Abtak Media Google News

પ્રોસ્ટેટ કેન્સરમાં લક્ષણોને નજર અંદાજ કરવાtreatment થી મૃત્યુ સુધીનું જોખમી પરિણામ ભોગવવું પડે

કેન્સર એટલે કેન્સલ. બીમારીઓમાં સૌથી વધુ ઘાતક બનતી જતી કેન્સરની બીમારી માં ખાસ પુરુષોને જ શિકાર બનાવતા પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહી છે, ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર નો છેલ્લા પાંચ વર્ષમાં 64ટકા જેટલો દર અને 65વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રોસ્ટેટ કેન્સરની સૌથી વધુ સમસ્યા જોવા મળી છે.. જોકે હવે આ બીમારીએ યુવાનો તરફ મોતનું નાળચું  ફેરવ્યું હોય તેમ અગાઉ મોટી ઉંમરના પુરુષોને થતું આ રોગ હવે યુવાનોને પણ નિશાન બનાવી રહ્યું છે,

આધુનિક જીવનશૈલી, ખાનપાન અને વાતાવરણની અસરથી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નિષ્ણાતો એ ચેતવણી ઉચ્ચારી છે કે પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક લક્ષણો ને અવગણીને જો સારવારમાં વિલંબ કરવામાં આવે તો આ કેન્સર અસાધ્ય બની જાય.

શું છે પ્રોસ્ટેટ કેન્સર??

શરીરમાં કોષ વિભાજન ની પ્રક્રિયામાં ઊભી થતી “ગરબડ” ના કારણે સર્જાતી પરિસ્થિતિને કેન્સર કહેવામાં આવે છે… કેન્સરમાં પ્રોસ્ટેટ કેન્સર સૌથી વધુ જીવણ માનવામાં આવે છે પુરુષો માં અખરોટ આકારની નાની ગ્રંથી જે શુક્રાણુઓ ના પોષણ, અને પરિવહન માટે નું કાર્ય કરે છે અને વીર્ય ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, આ ગ્રંથિમાં કોષ વિભાજનની પ્રક્રિયા અનિયંત્રિત થઈ જાય ત્યારે પ્રોસ્ટેટ કેન્સર થઈ જાય છે,  પ્રોસ્ટેટ કેન્સરમાં અલગ અલગ પ્રકાર માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમાં , માઈક્રોસેલ કોરસીનોમસ, ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમર, ટ્રાન્ઝિશનલસેલ કાર્સીનોમાસ, સારકોમાસ ના અલગ અલગ પ્રકારો માં સૌથી વધુ એન્ડોકારશિનોમાં નું પ્રમાણ જોવા મળે છે,

પ્રોસ્ટેટ કેન્સરની સૌથી મોટી સમસ્યા એ છે કે તેના લક્ષણો અન્ય બીમારીઓનો ભ્રમ ઊભોકરે છે અને તેમાં સમય વીતી જાય છે..પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશય અને મૂત્રમાર્ગ ની નજીક હોવાથી પ્રારંભમાં પ્રોસ્ટેટ કેન્સર ની અસરથી પેશાબ સબંધી તકલીફો શરૂ થાય છે.. પેશાબમાં તકલીફ બળતરા અને મૂત્રમાર્ગમાં ગાંઠ જેવા લક્ષણો દેખાય છે રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવું પડે.. પેશાબમાં લોહી આવે વીર્યમાં લોહી આવે અને પેશાબ પર નિયંત્રણ ન રહે તો સમજી લેવું કે કંઈક “ગડબડ”છે, સ્ખલન વખતે પીડાથાય તો પણ પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા નો પ્રારંભ થયો હોવાનું ગણીને તાત્કાલિક સમસ્યાનું નિદાન  કરાવી લેવું હિતમાં છે.

પ્રોસ્ટેટ કેન્સરમાં મોટાભાગે વિલંબ થી થતું નીદાન અને સારવારમાં સમય વીતી જવાથી પ્રોસટેટ કેન્સર ગ્રંથિની બહાર હાડકા અને શરીરના અન્ય વિસ્તારમાં ફેલાઈ જાય છે જે પછી અસાધ્ય તબક્કામાં પ્રવેશી જાય છેકેન્સર ના લક્ષણોમાં પેડુ અને મૂત્રાશયના માર્ગો ,સિવાય પગ, બેઠકસાથળ અને શરીરમાં સોજા આવવા લાગે ,હાડકામાં દુખાવો રહે ,હાડકા નબળા પડે ની સમસ્યાઓ જોવા મળે છેસામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર મોટી ઉંમરના પુરુષોને થવાની શક્યતા રહે છે પરંતુ 15 થી 40 વર્ષના પુરુષોમાં પણ હવે આ રોગ ની એન્ટ્રી થઈ ચૂકી છે, પ્રારંભિક લક્ષણો દેખાય એટલે તાત્કાલિક તબીબોની સલાહ લઈ લેવાથી જો પ્રારંભિક તબક્કામાં પ્રોસટેટ કેન્સર ની જાણ થઈ જાય તો તેને જીવલેણ બનતા અટકાવી શકાય

