Abtak Media Google News

શિક્ષકો, મુખ્ય શિક્ષક અને વિદ્યાસહાયક વિગેરે શાળાકીય સ્ટાફ દ્વારા તેમની કામગીરી કે ઉન્ય પ્રશ્નો માટે શિક્ષણ વિભાગમાં માળખું ગોઠવેલું હોવા છતાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ઉચ્ચ કક્ષાએ સીધી રજૂઆતો કરવામાં આવતી હોવાના અને બારોબાર કોર્ટમાં લઇ જવાતા મુદ્દાને શિક્ષણ વિભાગે ગંભીરતાી લીધો છે અને તેને અશિસ્ત ગણાવતા તેમની સામે ખાતાકીય પગલા લેવાની ચીમકી ઉચ્ચારી છે. સરકારમાં કે કોર્ટમાં રજૂઆત કરવાના બદલે ડીઇઓ કે પ્રામિક શિક્ષણ નિયામક અને શિક્ષણ વિભાગના અગ્રસચિવને પહેલા રજૂઆત કરવા તાકિદ કરી છે. તે પછી પણ સંતોષ ન ાય તો જ ન્યાયાલયનો આશરો લઇ શકાશે તેમ જણાવ્યું છે.

છેલ્લા કેટલાક સમયી શિક્ષકોને લગતા વધી રહેલા પ્રશ્નો અંગે પગલા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રામિક શિક્ષણ નિયામક ડો. એમ.આઇ. જોશીની દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં વિદ્યાસહાયકો, બીઆરસી, સીઆરસી, શિક્ષકો વિગેરે કેવી રીતે રજૂઆત કરવી તેની માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. શાળા સંચાલન અને સ્ટાફની સેવાકીય બાબતે નિયમો અને જોગવાઇઓ નક્કી કરાયેલા છે. જેમાં બીટ નિરીક્ષક, તાલુકા-જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારી જેવું વહીવટી માળખુ અને ડીઇઓી લઇને શિક્ષણ વિભાગના અગ્રસચિવ સુધીના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો ઇ શકે છે. તેમ છતાં શાળાકીય સ્ટાફ દ્વારા યોગ્ય માળખામાં પહેલા રજૂઆત કરવાના બદલે ઉચ્ચ કક્ષાએ સીધી રજૂઆતો કરીને વગ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. તે સો ન્યાયાલયનો પણ આશરો લેવાતો હોવાનું ધ્યાન પર આવેલું છે. શિક્ષકોના મોટા સ્ટાફને ધ્યાનમાં લેતા આવી રજૂઆતો પણ મોટાપાયે કરવામાં આવી રહી છે. જે ગંભીર ગેરશિસ્ત ગણાય અને તેના કારણે રાજય કક્ષાએ ન્યાયાલયમાં કામગીરીનું ભારણ પણ બિનજરૂરી રીતે વધી જાય છે. જેી પ્રામિક શાળાના શૈક્ષણિક કર્મચારીઓને યોગ્ય રીતે રજૂઆતો કરવા માટે જ આદેશ કરવામાં આવે છે.

હવે પહેલા સેવાકીય કે શૈક્ષણિક બાબતો અંગે તાલુકા કક્ષાએ પ્રા. શિક્ષણાધિકારીને જરૂરી આધાર સો રજૂઆત કરવાની રહેશે. તેઓ ૨૦ દિવસમાં પ્રત્યુતર પાઠવશે. તે પછી જિલ્લા પ્રામિક શિક્ષણાધિકારીને બીજી રજૂઆત ઇ શકશે. તેઓ એક મહિનામાં આ અંગે નિર્ણય લઇને જાણ કરશે. તે પછી પ્રામિક શિક્ષણ નિયામક અને તેમને રજૂઆત બાદ પણ અસંતોષ જણાય તો શિક્ષણ વિભાગના નાયબ સચિવ અને છેલ્લે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને ચારે કક્ષાએ કરેલી રજૂઆતોના પ્રત્યુતર સોની નકલો સો ફરિયાદ કરી શકાશે. સેવાના નિયમો મુજબ કર્મચારીઓ દ્વારા નોકરીને સ્પર્શતી બાબતોની રજૂઆતો બિન સરકારી વ્યક્તિ કે કોઇપણ વ્યક્તિની વગનો ઉપયોગ કરવા માટે નિષેધ કરવામાં આવે છે. હવે પછી તેવી રજૂઆતોની જાણ શે તો શિસ્તભંગ ગણવામાં આવશે. તેમને શો-કોઝ નોટીસ આપીને તેમની સામે કાર્યવાહી કરીને ખાનગી અહેવાલમાં નોંધ કરવામાં આવશે. જો શિસ્ત અધિકારી આવા પગલા નહીં ભરે તો તેમની સામે પણ ફરજમાં નિષ્ઠાનો અભાવ ગણીને પગલા લેવામાં આવશે. તમામ કાર્યવાહીી કર્મીને અસંતોષ ાય તો તેઓ ન્યાયાલયનો આશરો લઇ શકશે. પ્રામિક શિક્ષક સંઘ તાલુકા કચેરીમાં નિર્ધારીત સમયે રજૂઆત કરી શકશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

