- ધૂમ્રપાન,તમાકુનું સેવન,અસ્વસ્થ આહાર, મેદસ્વીતા, વધતી ઉંમર, તણાવ હૃદય રોગને નોતરે છે
હૃદય રોગ એ એક ગંભીર અને વ્યાપક સ્વાસ્થ્ય સમસ્યા છે જે વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંની એક છે. તે કોઈ એક રોગ નથી, પરંતુ હૃદયને અસર કરતી વિવિધ પરિસ્થિતિઓનો સમૂહ છે જે હૃદયના કાર્યને અવરોધી શકે છે,હૃદય એ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે સતત લોહીને પમ્પ કરીને શરીરના દરેક ભાગમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી, ત્યારે તે શરીરના અન્ય અવયવોને પણ અસર કરી શકે છે, જેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે. હૃદય રોગ આ હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો અથવા તેની રચનામાં ખામી દર્શાવે છે. છાતીમાં દુખાવો દબાણ, દબાણ, ભારેપણું, સંકોચન, બર્નિંગ અથવા છાતીના મધ્યમાં અસ્વસ્થતા. આ દુખાવો હાથ, ખભા, ગરદન, જડબા, ગળા, પીઠ અથવા પેટના ઉપરના ભાગમાં પણ ફેલાઈ શકે છે. હૃદય રોગના ઘણા કારણો છે, જે જીવનશૈલી, આનુવંશિકતા અને અન્ય તબીબી પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે, ધૂમ્રપાન ધમનીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે અને લોહીને ગંઠાઈ જવાની શક્યતા વધારે છે. સ્થૂળતા વધુ પડતું વજન હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવા અન્ય જોખમી પરિબળોને વધારે છે.વ્યાયામનો અભાવ હૃદય રોગના જોખમને વધારે છે. હૃદય રોગની સારવાર રોગના પ્રકાર, તીવ્રતા અને વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. સારવારમાં સામાન્ય રીતે જીવનશૈલીમાં ફેરફાર, દવાઓ અને જરૂર પડ્યે સર્જરી અથવા અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે,હૃદય રોગ એક ગંભીર સ્થિતિ હોવા છતાં, સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી તેની ગૂંચવણો ઘટાડી શકાય છે અને લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.
જૂની પેઢીમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઓછું હતું: ડો.વિશાલ સદાતીયા
ડો. વિશાલ સાગઠિયાએ એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે હાર્ટ એટેકને લગતા પ્રશ્નો ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, જૂની પેઢીમાં એકંદરે જોવા જઈએ તો હાર્ટ એટેકનું પ્રમાણ આટલું બધું હતું નહીં, પણ અત્યારના યુગમાં ચિંતા નો વિષય એ છે કે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક ના પ્રશ્ન ખૂબ વધુ જોવા મળી રહ્યા છે. અત્યારે જોવા જઈએ તો અત્યારની આપણી લાઈફ સ્ટાઈલ, બહારનું જંક ફૂડ ખાવું હાર્ટ એટેક આવવાના આ બે મુખ્ય કારણ છે. અમુક અંશે વારસાગત કારણો પણ હાર્ટ એટેક આવવાના હોય છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં થોડો સમય આપણા શરીર માટે કાઢવો ખૂબ જ જરૂરી છે. રોજિંદા જીવનમાં 30 મિનિટ એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, અને સાથે સાથે યોગા કરવા પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી હાર્ટ એટેકના પ્રશ્નો ખૂબ જ ઓછા થઈ શકે છે છાતીમાં દુખાવો થવો પેટમાં બળતરા થવી આવી સામાન્ય તકલીફો શરીરમાં જાણવા મળે તો તે હાર્ટ એટેકને સંકેત આપતી વસ્તુ છે.
યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે: ડો.અંકુર ઠુંમર
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.અંકુર ઠુમરે જણાવ્યું હતું કે, અત્યારના યુવાનોમાં હાર્ટ એટેકને પ્રશ્ન ખૂબ જોવા મળ્યા છે તેનું મુખ્ય કારણ છે પોતાની જ લાઈફ સ્ટાઈલ, બહારનું ફૂડ ખાવું એક્સરસાઇઝ ન કરવી આવા પ્રશ્નોને લીધે હાર્ટ એટેકનું કરમ બનતું હોય છે. વધારે પડતું ટેન્શન લેવાથી પણ હાર્ટ એટેક ના પ્રશ્નો ખૂબ વધી જતા હોય છે. કોરોના પછી પણ હાર્ટ એટેક ના પ્રશ્નો ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે જેની પણ દરેક દર્દીએ તકેદારી રાખવી જોઈએ. હાર્ટ ટેકના લક્ષણો જો કોઈ પણ વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હોય, અતિશય પરસેવો વડવો, ઉલટી કે ઉબકા થવા, જો આવા કોઈપણ જાતના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ( ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફી )કરાવવું જોઈએ. નાની ઉંમરમાં જે હાર્ટ એટેક ના પ્રશ્નો વધી રહ્યા છે તેના માટે બહારનું જંક ફૂડ ખાવુ વધારે ટેન્શન લેવાથી હાર્ટ એટેક નો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હાર્ટ એટેક ના આવે તે માટે બહારનું ખાવાનું ટાળી અને હેલ્દી ખોરાક ખાવો જોઈએ, 30 થી 35 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ, વ્યસન ટાળવું જોઈએ આ બધું કરવાથી હાર્ટ એટેક ના પ્રશ્નો ખૂબ ઓછા થઈ શકે છે. આ સાથે યોગા અને મેડીટેશન પણ હાર્ટ એટેક ના આવે તે માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
અગાઉ જે દર્દી ને હાર્ટએટેક આવ્યો છે તેઓએ ખૂબ કાળજી રાખવી: ડો.નિરવ મહેતા
ડો. નીરવ મહેતાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,હાર્ટના પ્રશ્નો અત્યારે દિવસેને દિવસે વધી રહ્યા છે તેના માટે લોકોએ ખૂબ જ વધુ પ્રમાણમાં કાળજી રાખવી જરૂરી છે. જે દર્દી ને હાર્ટ એટેક આવી ગયેલો છે અથવા તો જે લોકોને હાર્ડનું પંપિંગ નબળું પડી ગયેલું છે તેવા દર્દીઓને ખૂબ ખાસ કાળજી રાખવી જોઈએ. આવા દર્દીઓને મીઠું( નમક ) ખાવાનું ઓછું કરી દેવું જોઈએ. જે લોકોનું હાર્ટ નું પંપિંગ 30% અથવા તો તેનાથી ઓછું છે તે લોકોને પાણીનું પ્રમાણ ખૂબ ઓછું કરવું જોઈએ. જે દર્દીને ચરબી વધારે હોય તેવા દર્દીને એક્સરસાઇઝ કરી અને પોતાની ચરબી ઘટાડવી જોઈએ.
