જંગલો છે,તો આપણે છીએ અને તે ટકી રહેશે તો જ આપણે ટકી રહીશું !!

આજે વિશ્વ વન દિવસ

 

આપણાં જંગલો સ્વસ્થ હશે તોજ આપણું આરોગ્ય સારૂ રહેશે:  વાતાવરણમાં ઠંડક લાવવા અને પર્યાવરણનાંરક્ષણ માટે જંગલોની ભૂમિકા મહત્વની: 2012થી ઈન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ઉજવાય છે

વિશ્વના દરેક દેશો આજે જંગલના રક્ષણ સાથે વૃક્ષો સાથે જોડાયેલી  પ્રવૃત્તિઓનું આયોજન કરે છે: આપણા ગુજરાતમાંસાત પ્રકારનાં જંગલો જોવા મળે છે તેમાં જુનાગઢના ગીર જંગલ વિશ્વભરમાં જાણીતું છે: આ વષની થીમ: જંગલો અને આરોગ્ય છે

વર્ષો પહેલાના વાતાવરણ અને આજના વાતાવરણમાં   ઘણો તફાવત જોવા મળે છે, તેનું કારણ જંગલો અને  વૃક્ષોનષ્ટ થતાં જાય છે તે છે આજનો દિવસ આપણને ઘણી બાબતે જાગૃત કરે છે. માનવજતને વનો દ્વારા આગાહી લાભો -પેદાશો સાથે ઘણા  ઉપકારો  મળ્યા છે.આપણે વનની જાળવણીકરવી ખૂબજ જરૂરી છે. વૃક્ષો વરસાદ  લાવવામાં મદદ કરતાં હોવા ઉપરાંત પર્યાવરણને શુધ્ધ રાખવાની અહંમ કામગીરી  કરે છે.  વન-જંગલોને નુકશાન ન થાયતેવું આયોજ હોવું જોઈએ. વિકસતા વિકાસના પગલે માનવીએ સિમેન્ટના જંગલો  ખડકીને ગ્લોબલ વોર્મિંગ જેવી ભયાનક સમસ્યાને આમંત્રણ આપી દીધું છે.

દર વર્ષ વિશ્વવન દિવસની વાર્ષિક થીમ અપાય છે તેમાં આ વર્ષે   જંગલો અને આરોગ્ય થીમ ઉપર સમગ્ર 2023નાં વર્ષમાંવિવિધ આયોજનો  કરવામાં આવે છે. જંગલોના સંરક્ષણ સાથે તેમાંરહેતા પશુ પંખીઓનું રક્ષણ અનેસંવર્ધન પણ જરૂરી છે. આપણા જંગલો સ્વસ્થ હશે તોજ આપણુ આરોગ્ય સારૂરહેશે તે  હકિકત છે. સૌ જાણતા હોવા છતાં  આપણે જ  આપણું પયાવરણ બગાડી ને મુશ્કેલી ઉભી કરી છે. આવનારી પેઢીને ફરી હરીયાળી પૃથ્વી  આપવા સૌએ  યુધ્ધના ધોરણે કામ કરવું જ પડશે. વાતાવરણમાં ઠંડક લાવા અને પર્યાવરણના રક્ષણ માટે  જંગલોની ભૂમિકા   અહંમ છે. આપણા ગુજરાતમાં ભારતના અન્ય રાજયો કરતાં જંગલો વૃક્ષો ઓછા જોવા મળે છે. આપણુ ગીરનું જંગલતો વિશ્વ  ભરમાં જાણીતું છે.

ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ભરૂચ,  નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જેવાવિવિધ  જિલ્લામાં રાજયનો અડધો વન વિસ્તાર જોવા મળે છે.  દેશના કુલ જંગલોમાં 20 ટકા દાવાનળ ફાટવાની પણ જોખમ રહે છે. વરસાદી અને   ખરાઉ જંગલો સાથે વિવિધ  પ્રકારનાં જંગલો આપણા દેશમાં જોવા મળે છે. આપણા પૂર્વોતર વિસ્તારો  મેઘાલય, નાગાલેન્ડ અને અરૂણાચલમાં દેશના પોણાભાગના જંગલો કવર કરી રહ્યા છે. આપણાબધાનો ધ્યેય હવે તો  વૃક્ષો વાવો-ઉછેરવા અને જતન કરવાનો જ હોવો જોઈએ.   આજે વૈશ્ર્વિક સ્તરે વૃક્ષો સાથે  જોડાયેલી  પ્રવૃત્તિઓનું  આયોજન થઈ રહ્યું છે.   ત્યારે આવનારી પેઢીને દરેક મા-બાપ, પરિવાર કે   શિક્ષકોએ જંગલનું મહત્વ સમજાવવાની અને તેના મહત્વની જાણકારી આપીને છાત્ર શકિતને   પર્યાવરણના રક્ષણ સાથેની  પ્રવૃત્તિમાં  જોડવાની જરૂર છે. આપણાદેશમાં વન્યધારાના કડક કાયદાના અમલને કારણે આંશિક  સફળતા મળી છે. પણ હજુ ઘણુ કરવાની જરૂર છે.ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની જાહેર કરેલ એક યાદી મુજબ  દર મીનીટે 25 હેકટર એટલે કે

