એકથી વધુ પાનકાર્ડ હોય તો બાકીના રદ કરવા તાકીદ

pan card | bank
pan card | bank

મહેન્દ્ર પટેલ નામના શખ્સ પાસેથી પાંચ પાન કાર્ડ મળી આવ્યા

કેટલાક વધુ હોંશિયાર પાન કાર્ડ ધારકો આયકર વિભાગી પોતાના ર્આકિ વ્યવહારો છૂપાવવા માટે એક કરતાં વધુ પાનકાર્ડ રાખતા હોય છે. આ લોકો જુદા જુદા વ્યવહારોમાં જુદા જુદા પાન નંબર આપતા હોય છે. જે બાબત આયકર વિભાગના ધ્યાને આવતાં આયકર વિભાગે આવા પાનકાર્ડ ધારકોના પાન કાર્ડ રદ કરી દેવાની કવયાત શરૂ કરી છે. પાન નંબર ડી એક્ટીવેટ થઇ જતાં ઇનકમ ટેક્સ ફાઇલ થઇ શકશે નહિ. માટે જ જે લોકો પાસે એક કરતાં વધુ પાન કાર્ડ હોય તેવા લોકોએ સામેી આયકર વિભાગને જાણ કરી પોતાના વધારાના પાન કાર્ડ રદ કરી દેવાની પ્રક્રિયા કરવા માટે આયકર વિભાગ દ્વારા હાકલ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ આયકર વિભાગની ટીમે શહેરના બે મોટા એન્ટ્રી પ્રોવાઇડરોને ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી કરી હતી. જેમાં કરોડો રૂપિયાની કરચોરી ઉપરાંત મહેન્દ્ર પટેલ ગૃપવાળા મહેન્દ્ર પટેલના

નામના જ પાંચ પાનકાર્ડ પણ મળી આવ્યા હતા. એટલે કે મહેન્દ્ર પટેલ જુદા જુદા વ્યવહારો માટો જુદા જુદા પાન નંબર આપતો હતો.

દેશમાં આવા સંખ્યાબંધ લોકો છે કે જેમના નામના એક કરતાં વધુ પાન કાર્ડ છે. આવા પાનકાર્ડ ધારકોના તમામ પાન નંબર રદ કરી દેવા માટે આયકર વિભાગે કવાયત શરૂ કરી છે. જો પાનનંબર(પાનકાર્ડ) ડીએક્ટીવેટ ઇ જાય તો ઇનકમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવામાં તકલીફ થાય.