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ કોના પર સૌથી વધુ?

પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિમાં કોષવિભાજન ની પ્રક્રિયા વિચલિત થઈ જાય ત્યારે આ રોગનું સર્જન થાય છે સામાન્ય રીતે વૃદ્ધો, કેન્સરની બીમારી નો વારસો ધરાવતી વ્યક્તિ, મેદસ્વિતા બિન આરોગ્યપ્રદ જીવનશૈલી વ્યસન જેવા પરિબળો કેન્સર માટે સૌથી વધુ અનુકૂળ હોય અને આ પરિસ્થિતિ જોખમી પુરવાર થાય છે,

જોકે આહારમાં ફળો લીલા શાકભાજી નિયમિત કસરત અને સપ્રમાણ વજન જાળવી રાખવાથી કેન્સરનું પ્રમાણ ઘટી પણ શકે છે

*એક વખત નિદાન અને સારવાર થયેલ મટી ગયેલું પ્રોસ્ટેટકેન્સર ફરીથી ઉથલો મારી શકે….કેન્સર એ શરીરની કોષવિભાજન ની પ્રક્રિયા સાથે ઉભી થયેલી સમસ્યા નો રોગ છે ,પ્રોસ્ટેટ કેન્સર પણ એક વખત મટી ગયા પછી ફરીથી ઉથલો મારે ..પ્રોસ્ટેગ્રંથિ બહાર અન્ય ભાગોમાં ફેલાય તો મેટાસ્ટેટિક પ્રોબ્લેમ ગણવામાં આવે છે પ્રોસ્ટેટ કેન્સર એક વખત મટી ગયા પછી બીજી વાર ઉથલો મારવાનો હોય ત્યારે પેશાબમાં લોહી, પેશાબ કરવા માં મુશ્કેલી, થાક અને પીઠના નીચેના ભાગમાં દુખાવો અને વારંવાર કમળો થવાની સમસ્યા ની “આલબેલ” આપે છે, એક વખત કેન્સર થયા પછી જો મટી ગયું હોય તો સારવાર અને તપાસ સતત ચાલુ રાખવી જોઈએ

પરીક્ષણ માટે ના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે..

કેસર ને હઠીલો રોગ માનવામાં આવે છે એક વાર થયા પછી મટી ગયા પછીપણ બીજી વાર  થઈ શકે છે, અમેરિકા કેન્સર સોસાયટી દ્વારા પ્રોસ્ટેટ કેન્સલ પર કરવામાં આવેલા સર્વેમાં 50થી વધુ ઉંમરના લોકોને આ રોગનું જોખમ સતત વધુ હોવાથી ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, 65વર્ષથી લોકોને વધારે સાવજ રહેવાની જરૂર છે હવે તો ડિજિટલ ટ્રેક્ર એક્ઝામ અને ડિઝાઇન અલ્ટ્રા સાઉન્ડ એમઆરઆઇ પ્રોસ્ટેટ માંથી પેસી ના નમુના એકત્રિત કરીને તેની તપાસ કરી શકાય છે

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે..

કેન્સર એટલે કેન્સલ એવું માની લેવાની જરૂર નથી હવે તો આધુનિક તબીબી સારવાર પદ્ધતિમાં લગભગ 99 જાતના કેન્સર મટી શકે છે પ્રોસ્ટેટ કેન્સર નું જોખમ પણ ઘટાડી શકાય છે, જોકે પોસ્ટર કેન્સરને સૌથી વધુ જીવલેણ બીમારી માનવામાં આવે છે ,જોખમ ઘટાડવા માટે ઓછી ચરબી વાળો ખોરાક, ફળો અને શાકભાજીનું પ્રમાણ વધારવુંવધુ ફેટ ધરાવતી ડેરીની વસ્તુઓ ઓછી ખાવી ,અને સતત પણે વ્યાયામ કરવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.