Abtak Media Google News

કોકોનેટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં અત્યારે એકેડેમીક સેશનના પાર્ટમાં વિવિધ કલાકારો લાઇવ આવીને વિવિધ વિષયો ઉપર લાઇવ આવીને પોતાના વિચારો અને અનુભવો શેર કરી રહ્યા છે. આ શ્રેણી યુવા કલાકારો અને કલારસિકો માટે ઘણું શિક્ષણ આપી રહી છે. સોશિયલ મિડિયામાં દેશ-વિદેશના ખુણે ખુણેથી આ શ્રેણી હજારો લોકો લાભ લઇ રહ્યા છે.

પ્રત થી પ્રયોગ સુધી આ વિષય પર ગઇકાલે સરસ  સેશન થયું ડો. સતીશ વ્યાસનું, શરૂઆત એમની નાટ્ય સફરથી થઇ જેમાં જણાવ્યું કે અશરફખાનના નાટકો જોઈને નાટકની દુનિયા માં આવવાનું નક્કી કર્યું. પરિવારના દરેકને નાટકનો શોખ, નાટકના પુસ્તકો વાંચીએ, ખુબ નાટકો વાંચ્યા. અમદાવાદના છેડાના ગામ ધંધુકા માં મોટા થયા, નાનકડા ગામડામાં બાળકોને કલાની તાલીમ મળે એ માટે આચાર્યશ્રીએ નાટક કરાવવાનો વિચાર કર્યો અને એ વખતે અમદાવાદથી કલાકારો આવતા આચાર્યને લાગતું કે અમે સારા નાટકો ન કરી શકીએ, આખરે ચીલાચાલુ નાટકો  પરથી હટીને કંઈક નવા પ્રયોગ લક્ષી એકાંકીઓ ધંધુકા જેવા ગામડામાંથી શરૂ થઈ.  ધંધુકામાં અમે કલાકારોએ એક નાટક તૈયાર કર્યું અને અમદાવાદ સ્પર્ધામાં ગયા જેમાં મુંબઇ અમદાવાદ તથા બીજા નગરોના નાટકોની વચ્ચે પ્રથમ પારિતોષિક મેળવ્યું. અત્યાર સુધી ત્રણ એકાંકી સંગ્રહ પ્રગટ થયા છે. નો પાર્કિંગ, તીડ અને પુતળીબાઈ. જેમાંથી ઘણા નાટકો ભજવાયા છે.

કોકોનેટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘કિતને આદમી થે?’ માત્ર શબ્દનો સંવાદ આજે પણ વિશ્ર્વભરમાં લોકો બોલી રહ્યા છે: ‘અબતક’ સોશિયલ મિડિયાના ફેસબુક પેઇઝ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઇવ પ્રસારણ માણો

નવી પેઢીના લેખકો માટે આ સેશન ખરેખર જોવા જેવું છે. પ્રત એટલે કે સ્ક્રીપ્ટ કેવી રીતે લખવી? એમાં શું શું ધ્યાન રાખવું એની ખૂબ ઝીણી ઝીણી સમજ સતીશ વ્યાસેે આપી હતી. બે કલાકમાં પ્રેક્ષકો સામે એમને ગમતી રચના મુકવી એ પડકાર છે. પ્રેક્ષકની નાડ પરખતા આવડવું જોઈએ. માત્ર મનોરંજન સિવાય પણ બીજું ઘણું ચાહે છે પ્રેક્ષક નાટક પાસેથી. ત્યારબાદ જણાવ્યું કે અભિનેતા દિગ્દર્શકની પસંદગીનું નાટક આપવું, બજેટ તથા કલાકારને ધ્યાનમાં રાખી નાટક લખવા. લેખન વિશેના ઘણાં સારા અને સમજવા લાયક ઉદાહરણો સતીશ ભાઈએ આપ્યા.