પહેલાના જમાનામાં સાચો ખોરાક હોવાથી લોકો તંદુરસ્ત હતા: ડો.લોમસ અઢિયા
ડો.લોમસ અઢિયાએ અબતક સાથેની વાતચીતમાંજણાવ્યું હતું કે, આયુર્વેદ એક વિશાળ શાસ્ત્ર છે જે અનંત છે અને અદ્વિતીય છે. આયુર્વેદની ભાષામાં હૃદય રોગને હૃદરોગ કહેવામાં આવે છે. આયુર્વેદિક હૃદય રોગ ને જે તે સમયે એટલું મહત્વ નથી આપેલું, એનું કારણ એ છે કે પહેલાના સમયમાં હૃદય રોગના પ્રશ્ન ખૂબ જ ઓછા જોવા મળતા હતા. પહેલાના સમયમાં માણસોને જીવન શૈલી અને ખોરાક ખૂબ જ સારો હતો જેનાથી હૃદય રોગના પ્રશ્ન ખૂબ જ ઓછા જોવા મળતા હતા. અને પહેલાના સમયમાં લોકોનું આયુષ્ય પણ ખૂબ જ વધુ હતું. જીવન જીવવા માટે જે મૂળભૂત જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક જે અત્યારના જમાનામાં ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા છે. આયુર્વેદ એ વાયુ પિત્ત અને કફ આ ત્રણ વસ્તુઓ પર આધારિત છે. જ્યારે વિકૃત અવસ્થામાં થાય ત્યારે શરીરને બગાડે છે. આ વાયુ પીત અને કફ આપણી જીવનશૈલી અને આપણું માનસિક સ્તર અને ખાસ કરીને આપણો ખોરાક એ ત્રણ ઉપર જ આધારિત છે એ ત્રણે જો શુદ્ધ અવસ્થામાં હોય તો આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આયુર્વેદમાં હૃદય રોગ ના ગ્રંથમાં એક જ પ્રકરણ આપેલું છે. કારણકે પહેલાંના જમાનામાં હૃદયના પ્રશ્ન ખૂબ જ ઓછા જોવા મળતા હતા.
ઝૂમ્બા એક્સરસાઇઝ પણ હાર્ટ એટેકથી બચવા ખૂબ જ સારી: ડો.મુલરાજસિંહ ઝાલા
ડો.મુલરાજસિંહ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,હાર્ટને લઇ અને ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે ત્યારે ઘણા લોકોમાં જાગૃતતા ની જરૂર ખૂબ જ વધુ પ્રમાણમાં છે. હાર્ટ એટેક નો આવે તે માટે રોજિંદા જીવનમાં એક્સરસાઇઝ ફેરવી ખૂબ જ જરૂરિયાત છે. કોઈપણ એક્સરસાઇઝ શરૂ કરતાં પહેલાં વોમઅપ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. સાયકલ ચલાવવાથી પણ હાર્ટ એટેકના પ્રશ્નો ખૂબ જ ઓછા થઈ શકે. જુમ્બા એક્સરસાઇઝ પણ હાર્ટ માટે ખૂબ જ સારી છે. જે એકસરસાઈઝની અંદર હૃદયને ધબકારા વધતા હોય તેવી એક્સરસાઇઝ હૃદય માટે ખૂબ જ સારી છે. વધુ પ્રમાણમાં એક્સરસાઇઝ કરવાથી અથવા તો કસરત કરવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે.
જંક ફૂડ અને વધુ પડતો તણાવ હૃદયરોગ થવાનું કારણ: ડો. નેહલ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. નેહલ જાડેજા જણાવ્યું હતું કે,અત્યારની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો બહારનું જમકુટ ખાવાનું ખૂબ વધી ગયું છે. જેના લીધે હાર્ટ એટેક ના પ્રશ્નો ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. લીલા શાકભાજી, અને ડ્રાયફુટ ખાવાથી શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે. જે હાર્ટ એટેકના દર્દીઓ છે તેવા લોકોને તેલવાળું અને બહારનું જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. નાની ઉંમરમાં જે બાળકોને પણ હાર્ટ એટેક ના પ્રશ્નો આવે છે તો તેવા બાળકોને બહારના પેકેટ્સ ખાવા અને બહારનું જંક ફૂડ ખાવું નુકસાનકારક બની શકે છે. વધુ પ્રમાણમાં ટેન્શન લેવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે. જેથી કરી લોકોએ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ કરવી અને ડાયટ ફુડ ખાવું ખૂબ જ જરૂરી છે.