રાજ્યની ૩૫૦૦ શાળાઓ કમિટી સમક્ષ દરખાસ્ત કરશે

રાજ્યમાં આવેલી ખાનગી સ્કૂલો પોતાની ફી મંજુર કરાવવા માટે હવે કમિટી સમક્ષ દરખાસ્ત કરવાનું આયોજન કરી રહી છે. સમગ્ર રાજ્યમાંી સાડા ત્રણ હજાર જેટલી સ્કૂલો કે જેમની ફી સરકાર દ્વારા નક્કી કરાયેલા સ્ટ્રક્ચર કરતા વધુ છે તેવી સ્કૂલો આગામી દિવસોમાં કમિટી સમક્ષ ફી અંગે દરખાસ્ત કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. જોકે, એક બાજુ કમિટી સમક્ષ દરખાસ્ત કરી ફી વધારવા ઉપરાંત કાયદાકીય લડત આપવા સહિતના બંને પાસાઓ પર હાલમાં સંચાલકો વિચારણા કરી રહ્યા છે.

રાજ્યમાં આવેલી ખાનગી સ્કૂલોના ફી નિયમનને લઈને સરકાર દ્વારા વિધેયક પસાર કરવામાં આવ્યા બાદ તે અંગેના નિયમો પણ તૈયાર કરી દેવાયા છે. રાજ્યમાં ૧૬૨૪૭ ખાનગી સ્કૂલો આવેલી છે. જેમાં પ્રાયમરીની ખાનગી શાળા ૯૩૮૪, માધ્યમિક ખાનગી શાળા ૩૮૩૧ અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી શાળા ૩૦૩૨ આવેલી છે. સરકાર દ્વારા ખાનગી શાળા માટે જે ફીનું ધોરણ નક્કી કર્યુ છે તેમાં પ્રામિક માટે રૂ. ૧૫ હજાર, માધ્યમિક માટે રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિક માટે રૂ. ૨૭ હજાર ફી નક્કી કરાઈ છે. આ ફી ધોરણ કરતા વધુ ફી લેવા માંગતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ પોતાની સ્કૂલનું ઓડીટ એકાઉન્ટ તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને ત્યાર બાદ કમિટી દ્વારા ફી નક્કી કરવામાં આવશે. રાજ્યમાં આવેલી ૧૬ હજાર કરતા વધુ સ્કૂલો સામે માત્ર સાડા ત્રણ હજાર જેટલી જ સ્કૂલો એવી છે કે, જેમની ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણ કરતા વધુ છે. એટલે કે, રાજ્યની ૧૨૫૦૦ જેટલી સ્કૂલોની ફી તો સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ જેટલી અવા તો તેના કરતા ઓછી છે. જેી આ સ્કૂલોને પોતાની ફી મંજુર કરવવા માટે કમિટી સમક્ષ જવાની જરૂર રહેશે નહીં. પરંતુ તે સિવાયની લગભગ સાડા ત્રણ હજાર જેટલી સ્કૂલો એવી છે કે, જેમની ફી ખુબ જ ઉંચી છે. જેી આ સ્કૂલો કમિટી સમક્ષ દરખાસ્ત કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. અમદાવાદમાં અંદાજે ત્રણસો જેટલી સ્કૂલો છે કે જેમની ફી સરકારના ધોરણ કરતા ઉંચી છે. જેી આ સ્કૂલો પૈકી મોટાભાગની સ્કૂલો પોતાની ફી મંજુર કરાવવા માટે ટૂંક સમયમાં દરખાસ્તો કરવાનું શરૂ કરશે તેમ જણાઈ રહ્યું છે. જોકે, તમામ સ્કૂલો દરખાસ્ત કરશે જ તે પણ જરૂરી ની. અમુક સ્કૂલોએ કમિટી સમક્ષ દરખાસ્ત કરવાના બદલે કોર્ટમાં જવાનું નક્કી કર્યુ હોઈ તેઓ કોર્ટનો સહારો લેશે તેમ જણાઈ રહ્યું છે. રાજ્યના ખાનગી સ્કૂલો સંચાલકો પૈકી ઘણા સંચાલકો એક ઈ આ વિધેયક સામે કાયદાકીય લડત આપવાનું પણ વિચારી રહ્યા છે. જેમાં હાલમાં તેઓ લિગલ ઓપીનિયન લેવાની કાર્યવાહી કરી રહ્યા છે અને ત્યાર બાદ તેઓ આ મુદ્દે હાઈકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રિમ કોર્ટ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે. આમ, રાજ્યની સાડા ત્રણ હજાર જેટલી સ્કૂલો ફી માટે દરખાસ્ત કરે તેમ જણાય છે. જેમાં એક ઝોનમાં સરેરાશ ૮૦૦ી ૯૦૦ સ્કૂલો દરખાસ્ત કરશે. બીજીતરફ રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન વિધેયક પસાર કર્યા બાદ હવે ટૂંક સમયમાં ફી કમિટીની રચના કરવામાં આવશે. જેી સ્કૂલો પોતાની ફી કમિટી સમક્ષ મુકી મંજુરી મેળવી શકશે. આ મુદ્દે ડીઈઓ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલોના સંચાલકોને માર્ગદર્શન આપશે.

