંના ભાવ 12.01 ટકા વધીને રૂ. 31.06 પ્રતિ કિલો થયા છે. જે પરિસ્થિતિને અનુરૂપ અસાધારણ ભાવ વધારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.