માત્ર એકપાત્ર ભજવતું હોય એવું સતીશ ભાઈનું લખેલ બે અંકી નાટક “જળને પડદે” વિશેની વાત કરી. નાયકની ભાષા વર્ણનાત્મક, કથાનાત્મક, સ્મરણાત્મક હોય. સંવાદ અને ભાષાનું સરસ ઉદાહરણ આપ્યું. માત્ર ત્રણ શબ્દોનો ઉચ્ચાર કલાકારની અનોખી ઓળખ લોકોની સામે પ્રસ્તુત કરે છે. એક સંવાદથી સમગ્ર વિશ્વમાં માત્ર ત્રણ શબ્દો દ્વારા પોતાની છબી ઊભી કરાર કરનાર કલાકાર વિશે જણાવ્યું અને એ વિશેષ સંવાદ એટલે “કિતને આદમી થે ? ” આ સંવાદ આજેય લોકો સાંભળે તો એની સામે પ્રત્યક્ષ એક ધીર ગંભીર, ખતરનાક નાયકનું ચિત્ર સ્પષ્ટ થાય જાય. આ તાકાત છે સંવાદની. જેને કેમ બોલવો, કેમ પ્રસ્તુત કરવો એ આવડવું જોઈએ. સંવાદનો પ્રારંભ એકસરખા શબ્દોથી ન થવો જોઈએ અને એનો અંત પણ એકસરખા શબ્દોથી ન થવો જોઈએ એનું લેખકે ધ્યાન રાખવું જોઈએ. એકનો એક સંવાદ બીજા નાટકમાં લાવવામાં જોખમ છે. સંવાદો ટૂંકા, અર્થસભર ,સચોટ, નાટ્યાત્મકતાથી ભરેલા હોવા જોઈએ.

ખૂબ બધી સારી જાણકારી ડો. સતીશ વ્યાસ સાહેબે આપી. જેને ખરેખર દરેક લેખકે જોવા અને સાંભળવા જ જોઈએ, લેખકની વિશેષતા શું હોય ? લેખન કેમ કરવું લેખક કેવો હોવો જોઈએ ? કેવું લેખન  કલાકાર અને પ્રેક્ષકોને જકડી રાખે ? એ વાતો પર ડો. સતીશ વ્યાસ સાહેબે   વિસ્તારથી જણાવ્યું જે આપ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ પર જોઈ શકશો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ.ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં    અદિતિ દેસાઈ, પી.એસ.ચારી, ડો. રઈશ મનીયાર, ભારત યાગ્નિક, ભીમ વાકાની, જયશ્રી પરીખ. ઉત્કર્ષ મઝુમદાર જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો. જોવા માટે આજે જ કોકોનટ થિયેટરનાં ફેસબુક પેજ ને લાઈક એન્ડ ફોલો કરીને રોજ સાંજે આ શ્રેણી લાઇવ માણી શકશો.

આજે વિખ્યાત અભિનેત્રી-નિર્માત્રી અદિતિ દેસાઇ

Img 20210605 Wa0019

ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનીત ગુજરાતી ટી.વી. ફિલ્મોના જાણીતા અભિનેત્રી, લેખીકા અને નિર્માત્રી અદિતિ દેસાઇ કોકોનેટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’  શ્રેણીમાં આજે 6 વાગે લાઇવ આવશે. તેમને ટ્રાન્સ મિડિયા એવોર્ડ અને લાડલી મિડિયા એવોર્ડ પણ મળેલ છે. ગુજરાતી તખ્તામાં સારી નાખતા અને ચાહના ધરાવતા અદિતિ દેસાઇએ ઘણા નાટકોમાં સુંદર અભિનય કરીને સફળતાના શિખરો સર કર્યા છે. આજે તેઓ થિયેટરના ફાયદા સાથે કલાકારનાં અંગત અને વ્યવાસાહીક કેરીયરમાં તેના શું ફાયદા છે એ વિષયક પોતાના વિચારો અને અનુભવો શેર કરશે. એકેડેમીક શ્રેણીના ભાગરુપે યોજાયેલ આ શ્રેણીમાં આવતા કલાકારો ના અનુભવોમાંથી યુવા કલાકારો અને કલારસિકોને ઘણું જાણવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.