જો જો હવે વેક્સિનની પણ અછત ન ઊભી થાય… રાજય સરકારો સજાગ થઈ આ પ્રવૃતિઓ પર લગાવે રોક !!

0
17

કોરોના વાયરસના તાંડવને રોકવા ભારત સહિતના વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણની પ્રક્રિયા જોરોશોરમાં કરવું છે. પરંતુ આ વખતે પણ વાયરસ થવાનું નામ નથી લઈ રહ્યો. રેમડેસિવિર ઇન્જેક્શન તેમજ ઓક્સિજનની ભારે અછત ઊભી થઈ છે. ત્યારે હવે જો રાજ્ય સરકારો સજાગ થઈ રસીનો થતો બગાડ અટકાવશે નહીં તો વેક્સિનની પણ અછત ઊભી થઈ જશે અને દેશમાં વધુ ભયંકર સ્થિતિ ઊભી થશે જેને કાબૂમાં લેવી લગભગ અશક્ય બનશે. મોટાભાગના રાજ્યોમાં રસીનો બગાડ થઈ રહ્યો છે જે ખતરારૂપ બની શકે છે.

એન્ટિ-કોવિડ વેકસીનેશનના ડોઝનો બગાડ 1 મેથી કેન્દ્રના કિટ્ટીમાંથી સ્ટેટ્સની ફાળવણીને નકારાત્મક અસર કરનારૂ એક માપદંડ બની રહેશે. આ પગલાનો હેતુ રસીકરણના વધુ સારા ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે ભારતમાં રસીનું ઉત્પાદન રાજ્ય અને ખાનગી હોસ્પિટલોમાં પહેલી મેથી ઉપલબ્ધ થઈ જાય, ત્યારે માંગને વધુ કાળજીપૂર્વક સંચાલિત કરવાની જરૂર રહેશે. હાલમાં તામિલનાડુ, હરિયાણા, બિહાર અને રાજસ્થાન 6% કરતા વધુ રસીનો જથ્થો બગાડ કરનારા મોટા રાજ્યોમાં શામેલ છે, જ્યારે આસામ સૌથી વધુ 9.6% બગાડ કરી રહી છે. ઉપરાંત મણિપુરમાં 8.4% નો બગાડ થયો છે.  સત્તાવાર આંકડા દર્શાવે છે કે આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા અન્યમાં પણ રસીનો 5% થી વધુ બગાડ થયો છે.

હિમાચલપ્રદેશ, કેરળ, મિઝોરમ અને ગોવા શૂન્ય બગાડ સાથે વધુ સારું પ્રદર્શન કરતા રાજ્યો બન્યા છે. નવી નીતિ મુજબ, રસી ઉત્પાદકો તેમના માસિક ડોઝનો 50% કેન્દ્રને સપ્લાય કરશે અને બાકીની માત્રા રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ જાહેર કરેલા ભાવે પૂરા પાડશે.  હવે કેન્દ્ર સરકાર રસીની ફાળવણી કરતા પૂર્વે રાજ્યમાં થનાર રસીના બગાડના આંકડાને પણ ધ્યાને લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here