પોર્ટલમાં લોચા હોય તો ફિઝિકલ ફોર્મમાં રિટર્ન ભરવાની છુટ મળી જશે !

ગુજરાત હાઈકોર્ટે વિભાગને 17 જાન્યુઆરી સુધી લેખિત જવાબ આપવા તાકીદ કરી

છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા રિટર્ન ફાઇલ કરવાની તારીખોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે આવકવેરા વિભાગના નવા પોર્ટલ પર ટેક્નિકલ ખામી સર્જાતા કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવામાં ઘણી મુશ્કેલી અનુભવે છે ત્યારે આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હોવાથી કોર્ટે વિભાગને તાકીદ કરતા જણાવ્યું છે કે તેમના દ્વારા આ મુદ્દે સતત જાન્યુઆરી સુધી લેખિત જવાબ આપે.

નવા પોર્ટલ આવવાના કારણે કરદાતાઓ ફિઝિકલ રિટર્ન ભરી શકતા નથી સામે કોરોના ની વિકટ સ્થિતિને ધ્યાને લઈને પણ આ પ્રકારના ઘણા પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે ત્યારે કરદાતાઓની સુખાકારી જળવાઈ તે માટે ફિઝિકલ ફોર્મમાં રિટર્ન ભરવાનું શરૂ કરવા માટે કોર્ટ દ્વારા તાકીદ કરાઈ છે.

ગુજરાત હાઇકોર્ટમાં આ અંગે જે પીઆઇએલ દાખલ કરવામાં આવી છે તેને લઇ હાઈ કોર્ટે કેન્દ્ર અને સીબીડીટીને તાકીદ કરી છે કે, આ અંગે ઝડપભેર નિર્ણય લેવામાં આવે. ઓનલાઈન રિટર્ન ફાઇલિંગ કરવામાં હાલના તબક્કે ઘણી તકલીફોનો સામનો કરદાતાઓએ કરવો પડી રહ્યો છે ત્યારે તેને ધ્યાને લેતાં જો હજુ પણ આ જ સ્થિતિ યથાવત રહે તો ઘણા પ્રશ્નો ઉદભવીત થઈ શકશે.

એક તરફ કોર્ટે વિભાગને એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું કે સરકાર અને બોર્ડ દ્વારા જે સમય મર્યાદા માં વધારો કરવામાં આવ્યો છે તે વાત સાચી અને સારી છે પરંતુ જો આ સમયગાળા દરમિયાન પણ ટેકનિકલ ખામી પોર્ટલ ઉપર યથાવત રહેશે તો પણ કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલિંગ ઓનલાઈન નહીં કરી શકે જેના ઉપર વિભાગ અને કેન્દ્ર સરકારે ઝડપ વ્યક્ત કાર્ય કરવું ખૂબ જરૂરી અને આવશ્યક છે.

ત્યારે બીજો મુદ્દો હાઇકોર્ટમાં એ વાતનો પણ આવ્યો હતો કે રિટર્ન ફાઇલિંગ નું જે વ્યાજ મળવું જોઈએ તે પણ હજુ સુધી મળી શક્યું નથી ત્યારે ઝડપભેર આવ્યા જ કરદાતાઓને ચૂકવાય તો ઘણી સાનુકૂળતા રહેશે. બીજી તરફ પિટિશનમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે હાલના તબક્કે કરદાતાઓના રિટર્ન ફાઇલ થઇ ચૂક્યા નથી તેઓને ફિઝિકલ રિટર્ન ભરવા માટે પરવાનગી આપવામાં આવે અને જરૂરી તમામ દસ્તાવેજો જે સમયે પોર્ટલ ફરી શરૂ થશે ત્યારે તેમાં ભરી દેવાશે. તમામ મુદ્દાઓને ધ્યાને લઇ હાઈ કોર્ટે કેન્દ્ર અને બોર્ડ પાસે લેખિત જવાબ માંગ્યો છે અને એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે કે આવનારા સમયમાં કરદાતાઓ તેમના રિટર્ન ફાઇલ ફિઝિકલી ભરી શકશે.