36 ફૂટબોલના મેદાનો જેટલા કુદરતી વનોનો  નાશ થઈરહ્યો છે, જો આમને આમ  ચાલુ રહ્યું  તો એક પૃથ્વી વન વિહોણી બનતા વાર નથી લાગવાની વૈજ્ઞાનિકોના મત મુજબ ઓછામાં ઓછી 33% જમીન  વન વિસ્તાર ધરાવે છે. એનો મતલબ એ થયો કે   આપણે દરેક 20 ટકાથી વધુ વૃક્ષો રોજ વાવવા પડશે.  જંગલોનો  નાશ થતાં રોકો અને વૃક્ષો વાવતા રહો તોજ  આગળ જતા ફાયદાની આશા રાખી શકીએ.

જંગલો છે, તોઆપણે છીએ અને તે ટકી રહેશે તો જ આપણે ટકી રહીશું  જંગલો વિના માત્ર   માનવજીવન જ નહૈી પણ પ્રાણી,પશુ,  પંખીઓના  જીવનની કલ્પના ન થઈ શકે. વિશ્વભરમાં 1971થી આ મુવમેન્ટ ચાલી આવી રહી છે.પણ  છેલ્લા દશકા ઉપરનાં વર્ષો વિશ્વના તમામ  દેશો સક્રિય કાર્ય કરવા લાગ્યા છે.   જંગલોમાંજ ોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પરનાં ઓકિસજનનો મુખ્ય સ્ત્રોત છે. જો આ ન હોય તો ઓકિસજનની ઉણપ જીવન માટે જોખમી  સાબીત થઈ શકે છે.

આપણા જંગલો મનુષ્ય-પ્રાણીઓ-પંખીઓને અન્ન,પાણી,  અને આશરો આપતા હોવાથી  લોકો જીવનમાં તેનું વિશેષ મહત્વ છે. જંગલોનાં પણ વિવિધ પ્રકાયરો હોય છે. જેમાં  મુખ્યત્વે ત્રણ પ્રકારનાં  અનામત જંગલો, સંરક્ષીત જંગલો અને અવર્ગીકૃત જંગલો ગણાય છે. આ ત્રણેય પ્રકારનાં જંગલોસરકારી તંત્રના સીધા નિયંત્રણમાં  આવે છે. આપણાદેશનો જંગલો કુલવિસ્તાર પૈકી 54.4 ટકા જગ્યા રોકે છે. જયારે વન વિસ્તારના  29.21 ટકા જગ્યા રોકે છે. આપણા દેશના ઘણા જંગલો  દુર્ગમ  અને ગીચ હોવાથી તેને વર્ગીકૃત કરાયા નથી વ્યવસ્થાની દ્રષ્ટિએ રાજયની માલિકીના જંગલો, સામુદાયિક જંગલો અને  ખાનગી જંગલો જેવા ભાગો પાડી શકાય છે.

 

જંગલો એટલે પૃથ્વીના ફેફસા !

 

વન-જંગલો આપણા જીવન સાથે પ્રાચિનકાળથી જોડાયેલા છે. ત્યારે આજના ગ્લોબલ  વોર્મિંગના  સમયમાં નષ્ય થતાં વનો જંગલો આગામી વર્ષોમાં   ભયાનક આંધી લાવશે એ નકકી છે. જો આનાથી બચવું હશે તો પૃથ્વીના  ફેફસા સમા જંગલોનું  જતન અને રક્ષણ કરવાની  તાતી જરૂર છે.ઘણા વર્ષો તેનો દિવસ ઉજવીએ છીએ. પણ આપણા સૌથી મોટા કુદરતી ખજાના પૈકી જંગલોના મહત્વ વિશે છાત્રોમાં, ભાવી પેઢીમાં જાગૃતિ લાવવાની જરૂર છે.જંગલો અને  વૃક્ષો વગર  માનવ જીવનની કલ્પના અશકય છે.પૃથ્વી વસતા  તમામના જીવન માટે ઓકિસજન બનાવતું હોવાથી તે આવશ્યક છે.જંગલો તમામ વન્યજીવોનું ઘર છે. ગ્લોબલ વોર્મિંગ અને ઔદ્યોગીક અસરોએ જંગલના  અસ્તિત્વ અને તેની વન્યજીવન અને માનવ સુરક્ષાને જોખમમાં મૂકયું છે.

‘પધારો… વૃક્ષ વધારો, આવજો… વક્ષ વાવજો….’