રાજકોટ સહિતના ચાર ઝોન માટે ફી રેગ્યુલેટરી કમિટી રચાશે

ફિ નિયમન માટે શિક્ષણ બોર્ડ દ્વારા કમીટી રચવામાં આવી છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોન માટે કમીટી રચવામાં આવશે. વધુ પડતી ફિ ઉઘરાવતી શાળાઓ સામે આ કમીટી કાર્યવાહી કરશે અને ફિ નિર્ધારણ માટેના તમામ પગલા લેવામાં આવશે. આ બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આ કમીટીઓ શાળાઓના ફિ નિર્ધારણ માટે કાર્યવાહી કરશે અને આ માટે આવેલી અરજીઓને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમોનું યોગ્ય પાલન ાય છે કે નહીં તેના પર પણ પુરતુ ધ્યાન આપવામાં આવશે. ફિ રિવિઝન કમીટીનું કાર્ય ફિ નિર્ધારણ રહેશે. એક વખત કમીટીમાં રજૂઆત આવ્યા બાદ તેની વધારાની વિગતો એફ.આર.સી. એટલે કે ફિ રિવિઝન કમીટી સમક્ષ રજૂ શે. ત્યારબાદ વધુ કામગીરી આગળ ધપાવવામાં આવશે.

ફી નિર્ધારણ કમિટીમાં વાલીઓનો સમાવેશ કેમ નહીં?

રાજય સરકાર દ્વારા ફિ નિયમનના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને કમીટીમાં કોણ-કોણ સભ્યો હશે તે પણ નક્કી જો કે કમીટીમાં વાલીઓને સન આપવામાં ન આવતા વિવિધ વાલી મંડળોમાં રોષ ફેલાયો છે. સ્કુલના વાલીઓ પણ કમીટીમાં વાલીઓને સન આપવામાં આવે તેની હિમાયત કરી રહ્યાં છે. આ મુદ્દે વાલી મંડળ દ્વારા રાજયના શિક્ષણ મંત્રીને ‚બ‚ મળી રજૂઆત કરી હતી. જો કે, આ પ્રશ્ર્નનું નિરાકરણ ન આવતા કમીટીની કામગીરી સામે વાલીઓએ શંકા વ્યકત કરી છે. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે નોટિસ જાહેર કરીને ખુલાસો માગ્યો છે કે કમીટીમાં વાલીઓને સન કેમ આપવામાં આવ્યું ની. આ બાબતે પ્રફુલ દેસાઈ દ્વારા કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી હતી અને ફિ રેગ્યુલેટરી કમીટીમાં વાલીઓને સન આપવામાં કેમ ની આવ્યું ? તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ મુદ્દાને ગંભીરતાી લેતા કહ્યું હતું કે, શિક્ષણ અને વાલીઓને સીધો સંબંધ છે ત્યારે કમીટીમાં શિક્ષકોને સન મળવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.